Showing posts with label 'womans Day'. Show all posts
Showing posts with label 'womans Day'. Show all posts

Saturday, March 11, 2017

મારા જીવનમાં મહિલાઓનું મહત્વ

જ્યારે હું જન્મ્યો હતો ત્યારે એક સ્ત્રીએ મને તેડ્યો હતો અને તેણે મને મોટો કર્યો : મારી મા

હું બાળકમાંથી કિશોર અને યુવાન બન્યો તે દરમ્યાન એક સ્ત્રીએ મારી કાળજી રાખી અને તે મારી શ્રેષ્ઠ મિત્ર બની મારી સાથે રમી અને મોટી થઈ : મારી બહેન

હું શાળા અને કોલેજમાં ગયો ત્યારે ત્યાં એક સ્ત્રી હતી જેણે મને ભણાવ્યો-ગણાવ્યો : શિક્ષિકા

જ્યારે મને જીવનમાં કોઈના સહકાર-સથવારની જરૂર પડી,પ્રેમની જરૂર પડી ત્યારે એક સ્ત્રી સદાયે મારી સાથે રહી : મારી પત્ની

 હું જ્યારે કઠણ હતો ત્યારે એક સ્ત્રીએ  મને પિગળાવ્યો : મારી દિકરી

જ્યારે હું મરણ પામીશ ત્યારે એક સ્ત્રી મને પોતાનામાં સમાવી લેશે : મારી માતૃભૂમિ

હું એક પુરુષ છું અને મને મારા જીવનમાં બધી સ્ત્રીઓનો સાથ મળ્યાનું ગૌરવ છે...તેમના વગર હું શું હોત? ક્યાં હોત?  હોત ખરો જે કંઈ પણ છું?

૮મી માર્ચને દિવસે ઉજવાતાવિશ્વ મહિલા દિવસ” નિમિત્તની દરેક સ્ત્રીઓને  અઢળક શુભેચ્છાઓ!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 5, 2016

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ : ખાસ ભારતીય મહિલાઓ માટે

આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે નિમિત્તે આજનો ઇન્ટરનેટ કોર્નરનો લેખ સમર્પિત છે સઘળી સ્ત્રીઓને! પ્રખ્યાત લેખક ચેતન ભગત દ્વારા મૂળ લખાયેલા અંગ્રેજી લેખના ભાષાંતર સાથે સર્વે મહિલાઓને મારા સલામ!!!

નેઈલસન દ્વારા હાથ ધરવામાં આવેલા એક તાજા સર્વેક્ષણ મુજબ આખા વિશ્વની બધી મહિલાઓમાં સૌથી વધુ તાણમાં જીવતી સ્ત્રીઓ ભારતીય મહિલાઓ છે. આપણા દેશની ૮૭% સ્ત્રીઓ મોટે ભાગે સતત તાણમાં રહેતી હોય છે. વર્કોહોલિક ગણાતા અમેરિકામાં પણ માત્ર ૫૩% સ્ત્રીઓ તાણમાં જીવે છે.
                આપણે આપણી સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ? ભલે તમે મને પક્ષપાતી ગણો પણ મારે મતે ભારતીય સ્ત્રીઓ વિશ્વમાં સૌથી સુંદર છે! માતા,બહેન,દિકરી,સહકર્મચારી,પત્ની અને સખી બધાં સ્વરૂપે આપણે તેમને ચાહીએ છીએ. બધી સ્ત્રીઓ વગર તમે તમારા જીવનની કલ્પના પણ કરી શકો ખરા?
 મારે ભારતીય સ્ત્રીઓને તાણની માત્રા ઘટાડવા પાંચ સૂચન કરવા છે :
એક. ક્યારેય એમ વિચારશો કે તમે અબળા છો. જો તમારી સાસુ તમને પસંદ કરતી હોય તો તેનો મત તેની પાસે રહેવા દો. તમે જે છો તે બની રહો, નહિ કે જે તમને બનાવવા ઇચ્છે છે તે. એને તમે ગમતા હોવ તો તેની સમસ્યા છે,તમારી નહિ.
 બે. જો તમે નોકરીમાં તમારાથી બનતું શ્રેષ્ઠ આપતા હોવ છતાં તમારો બોસ તમારી કિંમત કરતો હોય તો તેની સાથે ખુલાસો કરી લો અથવા નોકરી છોડી દો. આવડત ધરાવતા મહેનતુ લોકોની સર્વત્ર ભારે માગ હોય છે.
 ત્રણ. તમારી જાતને ખુબ શિક્ષિત બનાવો. નવુ કૌશલ્ય વિકસાવો. તમારી આગવી ઓળખ ઉભી કરો. સંપર્કો બનાવો, આર્થિક રીતે સ્વાવલંબી બનો. જેથી હવે પછી જ્યારે તમારો પતિ કહે કે તમે એક સારી પત્ની કે મા કે વહુ નથી ત્યારે તમે તેમને ડર્યા વગર યોગ્ય જવાબ આપી શકો.
                ચાર. કુટુંબ અને કામ બંનેની બેવડી જવાબદારી નિભાવવાની હોવાને કારણે ક્યારેય તાણ અનુભવશો નહિ. અઘરૂં હશે પણ અશક્ય નથી. યાદ રાખો જીવનમાં દરેક ક્ષેત્રે "A+" મેળવવો જરૂરી નથી. તમે કોઈ પરીક્ષા નથી આપી રહ્યા. જરૂરી નથી તમને સો ટકા પ્રાપ્ત થાય. ક્યારેક જમવામાં ચાર ની જગાએ ત્રણ વાનગી બની હશે તો એકાદ ઓછી વાનગી ખાવાથી ઘરવાળાને ઝાઝૂ નુકસાન નહિ થાય કે તમે અડધી રાત સુધી ઓફિસમાં ગદ્ધામજૂરી    કરી પ્રમોશન નહિ મેળવો તો કંઈ ખાટુમોળુ થઈ જવાનું નથી. મ્રુત્યુને દહાડે કોઈ પોતાના નોકરીના પદ ને યાદ કરતું નથી.
પાંચ. સૌથી અગત્યનું. બીજી સ્ત્રીઓ સાથે તમારી જાતની સરખામણી કરશો નહિ. કોઈક તમારા કરતા વધુ સારી સ્ક્રેપબુક પોતાના સ્કૂલ કે કોલેજના પ્રોજેક્ટ માટે બનાવી શક્તુ હશે કે કોઈ વધુ સારા આહારને લીધે તમારા થી વધુ વજન ઘટાડવામાં સફળ થયું હશે.  તમારી પાડોશણ તેના પતિ માટે ડબ્બા ભરેલું ટિફીન બનાવતી હશે.એમાં શું?
તમે તમારાથી બનતું શ્રેષ્ઠ કરો અને સતત તમારા દેખાવની સમીક્ષા કર્યા કરો કે સતત વર્ગમાં પ્રથમ આવવાની અપેક્ષા રાખશો નહિ. જગતમાં આદર્શ સ્ત્રી જેવું કંઈ છે નહિ,અને જો તમે બનવા પ્રયત્ન કરશો તો માત્ર એક ચીજ પેદા થશે - તાણ!
કોઈ જ્યારે તમને નાનપનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે એની ભૂલ છે,તમારી નહિ. તમે જગતમાં કંઈ બધાને ખુશ કરવા આવ્યા નથી. તમારા જગતમાં આવવા પાછળનો આશય છે તમારી પાસે જે કંઈ શ્રેષ્ઠ છે તે આપવાનો અને બદલામાં એક સરસ જીવન મેળવવાનો!
હવે પછીના સ્ત્રીઓ પરના સર્વેક્ષણ માં મારે ભારતની મહિલાઓને સૌથી તાણ યુક્ત જીવતી મહિઆઅઓ સ્વરૂપે નહિ પણ સૌથી સુખી સ્ત્રીઓ તરીકે જોવી છે!
સ્ત્રીત્વ ને માણો!
સ્ત્રીઓને નતમસ્તક સલામી!!



('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 3, 2012

વૂમન્સ ડે સ્પેશિયલ

૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે.એ દિનની ઉજવણી કરવા આજે ઇન્ટરનેટ કોર્નરનો આજનો લેખ જગતની તમામ મહિલાઓને સમર્પિત છે...


હેપ્પી વૂમન્સ ડે..!

એક નાનકડા બાળકે તેની માતાને પૂછ્યું,"તું શા માટે રડે છે?"

માતાએ જવાબ આપ્યો ," કારણકે હું એક સ્ત્રી છું."

બાળકે કહ્યું,"મને સમજાયું નહિં..."

સ્ત્રીએ વ્હાલથી બાળકને બાથમાં લેતાં કહ્યું,"અને તને સમજાશે પણ નહિં."

પછી તો બાળક તેના પિતા પાસે ગયો અને તેણે તેમને પૂછ્યું,"પપ્પા, મમ્મી ઘણી વાર કોઈ દેખીતા કારણ વગર પણ શા માટે રડે છે?"

તેના પિતા એટલું જ કહી શક્યા કે બધી સ્ત્રીઓ કોઈ દેખીતા કારણ વગર જ રડતી હોય છે.

પછી તો એ બાળક મોટો યુવાન બન્યો પણ હજી સુધી એ જાણી કે સમજી શક્યો નહોતો કે સ્ત્રીઓ શા માટે આટલું બધું રડે છે.

એક દિવસ તેને સપનામાં ભગવાન આવ્યા અને તેણે તેમને પૂછ્યું કે સ્ત્રીઓ શા માટે રડે છે?

ભગવાને જવાબ આપ્યો,”મેં સ્ત્રીને અલાયદી અને ખાસ બનાવી છે.મેં તેના ખભા એટલા મજબૂત બનાવ્યા છે કે તે આખા જગતનો ભાર ઉંચકી શકે અને તે છતાં એ એટલા કોમળ પણ છે કે કોઈ દુ:ખી જનને સહારો અને શાતા પણ આપી શકે છે.

મેં તેને એટલી કઠણ બનાવી કે જ્યારે બધા હિંમત હારી જાય ત્યારે તે જરા પણ થાક્યા કે કંટાળ્યા વગર દરેક સ્થિતીમાં ફરિયાદનો એકાદ હરફ પણ ઉચ્ચાર્યા વગર પોતાના કુટુંબની કાળજી રાખી શકે છે.

મેં તેને એટલી આંતરિક શક્તિ અને સખત મનોબળ આપ્યા છે કે તે પ્રસવની પીડા ભોગવી બાળક પણ જણી શકે છે અને ક્યારેક તેના પોતાના જ સંતાનો તરફથી જાકારો પામ્યાનો આઘાત પણ ખમી જાય છે.

મેં તેને એટલી સંવેદનશીલ અને સમજુ બનાવી છે કે તે પોતાના બાળકને કોઈ પણ અને દરેક સંજોગોમાં નિસ્વાર્થ પ્રેમ આપી શકે છે, એવે સમયે પણ જ્યારે તે સંતાનો એ જ તેને ખૂબ બૂરી રીતે દુ:ખી કરી હોય છે.

મેં તેને તેના પતિના સઘળા દોષો નજર અંદાજ કરવાની તાકાત આપી છે અને પોતાના ગમાઅણગમાની પરવા કર્યા વગર તે પોતાના પતિની સાચા હ્રદયથી સેવા કરે છે.

મેં તેને એટલું સમજવાની શક્તિ આપી છે કે એક સારો પતિ પોતાની પત્નીને ક્યારેય દુ:ખ પહોંચાડતો નથી પણ ક્યારેક એ તેની સહનશક્તિ અને પોતાની સાથે સંકટસમયે પણ અડીખમ ઉભી રહેવાની ક્ષમતા ધરાવે છે કે નહિં તે ચકાસવાની કસોટી કરતો હોય છે.

અને છેલ્લે મેં તેને અશ્રુઓ આપ્યા છે જેનો તે જ્યારે પણ જરૂર જણાય ત્યારે છૂટથી ઉપયોગ કરી શકે...'

ભગવાને કહ્યું:"જો દિકરા, સ્ત્રીનું સૌંદર્ય તે જે વસ્ત્રો ધારણ કરે છે કે તે કેવી કાયા ધરાવે છે કે તે કઈ રીતે પોતાના કેશ ગૂંથે છે તેમાં નથી. સ્ત્રીનું સાચુ સૌંદર્ય તેની આંખોમાં છૂપાયેલું હોય છે કારણ એ જ તેના પ્રેમથી ભર્યા ભર્યા હ્રદય સુધી લઈ જતા દ્વાર છે."

તમારા જીવનમાં રહેલી સ્ત્રીઓનું ગૌરવ કરવા આ લેખ તેમને અને તમારા તમામ પુરુષ મિત્રોને પણ વંચાવો.

('ઈન્ટરનેટ પરથી')