Monday, August 19, 2013

રક્ષાબંધન


તમારે કાંડે આજે એ પવિત્ર સૂત્ર શોભે છે. બહેને બાંધેલી એ સૂક્ષ્મ રાખડી બળેવને દિવસે એ દર વર્ષે બાંધે છે તેમ. બહેન અને ભાઇ વચ્ચેના સંબંધનું પ્રતીક આજે તમારે હાથે શોભતી એ રાખડી  છે. તમારા ને બહેનના નિર્મળ પ્રેમની એ સાક્ષી છે.
રક્ષાબંધનને પ્રસંગે તમે તમારી સગી બહેનને કોઇ ભેટ આપી કે પૈસાની કોઇ રકમ એના હાથમાં મૂકી એટલે તમારી એ જવાબદારી પૂરી થઇ ગઇ એમ નથી.  એ જવાબદારી ફક્ત સગી બહેન માટે નહીં પણ બધી બહેનો માટે છે. અને તે એક દિવસ માટે પણ નહીં પણ તમારે કાંડે એ સૂત્ર હોય ત્યાં સુધી, અને એ સૂત્ર તૂટે-છૂટે ત્યારે પણ આખી જીંદગી માટે છે. તમારા આખા જીવનમાં તમારા સંપર્કમાં આવનાર બધી સ્ત્રીઓ માટે પ્રેમ, આદર ને  રક્ષણ એ આજનો મંત્ર ને આદેશ છે.
રાખડીને દિવસે આપણા હાથમાં કોઇ રાખડી બાંધે કે  ન બાંધે, પણ રક્ષ્ય વર્ગનું હિતનું ચિંતન કરવું જ જોઇએ એ આ દિવસનો સંદેશ છે.
- કાકા સાહેબ કાલેલકર અને ફાધર વાલેસ


(‘ઇન્ટરનેટ પરથી’)

No comments:

Post a Comment