Showing posts with label india. Show all posts
Showing posts with label india. Show all posts

Sunday, November 26, 2017

અન્ય પર દોષારોપણની દુર્વૃત્તિ

        સોફ્ટવેર કંપની માં કામ કરતા એક ભારતીય યુવાને તેના જાપાનીઝ ઓનસાઈટ સહકર્મચારીનું બેંગ્લોર ખાતે સ્વાગત કર્યું. તેઓ પોતાની કંપની દ્વારા પૂરી પડાયેલી કારમાં બેસી ઓફિસ તરફ જવા બેંગ્લોરની વ્યસ્ત સડક પર આગળ વધી રહ્યાં હતાં. હવામાન પરની ચર્ચાથી શરૂ થયેલો તેમની વચ્ચેનો વાર્તાલાપ વિકાસ, સ્વચ્છતા વગેરે બાબતો પર આવી થંભ્યો.
      પહેલા એ જાપાનીઝ થોડું ખચકાયો પણ ધીમે ધીમે તેમની વચ્ચે ઓળખાણ વધતાં અને ઔપચારિકતા ઘટતાં તેણે ખૂલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે ભારતમાં કૌશલ્યની કમી નથી પણ કમનસીબે એ અલ્પવિકસીત રાષ્ટ્ર બની રહ્યું છે.
      ભારતીય યુવાને તેને તરત યાદ અપાવ્યું કે "દસમી સદી સુધી ભારત સર્વોપરી રાષ્ટ્ર હતું પણ પાંચસો વર્ષનાં મોગલ શાસન અને ત્રણસો વર્ષનાં બ્રિટિશ શાસનને કારણે અમારી સંસ્કૃતિ પડી ભાંગી અને અમે એક અલ્પ વિકસીત રાષ્ટ્ર બની ગયાં." પછી ભારતીય યુવાને તેને અન્ય કારણો અને વિનાશકારી પરિબળો ગણાવવાં શરૂ કર્યાં જેને લીધે ભારત પછાત રહી જવા પામ્યું છે.
       જ્યારે  તેઓ આ મુદ્દાઓ ચર્ચી રહ્યાં હતાં  ત્યારે જ ગાડી ટ્રાફિક જામમાં ફસાઈ અને ભારતીય યુવાને જોયું કે જાપાનીઝ યુવાન ધ્યાન થી એક પાન મસાલા ખાઈ રસ્તા પર ગાડી નો દરવાજો ખોલી રસ્તા પર થૂંકી રહેલા સુશિક્ષિત લાગતા યુવાનને નિહાળી રહ્યો હતો. તેણે કહ્યું "શું તમે પેલા યુવાનને તમારી સડક ખરાબ કરતાં જોયો? શું તેને આ ખરાબ આદત મોગલો કે બ્રિટિશરો શીખવી ગયાં છે?" 
       ભારતીય યુવાન છોભીલો પડી ગયો. તરત તેણે બીજી એક બાબત નોંધી. સામેની બાજુએ એક વાહન બિનધાસ્ત સિગ્નલ તોડી આગળ જતું રહ્યું. પાછળ બુમરાણ મચી રહી અને ટ્રાફિક વધુ ગૂંચવાયો. 
    તરત તેણે ફરી કહ્યું "જોયું સામે પેલા ગાડી વાળાએ કઈ રીતે સરેઆમ ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કર્યું અને પાછળ ગૂંચવાડા ને વધુ જટિલ બનાવ્યો? શું ૩૦૦ વર્ષ પહેલાં બ્રિટિશ શાસન તેને આમ નિયમો અને કાયદા તોડતાં શીખવી ગયું? કે પછી તમે ગણાવી રહેલા વિનાશકારી પરિબળો તેને એમ કરવા પ્રેરી રહ્યાં છે, મજબુર કરી રહ્યાં છે?"
     ભારતીય યુવાનને કાપો તો લોહી ન નીકળે એવી તેની સ્થિતિ થઈ ગઈ. તે અવાચક બની જાપાનીઝ યુવાનને સાંભળી રહ્યો. તેણે કહ્યું "તમે લોકો પોતાના સિવાય બીજા બધાં પર દોષ નો ટોપલો ઢોળી દેવામાં માહેર છો. એ તમે લોકો જ છો જેનામાં જાહેરમાં કઈ રીતે વર્તવું તેની સુઝબૂઝ નથી, જેમને નિયમો - કાયદાઓ પ્રત્યે કોઈ આદર નથી, જેમને પોતાના પરિસર ની કોઈ કદર નથી પણ તમે બ્રિટિશરો થી માંડી મોગલો અને સત્તા વાળાઓ થી માંડી ભારત ને તોડવાનો દાવો તમે જેના પર કરો છો એ એજન્ટો સુધી નાં બધાં પર આરોપ લગાડવા માં શૂરા છો.તમને આઝાદી મળ્યાં ને કેટલાં વર્ષ થઈ ગયાં? ૭૦ થી વધુ? અમને જુઓ. 1945માં અમારાં હીરોશિમા, નાગાસાકી સહિત નો અમારો અડધા કરતાં વધુ દેશ સંપૂર્ણ રીતે નાશ પામ્યો. પણ તે બાદ ૨૦ જ વર્ષમાં અમારા માના દરેકે પોતાની જવાબદારી ઉપાડી લીધી અને વિકાસ સાધ્યો. અને અહીં ૭૦ વર્ષ બાદ પણ તમે લોકો બીજા પર આરોપો લગાવવા માં વ્યસ્ત છો જ્યારે વાંક તમારો પોતાનો છે."
 ભારતીય યુવાનને ચોટ લાગી. તેણે કાંઈ જ ખોટું કહ્યું નહોતું. પછી ની આખી સફર દરમ્યાન ભારતીય યુવાન એક પણ શબ્દ બોલી શક્યો નહીં. પણ મનન કરતાં તેને સ્પષ્ટ જણાયું કે :
આપણે ભારતીયોએ દોષા રોપણની દુર્વૃત્તિ માંથી બહાર આવવું પડશે.
આપણે સજ્જ થવું પડશે, શિસ્ત પાળતા શીખવું પડશે. 
રાષ્ટ્રને, નિયમો અને કાયદાઓને, આપણી આસપાસ નાં પરિસર ને આદર આપતાં શીખવું પડશે. તો જ આપણું રાષ્ટ્ર સાચા અર્થમાં વિકસીત થઈ શકશે. આ પરિવર્તન આપણા બધાં માં અંદર થી આવવું જોઇશે. 

(ઇન્ટરનેટ પરથી)

Sunday, August 13, 2017

સ્વતંત્રતા દિવસ સ્પેશ્યિલ - દેશ ગરીબ શા માટે હોય છે?

શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે ફરક તેમના વયભેદનો નથી.આપણો ભારત દેશ અને ઇજીપ્ત આ વાતની સાબિતી છે જે ૨૦૦૦ વર્ષ કરતા પણ જૂના દેશો હોવા છતાં આજે પણ ગરીબ દેશો ગણાય છે. જ્યારે બીજે છેડે કેનેડા,ઓસ્ટ્રેલિયા  અને ન્યુઝીલેન્ડ જેવા દેશો છે જે માત્ર દોઢસો વર્ષ પહેલા પોતાની કોઈ જ ઓળખ પણ ધરાવતા નહોતા અને આજે વિકસીત અને શ્રીમંત રાષ્ટ્રો ગણાય છે.
શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે ફરક તેમને પ્રાપ્ય કુદરતી સ્રોતો નો પણ નથી. જાપાનનું ઉદાહરણ લો. ત્યાં ૮૦ટકા જમીન પર્વતીય હોવાને કારણે બિન-ઉત્પાદક છે અને ખેતી લાયક કે કૃષિ ઉદ્યોગો માટે સાનુકૂળ નથી. આમ છતાં વૈશ્વિક આર્થિક દ્રષ્ટીએ તે બીજા ક્રમનું શ્રેષ્ઠ રાષ્ટ્ર ગણાય છે. આ દેશ એક મોટી તરતી ફેક્ટરી જેવો છે જે સમગ્ર દુનિયામાંથી કાચો માલ આયાત કરે છે અને તેમાંથી ઉત્પાદનો પેદા કરી તેની નિકાસ કરે છે. આ વાતનું બીજું ઉદાહરણ છે સ્વીત્ઝરલેન્ડ. અહિં કોકોની ખેતી થતી નથી છતાં અહિં બનતી ચોકલેટ સમગ્ર વિશ્વમાં વખણાય છે.પોતાની નાનકડી એવી ભૂમિ પર આ દેશ વર્ષના માત્ર ચાર મહિના ખેતી કરી પશુપાલન પણ કરે છે અને વિશ્વના શ્રેષ્ઠ દૂધના ઉત્પાદનો પેદા કરે છે.સૌથી વધુ સુરક્ષિત વિશ્વ બેન્ક દ્વારા આ નાનકડા દેશે સુરક્ષા ક્ષેત્રે પણ વિશ્વભરમાં પોતાની આગવી છબી ઉભી કરી છે.
શ્રીમંત દેશોના કાર્યકારીઓ જ્યારે ગરીબ દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરતા હોય છે ત્યારે માલૂમ પડે છે કે તેમની વચ્ચે માનસિકતા કે બુદ્ધિમત્તાના સ્તરે કોઈ ફરક હોતો નથી.જાતિ-વર્ગ કે રંગ ભેદનું પણ ઝાઝું મહત્વ નથી.પોતાના મૂળ દેશમાં ભારે આળસુ હોય એવા કર્મચારીઓ શ્રીમંત યુરોપિયન દેશોમાં ભારે કામગરા અને બળજબરીથી પણ ઉત્પાદક બની જતા હોય છે.
તો પછી ફરક ક્યાં છે? શેમાં છે? ફરક છે લોકોના અભિગમમાં જે ઘણાં વર્ષોનાં શિક્ષણ અને સંસ્કૃતિનાં રંગે રંગાઈ ચોક્કસ બીબાઢાળ પ્રકારનો બની રહે છે.
જ્યારે શ્રીમંત અને વિકસીત દેશોના લોકોના વ્યવહારનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે માલૂમ પડ્યું કે તેમાંના મોટા ભાગના લોકો આ પ્રમાણેના સિદ્ધાંતો અનુસરે છે:
૧ નિતીમત્તા
૨ અખંડિતતા
૩ જવાબદારી
૪ કાયદા-કાનૂન અને નિયમો પ્રત્યે આદર
૫ અન્ય નાગરિકો પ્રત્યે આદર
૬ કામ પ્રત્યે પ્રેમ
૭ બચત માટે અને રોકાણ માટે પ્રયત્ન
૮ ઉત્પાદક બની રહેવાની ધગશ
૯ સમયપાલન

ગરીબ દેશોમાં માત્ર ગણ્યાંગાંઠ્યા લોકો આ સિદ્ધાંતોનું તેમના રોજબરોજના જીવનમાં પાલન કરે છે.
આપણે ગરીબ એટલા માટે નથી કારણકે આપણી પાસે કુદરતી સ્રોતો ઓછાં છે કે કુદરત આપણાં પર કોપાયમાન થઈ છે! આપણે ગરીબ એટલા માટે છીએ કારણકે આપણો અભિગમ ખોટો છે.આપણામાં આ સિદ્ધાંતો અનુસરવાની અને તેને શિખવવાની ઇચ્છા કે ધગશ નથી.આપણે શ્રીમંત દેશો કે વિકસીત સમાજના લોકોની કાર્યપ્રણાલિ અનુસરવા માગતા નથી.
આપણે જે પરિસ્થિતિમાં છીએ તેમાં એટલા માટે છીએ કારણકે આપણને દરેક વસ્તુ અને વ્યક્તિનો લાભ લઈ લેવો છે. આપણે કંઈક ખોટું જોઇએ છીએ તો પણ કહીએ છીએ "રહેવા દે, મારે શું?" આપણામાં વિવેક્બુદ્ધિ કેટલેક અંશે મરી પરવારી છે.
જો આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ બદલવી હશે તો આપણે આપણી સ્મૃતિ અને અભિગમમાં હકારાત્મક , સકારાત્મક પરિવર્તન આણવું પડશે.
આ વિચારો તમે અન્યો સાથે શેર નહિ કરો તો કંઈ જ ફરક નહિ પડે,તમારું પ્રિયજન તમે ગુમાવી બેસશો નહિ કે નહિ તમે તમારી નોકરી ખોઈ બેસશો, નહિ તમારી સાથે કોઈ ખરાબ ઘટના બનશે કે નહિ તમે સાત વર્ષ સુધી માંદા પડો! પણ જો તમે તમારા દેશને પ્રેમ કરતા હોવ તો આ સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડજો જેથી એ વાંચી તેના પર એ લોકો વિચાર કરે અને એમાંથી કંઈક શિખી પરિવર્તીત થાય અને આપણા દેશને એથી ફાયદો થાય.... આ અંગે વિચારજો જરૂર!


('ઈન્ટરનેટ પરથી')