જે કંઈ તમને હેરાન - પરેશાન કરે છે તે તમને ધીરજ રાખતા અને શાંત રહેતા શીખવે છે.
જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના પગ પર ઉભા રહેતા શીખવે છે.
જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા અને ઉદારતાના પાઠ શીખવે છે.
જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ રાખતા શીખવે છે.
જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ કરતા શીખવે છે.
જે કંઈ તમને ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે.
જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા શીખવે છે.
જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને સ્વતંત્ર થતા શીખવે છે.
જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ શોધતા શીખવે છે.
જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો કે પ્રતિકાર કરતા શીખવે છે.
જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે.
જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે.
(ઇન્ટરનેટ પરથી)
Showing posts with label 'gujarati articles'. Show all posts
Showing posts with label 'gujarati articles'. Show all posts
Monday, August 5, 2019
Monday, June 3, 2019
કદર અને પ્રશંસાનાં બે શબ્દો
પ્રશ્ન : તમારી માતાએ તમને આપેલી શ્રેષ્ઠ શિખામણ કઈ?
જોનાથન પેટીત દ્વારા જવાબ :
હું દસેક વર્ષનો હતો. મારી માતાએ હંમેશની જેમ અતિ સ્વાદિષ્ટ એવી રસોઇ બનાવી મને જમાડ્યો હતો. મેં ધરાઈને મારું એ ભાવતું ભોજન આરોગ્યું હતું. પછી જ્યારે હું વાસણ ધોઈ રહ્યો હતો ત્યારે મા મારી પાસે આવી કહેવા લાગી, "ભોજનનો સ્વાદ આજે બરાબર નહોતો ને? હું દિલગીર છું."
મને ઝાટકો લાગ્યો. મેં કહ્યું, "બિલકુલ નહીં. મને તો એ ખૂબ ભાવ્યું."
તેણે ખોટા આશ્ચર્યના ભાવ સાથે કહ્યું,"ખરેખર? તું રોજ શાંતિથી કંઈ જ કહ્યા વગર ખાઈ લે છે. તે મને ક્યારેય કહ્યું જ નથી કે તને મારી બનાવેલી રસોઈ ભાવે છે કે નહીં, એટલે મેં ધારી લીધું કે આજે પણ તને ભોજન બિલકુલ ભાવ્યું નહીં હોય."
મેં કહ્યું, "ના... ના... એવું નથી. તું તો મારી દ્રષ્ટિએ જગતની શ્રેષ્ઠ રસોઈયણ છે. " મમ્મીએ જવાબ આપ્યો," તો પછી તારે મને એ ક્યારેક કહેવું જોઈએ ને. જ્યારે કોઈ પણ તમારા માટે કંઈક સારું કરે ત્યારે તમારે તેનો આભાર અચૂક માનવો જોઈએ.જો તમે એમ ન કરો તો એવું બની શકે કે એ માનવા લાગે કે તમે તો એની કદર જ નથી કરતા અને એ તે સારી વસ્તુઓ કરવાનું છોડી દેશે."
મને તરત ચમકારો થયો. એ દિવસથી હું એ દરેકનો આભાર માનવા લાગ્યો જે મારા માટે થોડું ઘણું પણ સારું કરતા હોય,મારી જરા જેટલી પણ મદદ કરતા હોય. એ મારી આદત બની ગઈ જેના વિશે મેં પહેલા ક્યારેય જરા સરખો પણ વિચાર સુદ્ધા કર્યો નહોતો. અને ચમત્કાર થયો!
લોકો મને વધુ પસંદ કરવા લાગ્યા. તેઓ મારી સાથે વધુ વાતચીત કરવા માંડ્યા,મારી સાથે વધુ વહેંચવા માંડ્યા. તેઓ મારા વધુ સારા મિત્રો બની રહ્યાં. મારી હાઈ સ્કૂલના પ્રથમ વર્ષમાં છેલ્લા સપ્તાહે એક દિવસ હું ઘેર પાછો ફર્યો ત્યારે એક મોટી ભેટ મારી રાહ જોઈ રહી હતી! મેં અંત:સ્ફૂરણા થી પ્રેરાઈને કહ્યું, "મમ્મી, તારો ખૂબ ખૂબ આભાર!"
પણ તેણે મને આશ્ચર્ય માં મૂકતા કહ્યું કે એ ભેટ તેના તરફથી નથી. એ મારા બસ ડ્રાઇવર તરફથી હતી. એ તે બસ વર્ષોથી ચલાવતો હતો પણ હું એવી પહેલી વ્યક્તિ હતો જેણે તેનો મને સ્કૂલમાં ઉતારવા અને સહી સલામત પહોંચાડવા આભાર માન્યો હતો. એ આભારના શબ્દોએ કમાલ કરી દીધી અને તે એટલો ગદગદિત થઈ ગયો હતો કે તેણે મને એક ભેટ મોકલાવી હતી!
આવી છે કદરના કે પ્રશંસાના શબ્દોની તાકાત. તમારી પાસે જો એ હશે દુનિયામાં તો બધું સારું થશે, પણ જો તમારી પાસે એ નહીં હોય તો તમારાં જીવનમાં કંઈક ખૂટતું હોવાનો અનુભવ થશે. મારી માતાએ આમ તો મને ઘણું બધું શીખવ્યું હતું પણ તેમાંથી ગમે તેવી પરિસ્થિતિમાં આભારનાં બે શબ્દો બોલવાની શીખામણ શ્રેષ્ઠ હતી.
તમે એવી ઘણી વ્યક્તિઓને મળ્યાં હશો જેઓ પોતાને સારા વિવેચક ગણાવતા હશે પણ શું તમે એવી કોઈ પણ વ્યક્તિને મળ્યા છો જે કહી શકે કે હું અન્યોના વખાણ કરવામાં એક્કો છું?શું આ આપણાં સમાજની એક દુ:ખદ હકીકત નથી?
ચાલો, આપણી આસપાસના લોકોને વખાણના બે શબ્દો વારંવાર કહેવાની શરૂઆત કરીએ, ખાસ કરીને તેમને જેઓ આપણાં ખાસ કે નજીકના હોય.
સાંભળવામાં સૌથી સારા લાગતા શબ્દો કદર અને પ્રશંસાનાં હોય છે.

Sunday, September 24, 2017
કેટલાક મનોવૈજ્ઞાનિક તથ્યો
• કોઈ ને આપેલું આલિંગન ૨૦ સેકન્ડ સુધી લંબાય તો ઓક્સિટોસીન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે જેનાથી એ વ્યક્તિ નો તમારા પ્રત્યે વિશ્વાસ વધે છે.
• હતાશામાં જીવતા લોકો હતાશામાં ન હોય તેવા લોકો કરતાં ત્રણ ગણાં વધુ સ્વપ્નો જુએ છે.
• જે સ્ત્રી - પુરુષો વધુ સંગીત સાંભળતા હોય છે તેઓ વધુ સારું વાતચીત કરવાનું કૌશલ્ય ધરાવતાં હોય છે.
• મગજ નાં જે ભાગમાં શારીરિક પીડાનો અનુભવ કરાવતું કેન્દ્ર હોય છે ત્યાંજ એકલતાની અનુભૂતિનો અહેસાસ કરાવતું કેન્દ્ર હોય છે.
• ભૂરો રંગ શાંતિનો અનુભવ કરાવતાં હોર્મોન્સનો મગજ માં સ્ત્રાવ પેદા કરે છે અને શાંતિની અસર પેદા કરે છે.
• જ્યારે તમે પીડા માં હોવ ત્યારે ગાળો ભાંડવા થી કે ગુસ્સો ઠાલવી દેવાથી પીડા ઓછી થાય છે.
• ટોણા મારતા લોકોને કે આડમાં બોલતાં લોકોને રોજ સાંભળવાથી તમારી સર્જનાત્મકતામાં વધારો થાય છે.
• તમારો બુદ્ધિ આંક જેટલો વધુ ઊંચો એટલા તમે વધુ મહત્વકાંક્ષી.
• જ્યારે તમારું નામ કોઈ બોલ્યું ન હોય તેમ છતાં તમને એ સંભળાય એ તંદુરસ્ત દિમાગની નિશાની છે.
• માનસિક પીડા માત્ર ૧૨ મિનિટ સુધી અનુભવાય છે, એનાથી વધુ જે કંઈ અનુભવો એ તમે પોતે ઉભું કરેલું હોય છે.
• ૮૦ % સમયે, તમે મૂળ કોઈ વ્યક્તિને યાદ કરતાં હોતાં નથી પણ એ વ્યક્તિ સાથે તમે સર્જેલી યાદગાર પળો ને મમળાવતા હોવ છો.
• ખોટે ખોટે કરેલું સ્મિત પણ તમારાં મૂડ માં સુધારો કરે છે.
• પુરુષો રમૂજી સ્ત્રીઓ થી ગભરાતાં હોય છે.
• માણસો ની જેમ કીડીઓ પણ યુદ્ધો કરે છે. તેમની એક રસપ્રદ વ્યૂહનીતિ મુજબ તેઓ નબળી કીડીઓ ને પહેલા લડવા મોકલે છે.
• સરેરાશ મહિલા તેની પેટીમાં ૨૬ વસ્તુઓ એવી મૂકશે જેની તેને ક્યારેય જરૂર નહી પડવાની હોય.
• જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની શ્રવણ શક્તિ સૌથી છેલ્લી જાય છે.
• તમારી સર્જનાત્મકતા મોડી રાત્રે સૌથી વધારે અને બપોરે સૌથી ઓછી હોય છે.
• ચુંબન તમારી પાચન શક્તિ ઝડપી બનાવે છે. જે યુગલ દિવસમાં 3 થી પ ચુંબન કરે છે તે મોટે ભાગે વધારે વજન ધરાવતું નહિ જોવા મળે.
• અભ્યાસ દર્શાવે છે કે જે બાળકો સારી રીતે જુઠ્ઠુ બોલતાં હોય છે તે મોટા થઈ ને વધુ સફળ વયસ્ક બનતાં હોય છે.
• સંગીત સાંભળવું એ એવી કેટલીક જૂજ પ્રક્રિયાઓમાંની એક છે જેમાં સંપૂર્ણ મગજ કાર્યરત થાય છે.
• અસુરક્ષિત લોકો એવા લોકો ને વધુ ધિક્કારતા જોવા મળે છે જેમને તેઓ બરાબર ઓળખતા પણ હોતા નથી.
• કોઈ બાબત વિશે વધુ પડતું વિચારવાથી તમારું મગજ ધીરુ પડે છે.
• એક કરતાં વધુ ભાષા બોલવાથી તમારું મગજ વધુ તેજ બને છે, એ તમારો બુદ્ધિ આંક પણ વધુ ઉંચો લઈ જાય છે.
• ગોસિપ (છૂપી છૂપી વાત કરવી) સ્ત્રીઓ ના મગજ નાં એવાં ભાગ ને ઉત્તેજીત કરે છે જે આનંદ અને સુખ સાથે સંકળાયેલો છે.
• સ્ત્રીઓ રમૂજવૃત્તિ ધરાવતા પુરુષો ને વધુ પસંદ કરે છે કારણ એ બુદ્ધિ અને પ્રમાણિકતા સાથે સંકળાયેલી છે.
• પીડા માણસનો દ્રષ્ટિકોણ અને અભિગમ સંપૂર્ણ રીતે બદલવા સક્ષમ છે.
• ડર તમારી દ્રશ્ય ક્ષમતા અને નિર્ણય શક્તિમાં ક્ષણિક સુધારો કરે છે.
• જાત સાથે વાત તમને વધુ હોંશિયાર બનાવે છે.
• મગજ અતિ શક્તિશાળી વસ્તુ છે. માંદા પડવાની ચિંતા તમને વાસ્તવમાં માંદા પાડી દે છે.
• ગાવાથી માનવ મન હતાશા અને બેચેનીથી દૂર રહી શકે છે.
• જયારે તમે કોઈની સાથે ચાલતાં ચાલતાં વાતચીત કરો છો ત્યારે તમારાં પગલાં આપોઆપ એકમેક સાથે એકસંગતતા ધારણ કરે છે.
• ૭૦ટકા લોકો રાતે પથારી માં પડ્યા પડ્યા વિચાર કરતાં હોય છે કે દિવસ દરમ્યાન વાતચીત માં તેમણે આમ નહીં તેમ કહેવું જોઈતું હતું.
• જે બાળકો સંગીત શીખે છે તેમનો બુદ્ધિ આંક વધુ ઉંચો હોય છે.
• ચોકલેટ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, તાણ માંથી મુક્તિ અપાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ઉચાટ ઓછો કરે છે.
• સ્મિત ચેપી હોય છે. તે વધુ ને વધુ ફેલાવો.
• જે યુવતિઓનાં યુવતિ મિત્રો કરતાં યુવક મિત્રો વધુ હોય છે તે ઓછી હતાશા અને મૂંઝવણ અનુભવતી હોય છે.
• કઇંક નવું શિખ્યા પછી સૂઈ જવાથી એ શિખેલી બાબત કાયમ માટે મનમાં યાદ રહી જાય છે.
• 70 ટકા લોકો સ્વપ્નમાં વસ્તુઓ જૂએ છે અને પછી ક્યારેક તેમનાં જીવનમાં એ જ વસ્તુઓ વાસ્તવમાં જૂએ છે.
• મનોચિકીત્સક અભ્યાસ દર્શાવે છે કે જ્યારે તમે કોઈક ના વિશે વિચારવાનું બંધ ન કરી શકતા હોવ ત્યારે એમ થવાનું કારણ એ પણ હોઈ શકે છે કે તેઓ પણ સતત તમારા વિશે વિચારી રહ્યા હોય.
(ઇન્ટરનેટ પરથી)
Subscribe to:
Posts (Atom)