Showing posts with label rakshabandhan. Show all posts
Showing posts with label rakshabandhan. Show all posts

Wednesday, August 9, 2017

રક્ષાબંધન સ્પેશિયલ - બહેન એટલે ....

 ભાઈ ના બધાં દુઃખ પોતે લઇ જાય ...
દૂરથી પણ ભાઈની પીડાનો જેને એહસાસ થાય ..
            👫 ... એને બહેન કહેવાય ... 👫
       શબ્દો ને તો દુનિયા પણ સમજી શકે ...
      પણ જે ભાઈના મૌન ને પણ સમજે
            👫 ... એને બહેન કેહવાય ... 👫
    લડતી રહેતી હંમેશા એના ભાઈ સાથે ..! 
                               અને 
એજ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય ..
           👫 ... એને બહેન કહેવાય ... 👫
    પહેલાં કરે ભાઈની ફરિયાદ મમ્મીપપ્પા ને ..
                             અને 
     પછી પોતે ભાઈ ની સાથે થઇ જાય ..
            👫 ... એને બહેન કહેવાય ... 👫
રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..
            👫 ... એને બહેન કહેવાય ... 👫
  શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...
                                   પણ 
   મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..
             👫... એને બહેન કેહવાય ... 👫
       રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..
         તો પણ ભાઈને રડતો જોઈ હસાવે .. 
           👫 ... એને બહેન કહેવાય ... 👫
   ચીડાવી છે જેને ભાઈ ચોટલો ખેંચી ને ..
                તોય ભાઈ ને લાડ લડાવે ..
            👫 ... એને બહેન કહેવાય ... 👫
  લખાય કેમ કાગળ પર પ્રેમને શબ્દોમાં જેનો ..
   પોતાની મુસ્કાન  આપી ભાઈના આંસુ  હરે ..
            👫 ... એને બહેન કહેવાય ... 👫
જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..
શતાયુ જીવે મારો ભાઈલો એવી પ્રાર્થના કરતી જાય ..
             👫 ... એને બહેન કહેવાય ... 👫



(ઇન્ટરનેટ પરથી)

Monday, August 19, 2013

રક્ષાબંધન


તમારે કાંડે આજે પવિત્ર સૂત્ર શોભે છે. બહેને બાંધેલી સૂક્ષ્મ રાખડી બળેવને દિવસે દર વર્ષે બાંધે છે તેમ. બહેન અને ભાઇ વચ્ચેના સંબંધનું પ્રતીક આજે તમારે હાથે શોભતી રાખડી  છે. તમારા ને બહેનના નિર્મળ પ્રેમની સાક્ષી છે.
રક્ષાબંધનને પ્રસંગે તમે તમારી સગી બહેનને કોઇ ભેટ આપી કે પૈસાની કોઇ રકમ એના હાથમાં મૂકી એટલે તમારી જવાબદારી પૂરી થઇ ગઇ એમ નથી.  જવાબદારી ફક્ત સગી બહેન માટે નહીં પણ બધી બહેનો માટે છે. અને તે એક દિવસ માટે પણ નહીં પણ તમારે કાંડે સૂત્ર હોય ત્યાં સુધી, અને સૂત્ર તૂટે-છૂટે ત્યારે પણ આખી જીંદગી માટે છે. તમારા આખા જીવનમાં તમારા સંપર્કમાં આવનાર બધી સ્ત્રીઓ માટે પ્રેમ, આદર ને  રક્ષણ આજનો મંત્ર ને આદેશ છે.
રાખડીને દિવસે આપણા હાથમાં કોઇ રાખડી બાંધે કે  બાંધે, પણ રક્ષ્ય વર્ગનું હિતનું ચિંતન કરવું જોઇએ દિવસનો સંદેશ છે.
- કાકા સાહેબ કાલેલકર અને ફાધર વાલેસ


(ઇન્ટરનેટ પરથી)