મને તમારાં વિશે તો ખ્યાલ નથી પણ આ મારી વાત છે, જે મારા ધ્યાનમાં આવી છે. હું એક પૂર્ણ સમય ઘરમાં રહેનારી માતા છું - ફૂલ ટાઇમ સ્ટે એટ હોમ મોમ. મારા મિત્રો મને સુપર મોમ કહે છે. મારું બાળક ઓલ રાઉંડર બને એનું હું ધ્યાન રાખું છું. તે ભણવામાં અવ્વલ આવે છે, ડ્રામા, ડાંસ, સ્પોર્ટ્સ, વકતૃત્વ અને કંઈ કેટલું ય - એ બધામાં તે આગળ છે! તેના ખોરાક પ્રત્યે પણ હું વધુ પડતી સભાન છું. તેને સારામાં સારું આરોગ્યપ્રદ હોય એવું જ ખાવાનું આપવા હું પોતે વધુ પડતી તાણ અનુભવું છું.
તેના માટે જ હું એકડે એકથી એકઝોટીક ફૂડ બેક કરતાં અને રાંધતા શીખી છું. લગ્ન પહેલાં તો મને માત્ર ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવતાં આવડતું. મારા પુત્રને મારા હાથે બનાવેલું ખાવાનું ખૂબ ભાવે છે અને રોજ તે રીસેસમાં મમ્મીએ ટિફિન બૉક્સમાં શી સરપ્રાઇઝ આઇટમ મૂકી હશે તેની રાહ જોતો હોય છે!
હું મારા બાળકની દરેક પ્રવૃતિઓ પર ધ્યાન આપતી રહું છું અને કદાચ તેની ધોરણ ૮ ની સમાજ-વિજ્ઞાનની ટીચર કરતાં વધુ જ્ઞાન મને હશે! હું પોતે ડ્રાઇવ કરીને તેને તેનાં દરેક પ્રવૃતિના વર્ગોમાં મૂકવા જાઉં છું અને જ્યારે તે કોઈક સ્પર્ધામાં જીતે ત્યારે હું તેને લાડ લડાવી બગાડું છું!
પણ જેમ જેમ મારો પુત્ર મોટો થતો ગયો છે તેમ તેમ આદર્શ મોમ બનવાની લ્હાયમાં હું ક્યાંક આનંદી મોમ બનવાનું ભૂલી ગઈ છું. એ સમય સાથે પરિવર્તન પામતો ગયો છે, પણ હું નહીં. મારો એ પુત્ર જે એક સમયે મારી પૂજા કરતો હતો, ચિડાવા અને બળવો પોકારવા માંડ્યો છે. મેં આ સમસ્યાના સમાધાન માટે અજ્ઞાત રહી એક હેલ્પલાઇનની મદદ લેવાની પણ કોશિશ કરી, પણ એનાથી કંઈ વળ્યું નથી.
થોડા દિવસ અગાઉ ગુસ્સામાં મેં એની પર હાથ ઉગામ્યો અને ત્યારે એણે મને પ્રતિભાવમાં જે રીતે ઘૂરી એ જોઈને હું ડઘાઈ ગઈ. એ આઘાત પામ્યો, ગુસ્સે થયો અને નિરાશ થયો. તેની આંખો આંસુ અને નફરતથી ભરાઈ ગઈ. તેણે મારી સાથે બોલવું બંધ કરી દીધું. એ રાતે તે મને ગુડ નાઇટ કીસ આપ્યા વગર જ સૂઈ ગયો. પહેલાં એ બસમાં સ્કૂલે જતો હોય તો બસમાંથી હું દેખાવાની બંધ થઈ જાઉં ત્યાં સુધી હાથ હલાવી આવજો કરતો, પણ બીજે દિવસે તેણે સ્કૂલે જતાં મને આવજો કર્યું નહીં
તેના ગયા પછી હું ખૂબ રડી. પણ હું વિચારે ચડી. આ મારા માટે બ્રેક પોઇન્ટ હતો.
મને ખ્યાલ આવ્યો કે મેં તેની સાથે સંવાદ સાધવાનું બંધ કરી દીધું હતું. હું માત્ર તેને ફલાણું કર - ઢીંકણું કર,ક્લાસ માટે તૈયાર થઈ જા, ભણવા બેસ વગેરે કહી આદેશો આપ્યા કરતી. તેના માર્કસ ઓછા આવે ત્યારે હું ખીજાઈ જતી. મેં તેને દિવસ કેવો ગયો, તે કેવું અનુભવે છે, શું વિચારે છે એ બધું પૂછવાનું જ બંધ કરી દીધું હતું. મેં તેને સુવડાવવાનું બંધ કરી દીધું હતું, હું તેને કેટલો પ્રેમ કરું છું એ વ્યક્ત કરવાનું બંધ કરી દીધું હતું.હું તેને ઝટપટ ઉંઘાડી દેતી, જેથી તેનો બીજા દિવસનો ડબ્બો તૈયાર કરી શકું. તે ડબ્બો ખોલી સરપ્રાઇઝ પામવો જોઈએને ?
એ દિવસે આ બધું વિચારતા મેં ઉંડો શ્વાસ લીધો. એ સ્કૂલેથી પાછો ફર્યો ત્યારે મેં સરસ આનંદી સ્મિત સાથે તેને આવકાર્યો. તેના માટે મેં તેનો મનપસંદ નાસ્તો બનાવ્યો અને એ તેણે ખાધો ત્યારે મેં રસપૂર્વક તેની સાથે વાતચીત કરી. હું એ દિવસે તેને ટ્યૂશન માં લઈ ગઈ ત્યારે રસ્તામાં ડ્રાઇવ કરતી વખતે પણ મેં તેની સાથે વાર્તાલાપ કર્યો. એ રાતે જમ્યો ત્યારે પણ મેં તેની સાથે વાતચીતનો દોર જાળવી રાખ્યો.
એ સૂવા ગયો ત્યારે પણ મેં તેની સાથે વાત માંડી. મેં તેને 'બિગ બોય' તરીકે ટ્રીટ ન કરવા બદલ તેની માફી માંગી. આ બધું હું બોલી રહી હતી એ દરમ્યાન તે મૂક બની સાંભળી રહ્યો હતો. પણ હવે એ બોલ્યો.
તેણે કહ્યું, "મમ્મી મને ખબર છે કે તું મારા માટે કેટલી મહેનત કરે છે. પણ તું માનીશ, તું જ્યારે મારી સાથે વાત કરે છે ને ત્યારે મને એ સૌથી વધારે ગમે છે. મારા માટે દર વખતે કઇંક નવું રાંધવાની મથામણ ને કારણે તું મારી સાથે વાત કરવાનું ચૂકી જતી હોય તો એ રાંધવાનું મૂકી દે. પણ મારી સાથે વાત કર. "
મુદ્દો આ છે : તેમના માટે સમય કાઢો, તેમની સાથે વાત કરો. તમે એમના માટે શું ખરીદ્યું એ તેમને યાદ રહેશે નહીં. બાળકોને અહમ્ હોતો નથી. તમારી ભૂલ થાય તો તેમની માફી માંગી લો. તેમને પ્રશંસાના શબ્દો કહેતા રહો, તેમને કહેતા રહો કે તમે તેમને કેટલું ચાહો છો. તેમને સતત તમારા તરફથી કંઈક સાંભળતા રહેવાની ખેવના હોય છે. આજની પેઢીના બાળકો જુદાં છે અને તેમની સામે જૂની પરંપરાગત પેરેન્ટીંગ પદ્ધતિઓ ચાલશે નહીં.
પેલા દિવસ પછી મારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે મારા ઘરમાં વધુ શાંતિ છે. મારો પુત્ર હું તેને જે કહું તે સાંભળે છે, મારું બધું કહ્યું માને છે. એ પોતે પણ મને વધુ શાંત અને પાકટ થઈ ગયો હોય એવું લાગે છે. આપણે સૌ માતાપિતા આ જ નથી ઇચ્છતા? આદર્શ માતા કરતા આનંદી માતા હોવું વધારે અગત્યનું છે.
(ઇન્ટરનેટ પરથી)
Showing posts with label 'Mothers Day'. Show all posts
Showing posts with label 'Mothers Day'. Show all posts
Sunday, May 12, 2019
Sunday, May 21, 2017
મધર્સ ડે સ્પેશિયલ - માતા એટલે માતા
યુવાન
માતાએ પોતાના ડગ જીવનપથ પર
માંડયા.તેણીએ વટેમાર્ગુને પૂછ્યું"શું આ રસ્તો લાંબો
છે?" વટેમાર્ગુએ જવાબ આપ્યો:"હા.અને અતિ
કપરો પણ.તું એના
અંત સુધી પહોંચીશ ત્યાં સુધી તો તુ ઘરડી
પણ થઈ ગઈ હોઇશ.પણ અંત શરુઆત
કરતા ચોક્ક્સ સારો હશે."પણ યુવાન માતાએ
તો ખુશ હતી.તે માનતી હતી
કે આ યાત્રા દરમ્યાનનાં
વર્ષો તો તેણીના જીવનના
અતિ યાદગાર સુખદ વર્ષો હશે.તેણી તો પોતના બાળકો
સાથે હોંશભેર રમતી,માર્ગમાં આવતા ફૂલો બાળકો માટે ચૂંટતી,ઝરણાંના ખળખળ વહેતા પાણીમાં બાળકોને નવડાવતી આગળ ધપતી ચાલી.સુર્યપ્રકાશમાં કુદરતને ખોળે તેના બાળકો રમતા રમતા મોટા થવા લાગ્યા.તેણી ખુશીથી ક્યારેક રોઇ પડતી અને લવતી:"આથી સુખદ બીજુ શું હોઇ શકે?"
પછી રાત્રિ આવી અને સાથે વંટોળ આવ્યું.માર્ગમાં અંધારુ છવાઈ ગયું.બાળકો ઠંડી અને ડરથી થરથરવા લાગ્યા.માતાએ તેમને પોતાની પાસે ખેંચ્યા અને તેમને ધાબળો ઓઢાડી રક્ષણ પૂરું પાડ્યું અને બાળકો બોલી ઉઠયા,"માતા,હવે અમને કોઈ ડર નથી. તુ
અમારી પાસે છે તેથી હવે
કોઈ અમારું કંઈ બગાડી શકે એમ નથી."
અને
પછી સવાર પડી.આગળ એક ટેકરી હતી.છોકરાઓએ ચડવાની શરુઆત કરી.માતા પણ તેમની સાથે
ટેકરી ચડવા માંડી.છોકરાઓ થાકી ગયા.માતા પણ થાકી ગઈ.પણ તેણીએ સતત
પોતાના સંતાનોને સલાહ આપ્યા કરી,"થોડી ધીરજ ધરજો મારા વ્હાલાઓ...અને આપણે ટોચ પર પહોંચી જ
ગયા છીએ."અંતે તેઓ ટોચ પર પહોંચી ગયા
અને ખુશખુશાલ થઈ માતાને કહેવા
લાગ્યા,"મા, જો તુ અમારી
સાથે ન હોત તો
અમે ક્યારેય અહિં પહોંચી શક્યા ન હોત."અને
રાત્રે જ્યારે માતા તારાઓથી ભરેલા આકાશ નીચે પોઢી હતી ત્યારે વિચારી રહી,"આજ નો દિવસ
કાલ કરતા સારો રહ્યો,જ્યારે મારા બાળકો મુશ્કેલી ભર્યા સમયમાં હિંમત રાખવાના અને સહનશીલતાના પાઠ ભણ્યા.ગઈ કાલે મે
તેમને હિંમત આપી હતી, આજે મેં તેમને તાકાત આપી છે."
અને
બીજા દિવસે ક્યાંકથી કાળાડિબાંગ વાદળા ધસી આવ્યા.પૃથ્વી પર અંધકાર છવાઈ
ગયો.યુદ્ધ,નફરત અને શેતાનિયતના વાદળ હતા આ.બાળકો ગભરાઈ
ગયા અને એકમેકને વળગી પડ્યા.માતાએ તેમને કહ્યું:"ડરો નહિ,વાદળા પાછળ રહેલી તેજની ધાર પર તમારું ધ્યાન
કેન્દ્રિત કરો."બાળકોએ ધ્યાનથી જોયું અને તેમની નજરે અનંત ઝળહળતી રોશની પર પડી!તેઓ
બિલકુલ નિર્ભય બની ગયા.તેમને અંધકાર ચીરતી જ્યોતિનું માર્ગદર્શન મળી ગયું હતું ને!એ રાત્રે
માતાની ખુશીની કોઈ સીમા ન હતી,તેણે
બાળકોને ભગવાનના દર્શન કરાવ્યા હતા!
અને
દિવસો વિતતા રહ્યાં.મહિનાઓ અને વર્ષોના વહાણા વાયા અને માતા ઘરડી થઈ ગઈ.તેનું
શરીર જીર્ણ થઈ ગયું અને
તે કમરેથી વાંકી વળી ગઈ.પણ તેના
બાળકો યુવાન,સશક્ત બની ગયા હતા અને ટટ્ટાર તેમજ હિંમત અને આત્મવિશ્વાસપૂર્વક ચાલતા હતા.જ્યારે રસ્તો ખરાબ હોય ત્યારે તેઓ માતાને ઊંચકી લેતા કારણ આમેય તેનુ વજનતો પીંછા જેટલું હતું!
અંતે
તેઓ શિખરે પહોંચ્યા અને ત્યાં તેમણે પ્રકાશથી ઝગારા મારતો રસ્તો જોયો.ત્યાં સુવર્ણના મોટા દ્વાર ખુલેલા હતા.માતાએ કહ્યું,"અહિં મારી યાત્રાનો અંત આવે છે.અને હું
જાણું છું કે અંત શરુઆત
કરતા ઘણો સારો છે કારણ મારા
સંતાનો હવે ટટ્ટાર અને આત્મવિશ્વાસપૂર્વક ચાલી શકે છે અને તેમના
સંતાનોને પણ યોગ્ય માર્ગે
દોરવા સક્ષમ બની ગયા છે."
સંતાનો
બોલ્યા,"મા, તુ તો અમારી
સાથે જ રહેશે, આ
સુવર્ણ દ્વારમાંથી અંદર ચાલી ગયા બાદ પણ."અને તેઓ તેણીને એકલી અંદર ચાલી જતી જોઈ રહ્યાં...તેણીના અંદર ચાલી ગયા બાદ દ્વાર બંધ થઈ ગયા.સંતાનો
બોલ્યા,"અમે તેને જોઈ શક્તા નથી પણ હજી તેની
હાજરી અમારી સાથે જ અનુભવી રહ્યા
છીએ.અમારી માતા જેવી મા એક સુખદ
સ્મરણથી ચોકકસ કંઈક વિશેષ છે.તેણી હજી
જીવંત છે અને સદાયે
રહેશે..."
તમારી
માતા હંમેશા તમારી સાથે જ હોય છે.તમે જ્યારે રસ્તા પર ચાલી રહ્યા
હોવ ત્યારે બાજુએથી આવતાં ઝાડના પાંદડાઓના સળવળાટમાં તેણી રહેલી હોય છે,તમારા ધોયેલા
સ્વચ્છ વસ્ત્રોની સુગંધમાં તેણી રહેલી હોય છે.જ્યારે તમે
માંદા હોવ ત્યારે તમારા કપાળ પર પ્રેમ અને
કાળજીપૂર્વક ફરી રહેલા હાથમાં તેણી રહેલી હોય છે.તમારા હાસ્યમાં
અને તમારાં આંસુના એકે એક ટીપામાં તેણી
રહેલી હોય છે.તમારું અસ્તિત્વ
તેને જ આભારી છે.તેણી તમારું પ્રથમ ઘર છે અને
તેણી જ નકશો છે
જે તમે સતત અનુસરો છો.તેણી જ
તમારો પ્રથમ પ્રેમ છે અને પૃથ્વીપર
ની કોઈ તાકાત તેણીના પ્રેમમાં ઓટ લાવી શકવા
સમર્થ નથી...સમય પણ નહિં,સ્થળ
પણ નહિં અને ન મ્રુત્યુ...
તમારી
માતાને અને તેણીના પ્રેમને ક્યારેય અવગણશો નહિં...
('ઈન્ટરનેટ
પરથી')
Monday, May 11, 2015
મધર્સ ડે સ્પેશિયલ - એક માતાનો પ્રેમ
[ માતાના પ્રેમ ઉપર લખાયેલી એક સુંદર અંગ્રેજી કવિતાનો ભાવાનુવાદ આજે ઇન્ટરનેટ કોર્નરમાં આવતી કાલે ઉજવાનારા 'મધર્સ ડે' ના ઉપાલક્ષ્યમાં રજૂ કર્યો છે...આશા છે તમે સૌ એ વાંચી એમાં વર્ણવેલા વિચારો સાથે સંપૂર્ણ સહમત થશો...જગતની સર્વે માતાઓને વંદન ! ]
એક માતાના પ્રેમની ક્યારેય કોઈ વ્યાખ્યા કરી શકશે નહિ..
એ ગહન સમર્પિતતા,ત્યાગ અને વેદનાઓનો બનેલો હોય છે...
એ શાશ્વત હોય છે,નિસ્વાર્થ હોય છે...
અને કોઈ પણ ભોગે સહન કરવાની વૃત્તિથી ભર્યો હોય છે...
તેનો કોઈ નાશ કરી શકતું નથી અથવા આ પ્રેમને કોઈ છિનવી શકતું નથી...
એમાં ધીરજ છે અને ક્ષમા છે અન્ય બધાં તરછોડી દે ત્યારે પણ સંતાનને સ્વીકારવાની ભાવના છે...
એ ક્યારેય નિષ્ફળ જતો નથી કે ઓછો થતો નથી ભલેને પછી તેનું પોતાનું હ્રદય તૂટતું કેમ ન હોય...
જ્યારે જગત આખું ધિક્કારતું હોય, એ વિશ્વાસની સઘળી સરહદો પારનો વિશ્વાસ ધરાવે છે
અને એ દુર્લભમાં દુર્લભ અને અતિ તેજસ્વી રત્નોના ઝળહળતા તેજ કરતાં પણ વધુ સૌંદર્ય સાથે પ્રકાશે છે... એ અવ્યાખ્યાતિત છે અને તેને કોઈ રીતે સમજાવી શકાતો નથી...
અને તે એક રહસ્ય સમાન જ બની રહે છે...
કુદરતના બેજા કેટલાક વણ ઉકેલ્યા રહસ્યોની જેમ...
એવો એક ભવ્ય ચમત્કાર જેને મનુષ્ય ક્યારેય સમજી શકતો નથી અને ઇશ્વરના પ્રેમાળ અસ્તિત્વનું અદભુત પ્રમાણ છે માનો પ્રેમ...
- હેલન સ્ટીનર રાઈસ
('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 10, 2014
મધર્સ ડે સ્પેશિયલ : દેવદૂત - માતા
બાળકે
ભગવાનને પૂછ્યું,"તેઓ કહે છે તમે આવતી કાલે મને પૃથ્વી પર મોકલવાના છો પણ હું
આટલો નાનો અને નિ:સહાય હોવાથી ત્યાં જીવીશ
કઈ રીતે?"
ભગવાને
કહ્યુ,"ત્યાં દેવદૂત તારી પ્રતીક્ષામાં હશે અને તે તારી કાળજી રાખશે."
બાળકે
પૂછ્યું,"પણ મને એ તો કહો અહી સ્વર્ગમાં મારે સુખી રહેવા કંઈ જ કરવું પડતું નથી માત્ર સ્મિત આપ્યા કરવાનું હોય છે અને ગાતા
રહેવાનું હોય છે. ત્યાં શું થશે?"
ભગવાને
કહ્યું,"દેવદૂત તારા માટે ગાશે અને તારા માટે સ્મિત પાથરશે. તું એનો પ્રેમ અને
વાત્સલ્ય હર પળ અનુભવીશ અને તું એની દરકાર હેઠળ સુખી રહીશ.
ફરી
બાળકે પૂછ્યું,"મને જ્યારે ત્યાંના મનુષ્યોની ભાષા નહિ સમજાય અને તેમણે મારી સાથે
વાત કરવી હશે તો હું કઇ રીતે સમજી શકીશ?"
ભગવાને
કહ્યું,"દેવદૂત તને તે ક્યારેય સાંભળ્યા નહિ હોય એવા મીઠામધુરા શબ્દો સંભળાવશે
અને ઘણી ધીરજ અને કાળજીથી એ તને મનુષ્યલોકની ભાષા શિખવશે."
બાળકે
પૂછ્યું,"અને જ્યારે મારે તમારી સાથે વાત કરવી હશે ત્યારે એ હું શી રીતે કરીશ?"
ભગવાને
કહ્યું,"દેવદૂત તને બે હાથ જોડી મારી પ્રાર્થના કઈ રીતે કરવી અને એ દ્વારા મારી
સાથે વાત કેમ કરવી એ શિખવશે."
બાળકે
પૂછ્યું,"મારું રક્ષણ કોણ કરશે?"
ભગવાને
કહ્યું,"પોતાના જીવના જોખમે પણ દેવદૂત તારી રક્ષા કરશે."
બાળકે
કહ્યું,"પણ હું તમને જોઈ ન શકવાને કારણે સતત ઉદાસ રહીશ."
ભગવાને
કહ્યું,"હું અદ્રશ્ય રહીને પણ સદાયે તારી આસપાસ જ હોઇશ આમ છતા દેવદૂત સદાયે તારી
સાથે વાત કરવા આતુર રહેશે અને મને કઈ રીતે પામવો તેના માર્ગ પણ એ જ તને શિખવશે
"
એ
ક્ષણે જ સ્વર્ગમાં અદભૂત શાંતિ છવાઈ ગઈ અને
પૃથ્વી પરના કોલાહલનો સ્વર વધતો ચાલ્યો.
બાળકે
ઝડપથી પૂછ્યું,"હે ભગવાન, જો હવે મારે અહિ થી જવાનું જ તો મને એ દેવદૂતનું નામ
તો જણાવો..."
ભગવાને
જવાબ આપ્યો,"તું એને 'માતા' નામે સંબોધી શકશે..."
('ઈન્ટરનેટ
પરથી')
Friday, May 10, 2013
'મધર્સ ડે સ્પેશ્યલ' : માતાની નોકરી
{
'ઇન્ટરનેટ કોર્નર'નો ૪૫૦મો હપ્તો
વ્હાલા વાચક મિત્રો,
આજે તમારી પ્રિય કટાર 'ઇન્ટરનેટ કોર્નર'નો ૪૫૦મો હપ્તો રજૂ કરતાં ખૂબ આનંદ થઈ રહ્યો છે.તમારા બધાંના સ્નેહ અને પ્રોત્સાહક પ્રતિભાવોને કારણે જ લગભગ નવેક વર્ષની આ લાંબી સફર શક્ય અને સફળ બની છે. ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના ગૂર્જર ગ્રંથ્રત્ન દ્વારા પ્રકાશિત પાંચ પુસ્તકો કથા કોર્નર, મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો પણ ખૂબ લોકચાહના પામ્યાં છે અને તેમને ચાર આવૃતિ અત્યાર સુધી પ્રગટ થઈ ચૂકી છે.આ પુસ્તકો મેળવવા તમે મારો સંપર્ક કરી શકો છો. બસ આમજ સારા વિચારો વાંચતા અને વંચાવતા રહેજો.
હ્રદય પૂર્વક આભાર!
- વિકાસ ઘનશ્યામ નાયક
}
માતાની નોકરી
માતાની નોકરી / કાર્ય / જવાબદારીની વિગતો થોડી વિચિત્ર લાગે એ રીતે રજૂ કરેલ છે,પણ મને ખાતરી છે કે જો એ તેના મૂળ સ્વરૂપે આ રીતે જ રજૂ થતી હોત તો આપણામાંના કોઈએ તે સ્વીકાર્યું ન હોત!
સ્થાન /પદવી :
માતા,મા,મમ્મી,મોમ
કામકાજનું વર્ણન :
લાંબો સમય ટકી રહે એવા ઉમેદવાર માટે પડકારજનક, કાયમી કામકાજ, મોટેભાગે અવ્યવસ્થિત એવા કાર્યસ્થળ (ઘર) માટે જોઇએ છે. ઉમેદવાર પાસે સારામાં સારી વાક્પટુતા અને વ્યવસ્થા કૌશલ્ય હોવા જરૂરી છે અને મોડી સાંજ કે રાતો સુધી સપ્તાહાંતે પણ ફરજ બજાવવાની તૈયારી અપેક્ષિત છે.
ક્યારેક રાતોની લાંબી મુસાફરી અને વરસાદની મોસમમાં પણ પ્રાથમિક શિક્ષણના તાલીમ કેમ્પ્સની જગાઓએ જવું અનિવાર્ય.દૂર દૂરના શહેરોમાં લાંબા કાળના સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ માટે પ્રવાસ કરી ત્યાં રહેવાની તૈયારી.મુસાફરીના પૈસા આપવામાં આવશે નહિં.ભારે માલસામાન ઉંચકવાની અને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાની તૈયારી.
જવાબદારીઓ :
બાકીની જિંદગીમાં ધિક્કારપાત્ર બનવાની તૈયારી(કાયમી નહિ તો હંગામી ધોરણે તો ખરા જ).જરૂર પડ્યે નાણાં પૂરા પાડવાની તૈયારી.ગાળો સહન કરવાની તૈયારી. ખચ્ચર જેટલી શારીરિક તાકાત હોવી જરૂરી જેથી મકાનના વાડા કે કોઈ પણ ભાગેથી બૂમ પડે ત્યારે માત્ર ત્રણ સેકન્ડમાં શૂન્યથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રતિભાવ આપી શકાય.નાનામોટા ઉપકરણોની મરામત,બાથરૂમ-સંડાસના નળ કે ફ્લશમાં નાનીમોટી ખરાબી કે કપડા અને બેગ્સની ઝીપર ચેન્સ સમી કરવાની આવડત. ફોન ઉપાડવા,તારીખો-મહત્વની તિથિઓ જાળવવી,ઘરકામના મહત્વના પ્રોજેક્ટ્સનું સુસંકલન.દરેક વયજૂથના અને જુદીજુદી માનસિકતા ધરાવતા ગ્રાહકો માટે સામાજિક મેળાવડા યોજવાની અને તેમના સુસંચાલનની આવડત જરૂરી.
એક ક્ષણે અવિભાજ્ય અંગ સમાન તો બીજીજ ક્ષણે ભોંઠપનું કારણ બનવાની તૈયારી.હજારો પ્લાસ્ટીકના અને અન્ય નાનામોટા રમકડાની ખરીદી થી માંડી સુરક્ષિતતા ચકાસણી. હંમેશા શ્રેષ્ઠતમની અપેક્ષા પણ કનિષ્ઠમાં કનિષ્ઠ પરિણામ સ્વીકારવાની તૈયારી.'એન્ડ પ્રોડક્ટ'ની ગુણવત્તાની અંતિમ અને સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની તૈયારી.
બઢતીની શક્યતાઓ :
નહિવત. તમારી નોકરી એકજ પદ પર વર્ષોના વર્ષો સુધી રહેવા માટેની છે.તમને ફરિયાદ કરવાની તક મળશે નહિ તેમજ તમારે સતત પોતાની જાતે નવી નવી બાબતો શીખતા અને શિખવાડતા રહેવી પડશે જેથી જેના હાથમાં સત્તા આવે તે તમને સહેલાઈથી અતિક્રમી જઈ શકે.
પાછલો અનુભવ :
કમનસીબે બિલકુલ જરૂરી નથી.તમને થકવી નાંખે અને તમારી બધી જ શક્તિ ખર્ચાઈ જાય એ હદે તમને ઓન-ધ-જોબ ટ્રેનિંગ સતત મળતી રહેશે.
પગાર અને ભથ્થા :
આ બરાબર સમજી લો! અહિં પગાર તમને મળશે નહિં બલકે તમારે ચૂકવવાનો રહેશે.એ પણ નિયમિત વધારા અને બોનસ સાથે!
તેઓ (તમારા સંતાન) ૧૮ વર્ષના થાય ત્યારે એક મોટી રકમ તમારે આપવાની રહેશે કારણ સામાન્ય રીતે એમ મનાય છે કે મેટ્રીક પાસ કર્યા બાદ તે પોતાની મેળે કમાઈને નાણાંકીય દ્રષ્ટીએ સ્વનિર્ભર બની શકશે.
મરતી વેળાએ તમારે સઘળું તેમને આપી દેવાનું રહેશે. આ ઉલટી પગાર નીતિની વિશિષ્ટતા એ છે કે તમે એને ખરેખર માણશો અને તમને તેમાં વધુને વધુ આપવાનું મન થશે!
અન્ય લાભો :
કોઈ આરોગ્ય કે દંતવિમાની સુવિધા નહિ તેમજ કોઈ પેન્શન કે ટ્યુશન ફીના રી-ઇમ્બર્સ્મેન્ટ કે પેઇડ રજાઓ કે સ્ટોક ઓપ્શન્સની સુવિધાની જોગવાઈ ન હોવા છતાં આ નોકરી તમને સ્વવિકાસની અમર્યાદ તકો પૂરી પાડશે તેમજ બિનશરતી પ્રેમ,મફતના આલિંગનો સાથે અઢળક ચુંબનોની વર્ષા વર્ષાવશે, જો તમે તમારી ભૂમિકા બરાબર ભજવશો.
તમે ઓળખતા હોવ એવા દરેક માબાપને આ વાત વંચાવશો - તેઓ તમારા માટે જે ભોગ દરરોજ આપે છે અને તેઓ આ જે શ્રેષ્ઠ નોકરી કરે છે તે બદલ તેમનો આભાર પ્રકટ કરવા...અથવા જે કોઈ આ નોકરી માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યું હોય તેને પણ આ લેખ પ્રેમથી વંચાવો !
...અને તમારા સંતાનોને પણ આ વંચાવશો, કદાચ તેમને પણ આ ગમે !
** તા.ક.: આ નોકરીમાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી!

( 'મધર્સ ડે સ્પેશ્યલ' )

Saturday, May 12, 2012
મધર્સ ડે સ્પેશિયલ : એક માની દુઆ
પાકિસ્તાનના એક નાનકડા ગામમાં એક ગરીબ દંપતિ રહેતું હતું.તેમને એક જ દિકરો હતો. તેમણે તેને શ્રેષ્ઠ ભણતર આપ્યું. નજીકના શહેરમાંથી તેમના દિકરાએ એન્જિનિયરીંગની ડીગ્રી મેળવી.
પુત્ર યુવાન થતાં તેમણે તેને એક અમીર ઘરની કન્યા સાથે પરણાવ્યો. શરૂઆતમાં તો પુત્ર નવી વહુ સાથે માતાપિતાના ઘેર જ ગામડે રહ્યો પણ થોડા જ સમયમાં વહુ ગામડાના જીવનથી કંટાળી ગઈ અને તેણે પુત્રને ઘરડા ગરીબ માબાપથી દૂર કરી શહેરમાં ઘર વસાવ્યું.
થોડા દિવસો બાદ પુત્રની નજર અખબારમાં જેદાહ ખાતે એક નોકરીની ખાલી જગા માટેની જાહેરખબર પર પડી. તેણે આ નોકરી માટે અરજી કરી અને તે આ નોકરી મેળવવામાં સફળ રહ્યો. પત્નીને સાથે લઈ તે જેદાહ ઉપડી ગયો અને ત્યાં સ્થાયી થઈ ગયો.વર્ષો વીતી ગયાં.
શરૂઆતમાં તો તે નિયમિત માતાપિતાને રૂપિયા મોકલાવતો.પણ સમય વિતતા તેણે રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું. તે જાણે પોતાના માતાપિતાના અસ્તિત્વને જ વિસરી ગયો.
દર વર્ષે તે હજની યાત્રા કરવા જતો અને દરેક હજ પછી તેને એક વિચિત્ર સ્વપ્ન આવતું જેમા તેને કોઈક કહેતું કે તેની હજ સ્વીકારાઈ નથી.તેણે પોતાના આ સ્વપ્ન અનુભવની વાત એક પવિત્ર મૌલવીને કરી જેણે તેને પાકિસ્તાન પોતાના માતાપિતા પાસે પરત ફરવા જણાવ્યું.
તે પાકિસ્તાન પોતાના ગામે આવી પહોંચ્યો પણ વર્ષોના વ્હાણા વાઈ ગયા હોવાથી બધું બદલાઈ ગયું હતું અને તેને પોતાનું જૂનું ઘર ન જડ્યું. તેણે ઘણાં ગ્રામવાસીઓને તેના ઘરડાં માબાપ અંગે પૃચ્છા કરી. એક ઘરડા માણસે તેને એક જીર્ણ ઝૂંપડા તરફ નિર્દેશ કરી કહ્યું : "અહિં આ ઘરમાં એક આંધળી ડોશી રહે છે જેના પતિનું થોડા મહિના અગાઉ મૃત્યુ થયું છે. તેને એકનો એક પુત્ર હતો પણ તે કપૂત ઘણાં વર્ષો પહેલાં સાઉદિ અરબ નાસી ગયો અને ત્યાંથી ક્યારેય પાછો જ ન ફર્યો. કેટલો બડભાગી!"
તે ઘરમાં પ્રવેશ્યો અને તેણે પોતાની માતાને ખાટલા પર સૂતેલી જોઈ. તે દબાતા પગલે ખાટલા તરફ આગળ વધ્યો જેથી તેની ઘરડી મા ઉઠી ન જાય. પણ તેણે નજીક જતા અનુભવ્યું કે તેની મા નિદ્રાવસ્થામાં કંઈક બબડી રહી હતી. તે એના શબ્દો સાંભળવા નીચો નમ્યો અને તેણે માના શબ્દો સાંભળ્યા: "યા અલ્લા, હું હવે સાવ ઘરડી અને આંધળી થઈ ગઈ છું. મારા પતિ પણ જન્નતનશીન થઈ ગયા છે. જ્યારે હું મરી જઈશ ત્યારે મારી લાશ કબરમાં દફનાવનારું મહરમ કોઈ નથી. કૃપા કરી મારા છોકરાને મારી આ અંતિમ ઇચ્છા પૂરી કરવા મોકલી આપજે, જેથી તેના નસીબમાંથી આ પુણ્યનું ફળ છીનવાઈ ન જાય. "
અહિં આ વાર્તાનો અંત આવે છે જેમાં મરનાર માતાની અંતિમ ઇચ્છા પૂરી થાય છે અને તેની દુઆ કબૂલ થાય છે.
માણસનું શરીર માત્ર ૪૫ એકમ વેદના સહન કરી શકે છે જ્યારે સંતાનને જન્મ આપતી વેળાએ એક માતા ૫૭ એકમ વેદના સહન કરે છે, જે ૨૦ હાડકા એક સાથે તૂટે ત્યારે થતી વેદના જેટલી હોય છે.
આ વાર્તા દર્શાવે છે કે તમારી માતા તમને કેટલી હદે પ્રેમ કરે છે.
તમારી માતાને જીવનપર્યંત પ્રેમ આપો. એ સ્ત્રી જેની સાથે તમે લગભગ રોજ ઝઘડો છો, તેણે તમને સુંદર એવું આ જીવન આપવા કેટલા કષ્ટો વેઠ્યા છે તેનો હિસાબ ન માંડી શકાય.
“હે અલ્લા, મારા પાપો બદલ મને માફી આપ અને મને શક્તિ આપ જેથી હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સીરાત-અલ-મુસ્તાકીમ પર રહી શકું.”

Subscribe to:
Posts (Atom)