Showing posts with label Japan. Show all posts
Showing posts with label Japan. Show all posts

Sunday, August 13, 2017

સ્વતંત્રતા દિવસ સ્પેશ્યિલ - દેશ ગરીબ શા માટે હોય છે?

શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે ફરક તેમના વયભેદનો નથી.આપણો ભારત દેશ અને ઇજીપ્ત આ વાતની સાબિતી છે જે ૨૦૦૦ વર્ષ કરતા પણ જૂના દેશો હોવા છતાં આજે પણ ગરીબ દેશો ગણાય છે. જ્યારે બીજે છેડે કેનેડા,ઓસ્ટ્રેલિયા  અને ન્યુઝીલેન્ડ જેવા દેશો છે જે માત્ર દોઢસો વર્ષ પહેલા પોતાની કોઈ જ ઓળખ પણ ધરાવતા નહોતા અને આજે વિકસીત અને શ્રીમંત રાષ્ટ્રો ગણાય છે.
શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે ફરક તેમને પ્રાપ્ય કુદરતી સ્રોતો નો પણ નથી. જાપાનનું ઉદાહરણ લો. ત્યાં ૮૦ટકા જમીન પર્વતીય હોવાને કારણે બિન-ઉત્પાદક છે અને ખેતી લાયક કે કૃષિ ઉદ્યોગો માટે સાનુકૂળ નથી. આમ છતાં વૈશ્વિક આર્થિક દ્રષ્ટીએ તે બીજા ક્રમનું શ્રેષ્ઠ રાષ્ટ્ર ગણાય છે. આ દેશ એક મોટી તરતી ફેક્ટરી જેવો છે જે સમગ્ર દુનિયામાંથી કાચો માલ આયાત કરે છે અને તેમાંથી ઉત્પાદનો પેદા કરી તેની નિકાસ કરે છે. આ વાતનું બીજું ઉદાહરણ છે સ્વીત્ઝરલેન્ડ. અહિં કોકોની ખેતી થતી નથી છતાં અહિં બનતી ચોકલેટ સમગ્ર વિશ્વમાં વખણાય છે.પોતાની નાનકડી એવી ભૂમિ પર આ દેશ વર્ષના માત્ર ચાર મહિના ખેતી કરી પશુપાલન પણ કરે છે અને વિશ્વના શ્રેષ્ઠ દૂધના ઉત્પાદનો પેદા કરે છે.સૌથી વધુ સુરક્ષિત વિશ્વ બેન્ક દ્વારા આ નાનકડા દેશે સુરક્ષા ક્ષેત્રે પણ વિશ્વભરમાં પોતાની આગવી છબી ઉભી કરી છે.
શ્રીમંત દેશોના કાર્યકારીઓ જ્યારે ગરીબ દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરતા હોય છે ત્યારે માલૂમ પડે છે કે તેમની વચ્ચે માનસિકતા કે બુદ્ધિમત્તાના સ્તરે કોઈ ફરક હોતો નથી.જાતિ-વર્ગ કે રંગ ભેદનું પણ ઝાઝું મહત્વ નથી.પોતાના મૂળ દેશમાં ભારે આળસુ હોય એવા કર્મચારીઓ શ્રીમંત યુરોપિયન દેશોમાં ભારે કામગરા અને બળજબરીથી પણ ઉત્પાદક બની જતા હોય છે.
તો પછી ફરક ક્યાં છે? શેમાં છે? ફરક છે લોકોના અભિગમમાં જે ઘણાં વર્ષોનાં શિક્ષણ અને સંસ્કૃતિનાં રંગે રંગાઈ ચોક્કસ બીબાઢાળ પ્રકારનો બની રહે છે.
જ્યારે શ્રીમંત અને વિકસીત દેશોના લોકોના વ્યવહારનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે માલૂમ પડ્યું કે તેમાંના મોટા ભાગના લોકો આ પ્રમાણેના સિદ્ધાંતો અનુસરે છે:
૧ નિતીમત્તા
૨ અખંડિતતા
૩ જવાબદારી
૪ કાયદા-કાનૂન અને નિયમો પ્રત્યે આદર
૫ અન્ય નાગરિકો પ્રત્યે આદર
૬ કામ પ્રત્યે પ્રેમ
૭ બચત માટે અને રોકાણ માટે પ્રયત્ન
૮ ઉત્પાદક બની રહેવાની ધગશ
૯ સમયપાલન

ગરીબ દેશોમાં માત્ર ગણ્યાંગાંઠ્યા લોકો આ સિદ્ધાંતોનું તેમના રોજબરોજના જીવનમાં પાલન કરે છે.
આપણે ગરીબ એટલા માટે નથી કારણકે આપણી પાસે કુદરતી સ્રોતો ઓછાં છે કે કુદરત આપણાં પર કોપાયમાન થઈ છે! આપણે ગરીબ એટલા માટે છીએ કારણકે આપણો અભિગમ ખોટો છે.આપણામાં આ સિદ્ધાંતો અનુસરવાની અને તેને શિખવવાની ઇચ્છા કે ધગશ નથી.આપણે શ્રીમંત દેશો કે વિકસીત સમાજના લોકોની કાર્યપ્રણાલિ અનુસરવા માગતા નથી.
આપણે જે પરિસ્થિતિમાં છીએ તેમાં એટલા માટે છીએ કારણકે આપણને દરેક વસ્તુ અને વ્યક્તિનો લાભ લઈ લેવો છે. આપણે કંઈક ખોટું જોઇએ છીએ તો પણ કહીએ છીએ "રહેવા દે, મારે શું?" આપણામાં વિવેક્બુદ્ધિ કેટલેક અંશે મરી પરવારી છે.
જો આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ બદલવી હશે તો આપણે આપણી સ્મૃતિ અને અભિગમમાં હકારાત્મક , સકારાત્મક પરિવર્તન આણવું પડશે.
આ વિચારો તમે અન્યો સાથે શેર નહિ કરો તો કંઈ જ ફરક નહિ પડે,તમારું પ્રિયજન તમે ગુમાવી બેસશો નહિ કે નહિ તમે તમારી નોકરી ખોઈ બેસશો, નહિ તમારી સાથે કોઈ ખરાબ ઘટના બનશે કે નહિ તમે સાત વર્ષ સુધી માંદા પડો! પણ જો તમે તમારા દેશને પ્રેમ કરતા હોવ તો આ સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડજો જેથી એ વાંચી તેના પર એ લોકો વિચાર કરે અને એમાંથી કંઈક શિખી પરિવર્તીત થાય અને આપણા દેશને એથી ફાયદો થાય.... આ અંગે વિચારજો જરૂર!


('ઈન્ટરનેટ પરથી')

Wednesday, October 28, 2015

જાપાન પાસેથી શિખવા જેવું


૧ જાપાનનાં બાળકો રોજ પંદર મિનિટ માટે પોતાના શિક્ષક સાથે મળીને શાળાની સફાઈ કરે છે જેનાથી આજે જાપાનમાં એક એવી પેઢીનું ઘડતર થયું છે જે નમ્ર અને સ્વચ્છતાપ્રેમી છે.

૨ જાપાનનાં જે નાગરિક કૂતરાને લઈ જાહેર રસ્તા પર ફરવા નિકળે છે તેમણે કૂતરો રસ્તો ખરાબ ન કરે એ માટે ખાસ થેલી સાથે લઈને જ નીકળવું પડે છે.આરોગ્ય અને સ્વચ્છતા માટે તેમનાં આગ્રહ અને ઉત્સાહ જાપાનીઝ આદર્શનાં ભાગ છે.

૩ જાપાનમાં સફાઈ કામદાર 'હેલ્થ એન્જિનિયર' કહેવાય છે અને તે મહિને ૫ થી ૮ હજાર અમેરિકી ડોલર જેટલો પગાર માગી શકે છે.તેણે આ પદ માટે વરણી પામવા મૌખિક અને લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે.

૪ જાપાન પાસે પોતાના કુદરતી સ્રોતો નથી અને ત્યાં વર્ષે સેંકડો ભૂકંપો તારાજી સર્જે છે તેમ છતાં તેને કોઈ વિશ્વની બીજા ક્રમની આર્થિક સત્તા બનતા રોકી શક્યું નથી.

૫ અણુબોમ્બથી ધ્વસ્ત થયા બાદ જાપાનના હિરોશીમાને ફરી સંપૂર્ણ બેઠું અને આર્થિક રીતે ધબક્તું થવામાં માત્ર દસ વર્ષ લાગ્યાં.

૬ તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં ટ્રેનમાં,રેસ્ટોરેન્ટ્સમાં અને તમે ઓફિસમાં કે કોઈ સ્થળે અંદર હોવ ત્યાં મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ છે.

૭ જાપાનની શાળાઓમાં ધોરણ એક થી છના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણમાં લોકો સાથે કઈ રીતે નીતિમત્તાથી વર્તવું તેના પાઠ શિખવાય છે.

૮ જાપાનનાં લોકો વિશ્વના સૌથી વધુ શ્રીમંતોમાંના એક હોવા છતાં,તેમના ઘરે નોકર રાખતા નથી.તેઓ પોતે જ પોતાના ઘર અને બાળકોના ઉછેરની જવાબદારી નિભાવે છે.

૯ જાપાનની શાળાઓમાં પહેલાથી ત્રીજા ધોરણ સુધીના પ્રાથમિક શિક્ષણના વર્ગોમાં પરીક્ષા થતી નથી.તેમના શિક્ષણના ધ્યેય કૌશલ્ય, પાયા તેમજ ચરિત્ર ઘડતર છે; માત્ર પરીક્ષા અને ગોખણિયું જ્ઞાન આપવાના નહિ.

૧૦  જાપાનમાં બુફે પદ્ધતિથી ભોજન પીરસતી હોટલમાં જાવ તો ત્યાં લોકો પોતાને જોઇએ એટલું જ ભોજન લેતા જોવા મળશે.અન્નાનો બિલકુલ બગાડ તમને જોવા મળશે નહિ.

૧૧  જાપાનમાં ટ્રેન મોડી પડવાનો દર વાર્ષિક ધોરણે માત્ર સાત સેકન્ડ છે! તેઓ સમયના મૂલ્યને ખૂબ સારી રીતે સમજે છે. તેઓ મિનિટ અને સેકન્ડ લેખે સમયની બાબતમાં અતિ ચુસ્ત છે.

૧૨  જાપાનની શાળાઓમાં બાળકો ભોજન/નાસ્તા બાદ પોતાના દાંત બ્રશ કરી સ્વચ્છ કરે છે. નાનપણથી જ તેઓ પોતાના આરોગ્યની ખૂબ સારી જાળવણી કરે છે.

૧૩  જાપાનમાં વિદ્યાર્થીઓ જમવામાં અડધો કલાક જેટલો સમય આપી બરાબર ચાવી ને ખાય છે જેથી ખોરાકનું પાચન સારી રીતે થાય.વિદ્યાર્થીઓ જ જાપાનનું ભવિષ્ય છે આથી આ બાબત તેમને ખાસ શિખવવામાં આવે છે. 

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, April 8, 2015

જાપાન અને સ્વચ્છતા


બ્રાઝીલના રીસાઈફ ખાતે આવેલા અરેના પેર્નામ્બુકો સ્ટેડિયમમાં ૨૦૧૪ ફીફા વર્લ્ડ કપની મેચ જાપાન ભલે ગ્રીસ સામે હારી ગયું પણ એ મેચ બાદ તેમણે જે ચેષ્ટા કરી તેનાથી તેમણે વિશ્વભરના લોકોનાં હ્રદય જીતી લીધાં.
        એ મેચમાં હારી જવા છતાં વરસાદ પડતો હોવાને લીધે રેનકોટ પહેરી બ્લુ સમુરાઈઝ એવા જાપાનનાં ખેલાડીઓ સાચી સ્પોર્ટ્સમેનશીપ અને ભલાઈ દાખવતા હાથોમાં કચરો ભરવાની થેલીઓ લઈ આખા સ્ટેડિયમમાં ફરી વળ્યાં.બીજાં દેશોનાં લોકો મેચ વખતે અને મેચ બાદ ખુશી કે નિરાશા બંને વ્યક્ત કરવા હિંસા,અશોભનીય વર્તન અને તોફાનનો આશરો લેતાં હોય છે જ્યારે બ્રાઝીલના એ મેદાનમાં ભેગા થયેલા ૧૫૦૦૦ જાપાનીઝ ચાહકોએ પણ તેમની સાંસ્કૃતિક પરંપરામાં વણાયેલી ઉત્કૃષ્ટ નાગરિકી ફરજ અને જવાબદારીભર્યાં વલણનું પ્રદર્શન કર્યું. જાપાનમાં જાહેર સમારંભો,રમતગમતનાં કાર્યક્રમો કે તહેવારો બાદ હાજર સૌ પોતે જ એ જગાની સફાઈ કરે એવી પ્રણાલી છે. હોટલમાં ખાવા જનાર પણ ખાઈ લીધા બાદ પોતે જ પોતાનું ટેબલ સાફ કરે અને જાહેર કાર્યક્રમો બાદ પણ લોકો કચરો નાંખવાની થેલી પોતાની સાથે ઘેર લઈ જાય છે જેથી કચરો અહિ-તહિ ફેલાવવાની જગાએ તેનો યોગ્ય નિકાલ કરી શકાય.
ફૂટબોલ મેચ બાદ એક જાપાનીઝ ફૂટબોલ ચાહકે નેશનલ પબ્લિક રેડિયોને કહ્યું : " અમે જે કોઈ યજમાન દેશમાં જઈએ ત્યાં થોડી ઘણી સાફસફાઈ કરી દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમારા જાપાનમાં સ્વચ્છતાનું કેટલું મહત્વ છે અને તેથી અમે અહિં પણ (સ્વચ્છતા જાળવી) એમ જ કર્યું છે."
આ મેચને અંતે હારી ગયેલી જાપાનની ટીમના ખેલાડીઓએ મેદાન પર માનવ સાંકળ રચી તેમના ચાહકો સામે તેમના સહકાર બદલ,  ઝૂકીને તેમનું અભિવાદન કર્યું.
આ પ્રસંગની તસવીરો ઇન્ટરનેટ પર વિજળી વેગે પ્રસરી ગઈ હતી અને તેમણે જાપાનને સાચી સ્પોર્ટ્સમેનશીપના જ્વલંત ઉદાહરણ તરીકે ખ્યાતિ અપાવી હતી.
આ મેચના યજમાન દેશ બ્રાઝીલે પણ આ ચેષ્ટા બદલ જાપાનની ભારોભાર પ્રશંસા કરી પોતાના દેશવાસીઓને એમાંથી મહામૂલા પાઠ શિખવા કહ્યું હતું.

('ઈન્ટરનેટ પરથી')