Sunday, October 15, 2017

રત્નકણિકાઓ

પૂ.મુનિશ્રી અનંતબોધિ વિજય  મહારાજશ્રી  ની આ રત્ન  કણિકા જરૂર વાંચો :

🔴આતો રંગ બદલતી દુનિયા છે દોસ્તો..તમારા દુઃખો તમને રડી રડીને પૂછે છે..અને બીજાને તે હસી હસીને બતાવે છે..!
🔴 મળેલા સમય ને જ યોગ્ય બનાવો સાહેબ..
યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..!
🔴જીદંગી આ ન્યુઝપેપર જેવી છે..જો તમે આજ ના છો..તો કામ ના છો..જો જુના થઇ ગયા છો..તો ફરસાણ ના પડીકાબનશો..
🔴કીંમતી માેતી ની માળા તુટી જાય તાે માેતી વીંણવા માટે નીચે નમવા માં કઈ વાંધાે નથી.... બસ ! સંબંધાે નું પણ કંઈક એવું જ છે...
🔴હું નીકળ્યો સુખ ની શોધ માં રસ્તે ઉભા દુ:ખો બોલ્યા..
અમને સાથે લીધા વગર કોઇને સુખનુ સરનામુ મળતુ નથી..!
🔴કોઇકે પૂછ્યું..
તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો..?મે કહ્યું..
કેટલાકનું સાંભળી લઉં છું..
કેટલાકને સંભાળી લઉં છું..!
🔴ઘણીવાર સારું જીવન જીવવા માટે..
ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..!
🔴સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય છે..
આપણ ને કેટલા ઓળખે છે એ મહત્વ નું નથી..
શા માટે ઓળખે છે એ મહત્વનું છે..!
🔴પ્રેમ ની જરૂરિયાત તો દરેક ને હોય છે..
પણ પ્રેમની કદર માત્ર કોઇક ને જ હોય છે..!
🔴જેને મળવાથી જીંદગીમાં ખુશી મળતી હોય છે..
તેવા લોકો, શા માટે જીવનમાં ઓછા મળતા હોય છે..?
🔴પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ..કે કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી..!
🔴 નફરતોને બાળશો તો, પ્રેમની રોશની થશે..
🔴બચપન આખું ગણતા રહ્યા દાખલા ત્રિકોણ-ચતુષ્કોણના..કાશ..!
કોઇએ સમજાવ્યા હોત પ્રમેયો દ્રષ્ટિકોણના..!
🔴 જિંદગીમાં જ્યાં સુધી તમે યાદ રાખો છો,
ત્યાં સુધી ગઈકાલ જીવે છે.અને જ્યાં સુધી તમે આશા રાખો છો,ત્યાં સુધી આવતીકાલ તમારી રાહ જુએ છે..!
🔴કોઇના સમય ઉપર હસવાની હીંમત ના કરતા..
સમય હંમેશા ચેહરો યાદ રાખે છે..!
🔴સમર્પણ નું ખાતર નાખ્યા વગર સબંધ નું વૃક્ષ મોટું થતું નથી..
ભૂલ તારી નથી , ભૂલ મારી છે એ સમજવું એ જ સાચો સબંધ છે..!
🔴નાના માણસોના હાથ પકડી રાખજો પછી
મોટા માણસના પગ પકડવાની જરૂર નહિ પડે.!
🔴કાશ, સડકોની જેમ જીંદગીના રસ્તાઓ પર પણ લખાયેલુ હોય કે,
"
આગળ ભયજનક વળાંક છે.જરા સાચવીને.
🔴 જીંદગીમાંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ, કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.!
🔴તમારા અને મારા વચ્ચે કેટલી સમાનતા..
તમે અંતર રાખો છો અને હું અંતરમાં રાખુ છુ..!
🔴 ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે..અને
માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે..!
🔴 હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો..
શક્ય છે રૂમાલ ભીના મળે..!
🔴જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને..
ત્યારે સમજવું કે પ્રગતિ ની શરુઆત થઇ ચુકી છે..!
🔴તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો..
કારણ કે એ તમારા કરતાં લાંબુ જીવવાની છે..!
🔴 જિદગી મા સુખી થવાની રીત,હસવું ,હસાવવું અને
હસી કાઢવું.
🔴 યાદ કરશો તો યાદો માં મળશું.  નહિ તો ,  ફરિયાદો માં તો છું જ.

(ઇન્ટરનેટ પરથી)


Thursday, October 12, 2017

જગત ને આનંદ આપનારો માણસ


એક વ્યક્તિ નું સ્વાસ્થય સારુ રહેતું નહોતું,એટલે એ ડોક્ટર પાસે ગયા...
ડોકટરે એને ટ્રીટમેન્ટ આપી અને બે પુસ્તકો ના નામ લખી આપ્યા...
"આ પુસ્તકો તમે વાંચજો ખૂબ રમુજી વાતો અને હાસ્યરસ થી ભરપૂર છે તમે ખુશ થઈ જશો ને તમારુ સ્વાસ્થ્ય સુધરી જશે "
દર્દી એ પુસ્તકો ના નામ વાળી ચબરખી હાથ મા લીધી...
વાંચી ને ડૂચો વાળી બાજુ ની કચરા પેટી મા નાખી ચાલવા લાગ્યા..
ડોક્ટર ને તો બહું ગુસ્સો આવ્યો...એ બોલ્યા,
માફ કરજો મીસ્ટર પણ તમે તો મારુ અપમાન કરો છો..
પેલી વ્યક્તિ પાછી ફરી ડોક્ટર ને કહ્યુ
"તમે જે પુસ્તકો ના નામ લખી આપ્યા એ કોણે લખ્યા છે...ખબર છે..?"
"હા...માર્ક ટ્વેઈન"
ડોક્ટરે જવાબ આપ્યો...
પેલી વ્યક્તિ એ કહ્યુ
"એ માર્ક ટ્વેઈન હું પોતે જ છું.."

જગત ને આનંદ આપનારો માણસ ધણીવખત પોતાની જાત ને આનંદ નથી આપી શકતો.....

(ઈન્ટરનેટ પરથી) 


Saturday, September 30, 2017

હકારાત્મક અભિગમ

     એક ઘર પાસે ઘણાં દિવસથી એક મોટું મકાન બાંધવા નું કામ ચાલુ હતું. ત્યાં રોજ મજુરો નાં નાનાં નાનાં બાળકો એક બીજાનું ખમીસ પકડી છુક છુક ગાડી ની રમત રમતાં. 
     રોજ કોઈક બાળક એન્જીન બનતો અને બાકીના બાળકો ડબ્બા બની તેની પાછળ દોડતાં. એન્જીન અને ડબ્બા રોજ બદલાતા રહેતાં. પણ...
    માત્ર ચડ્ડી પહેરેલો એક નાનકડો છોકરો હાથમાં કપડું ફેરવતાં રોજ ગાર્ડ બનતો.
        એક દિવસ મેં જોયું કે એ બાળકો ને રોજ રમતાં જોતી એક વ્યક્તિએ ગાર્ડ બનતા બાળક ને પોતાની પાસે બોલાવી પૂછ્યું 'બેટા, તુ રોજે રોજ ગાર્ડ બને છે. તને ક્યારેય એન્જીન કે કોઈ ડબ્બો બનવાનું મન નથી થતું?'
         એ બાળકે જવાબ આપ્યો' સાહેબ, મારી પાસે પહેરવા ખમીસ નથી એટલે હું એન્જીન કે ડબ્બો બનું તો મારી પાછળ વાળો છોકરો મને પકડે કઈ રીતે? મારી પાછળ ઉભા રહેવા કોઈ તૈયાર નહી થાય. એટલે રમત માં સામેલ થવા હું રોજ ગાર્ડ બની જાઉં છું.' 
     એ બાળક મને જીવન નો એક મોટો પાઠ શીખવી ગયો.
       આપણું જીવન ક્યારેય સંપૂર્ણ નથી હોતું, એમાં કોઈ ને કોઈ ખામી જરૂર હોય છે.
        પેલો બાળક માબાપ પર ગુસ્સો કરી રોઈ - રિસાઈ એક ખૂણે બેસી શકતો હતો પણ એમ ન કરતાં તેણે પરિસ્થિતી સાથે સમાધાન કરી પોતાની સમસ્યા નો ઉકેલ શોધી કાઢ્યો.
આપણે સૌ કેટલાં રોદણાં રડીએ છીએ :
    ક્યારેક પોતાના શ્યામ વર્ણ ને લીધે, ક્યારેક નાના કદ માટે થઈ ને, ક્યારેક પાડોશી ની મોટી ગાડી ને નામે, ક્યારેક પાડોશણ નાં ગળા માં શોભતા હાર ને લીધે, ક્યારેક ઓછાં માર્કસ ને લઈને, ક્યારેક અંગ્રેજી, પર્સનાલીટી, નોકરી કે ધંધા માં પડેલા માર ને લીધે...
આપણે આ બધામાંથી બહાર આવવાનું છે. આ જીવન છે તેને જીવવાનું જ છે.
     સમડી ની ઉંચી ઉડાન જોઇ ચકલી ડિપ્રેશન માં નથી આવી જતી,એ પોતાના માં મસ્ત રહે છે. પણ માણસ બીજા માણસ ની પ્રગતિ જોઈ ઘણી વાર ચિંતા માં પડી જાય છે. સરખામણી થી બચો અને ખુશ રહો.

ના કોઈ ની ઈર્ષ્યા, ના કોઈ સાથે હોડ
મારી પોતાની છે મંઝિલો, મારી પોતાની દોડ...

પરિસ્થિતિઓ ક્યારેય સમસ્યા હોતી નથી, તેઓ સમસ્યા બની જાય છે કારણ કે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતાં નથી આવડતું.
હકારાત્મક બનો, સદાયે સ્મિત કરતા રહો...

(ઈન્ટરનેટ પરથી)