આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌ મહિલાઓને માનભેર, સાદર સમર્પિત...
એ જ્યારે ઠરી ગયેલી ચા પીતા થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. એ પહેલાં એણે તમારા માટે ભોજન રાંધવા અને તમને એ પીરસવા માટે સમય લીધો છે.
એ જ્યારે મેનુ માંથી ડિશ પસંદ કરતા થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. દરરોજ દરેક જણ માટે શું, કેટલું અને કેવું રાંધવું એ નક્કી કરવામાં અને પછી એ તૈયાર કરવા માટે એણે પોતાનો ઘણો સમય આપ્યો છે.
એ જ્યારે તમારી સાથે બહાર જતી વખતે તૈયાર થવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો.તમારાં ઇસ્ત્રીબદ્ધ કપડાં તેની જગાએ છે અને તમારા મોજા તમને ખબર નહી હોય ક્યાં છે પણ એ તમને જોઈએ ત્યારે મળી રહે એ સુનિશ્ચિત કરવા માટે તેણે સમય લીધો છે. એની ઠરી ગયેલી ચા પીતા પહેલા તમારું બાળક ચોખ્ખું અને સૌથી સારું લાગે એ રીતે તેને વિચારપૂર્વક તૈયાર કરવામાં એણે સારો એવો સમય લીધો છે.
એ જ્યારે અકારણ વ્યર્થ ટી. વી. જોવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો.એનું ધ્યાન ત્યારે ટી. વી. માં અડધું જ હોય છે અને ત્યારે પણ તેના મનમાં એક ઘડિયાળ સતત ટક ટક કર્યા કરતી દોડતી હોય છે. જેવો ભોજનનો સમય થવામાં હશે કે અન્ય કોઈક તાકીદનું કામ તેને યાદ આવશે કે તરત એ ટી. વી. સામેથી અદ્રશ્ય થઈ ગયેલી જોવા મળશે,એ કામમાં લાગી જવા.
એ જ્યારે તમને સવારનો નાસ્તો પીરસવામાં થોડો વધુ સમય લે ત્યારે એને એનો સમય લેવા દો. શેકતી વખતે બળી ગયેલું બ્રેડ તેણે પોતાને માટે રહેવા દઈ, પોતાના પરિવારજનો ને શ્રેષ્ઠ ખાવાનું મળે એ માટે તે નવા બ્રેડ શેકી રહી છે.
એ જ્યારે શૂન્યમનસ્ક બની બારી બહાર તાકતી બેઠી હોય ત્યારે એને એનો સમય લેવા દો. આ તેનું જીવન છે, એણે તમને પોતાના એ જીવનના અગણિત કલાકો આપ્યાં છે. એને પોતાને માટે થોડીક ક્ષણો લેવા દો.
એ પોતાના જીવનને ઉતાવળે જીવી રહી છે, જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં પોતાના જીવનખંડના અતિ મહત્વના ટુકડા તમારા માટે ખર્ચી...
તેને વધુ ઉતાવળ કરવાની ફરજ ન પાડો...
તેને વધુ શ્રમ કરવાની ફરજ ન પાડો...
(ઇન્ટરનેટ પરથી)
Showing posts with label 'international womens day'. Show all posts
Showing posts with label 'international womens day'. Show all posts
Monday, March 9, 2020
Saturday, March 11, 2017
મારા જીવનમાં મહિલાઓનું મહત્વ
જ્યારે
હું જન્મ્યો હતો ત્યારે એક સ્ત્રીએ મને
તેડ્યો હતો અને તેણે મને મોટો કર્યો : મારી મા
હું
બાળકમાંથી કિશોર અને યુવાન બન્યો તે દરમ્યાન એક
સ્ત્રીએ મારી કાળજી રાખી અને તે મારી શ્રેષ્ઠ
મિત્ર બની મારી સાથે રમી અને મોટી થઈ : મારી બહેન
હું
શાળા અને કોલેજમાં ગયો ત્યારે ત્યાં એક સ્ત્રી હતી
જેણે મને ભણાવ્યો-ગણાવ્યો : શિક્ષિકા
જ્યારે
મને જીવનમાં કોઈના સહકાર-સથવારની જરૂર પડી,પ્રેમની જરૂર પડી ત્યારે એક સ્ત્રી સદાયે
મારી સાથે રહી : મારી પત્ની
હું જ્યારે કઠણ હતો ત્યારે એક સ્ત્રીએ મને
પિગળાવ્યો : મારી દિકરી
જ્યારે
હું મરણ પામીશ ત્યારે એક સ્ત્રી જ
મને પોતાનામાં સમાવી લેશે : મારી માતૃભૂમિ
હું
એક પુરુષ છું અને મને મારા જીવનમાં આ બધી સ્ત્રીઓનો
સાથ મળ્યાનું ગૌરવ છે...તેમના વગર હું શું હોત? ક્યાં હોત? હોત
ખરો જે કંઈ પણ
છું?
૮મી માર્ચને દિવસે ઉજવાતા “વિશ્વ મહિલા દિવસ” નિમિત્તની દરેક સ્ત્રીઓને અઢળક
શુભેચ્છાઓ!
('ઈન્ટરનેટ
પરથી')
Saturday, March 5, 2016
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ : ખાસ ભારતીય મહિલાઓ માટે
આઠમી માર્ચે
આંતરરાષ્ટ્રીય
મહિલા
દિવસ
છે
એ
નિમિત્તે
આજનો
આ
ઇન્ટરનેટ
કોર્નરનો
લેખ
સમર્પિત
છે
સઘળી
સ્ત્રીઓને!
પ્રખ્યાત
લેખક
ચેતન
ભગત
દ્વારા
મૂળ
લખાયેલા
આ
અંગ્રેજી
લેખના
ભાષાંતર
સાથે
સર્વે
મહિલાઓને
મારા
સલામ!!!
નેઈલસન
દ્વારા હાથ ધરવામાં આવેલા એક તાજા સર્વેક્ષણ
મુજબ આખા વિશ્વની બધી મહિલાઓમાં સૌથી વધુ તાણમાં જીવતી સ્ત્રીઓ ભારતીય મહિલાઓ છે. આપણા દેશની ૮૭% સ્ત્રીઓ મોટે ભાગે સતત તાણમાં રહેતી હોય છે. વર્કોહોલિક ગણાતા અમેરિકામાં પણ માત્ર ૫૩%
સ્ત્રીઓ તાણમાં જીવે છે.
આપણે
આપણી સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ? ભલે તમે મને પક્ષપાતી ગણો પણ મારે મતે
ભારતીય સ્ત્રીઓ વિશ્વમાં સૌથી સુંદર છે! માતા,બહેન,દિકરી,સહકર્મચારી,પત્ની અને સખી આ બધાં જ
સ્વરૂપે આપણે તેમને ચાહીએ છીએ. આ બધી સ્ત્રીઓ
વગર તમે તમારા જીવનની કલ્પના પણ કરી શકો
ખરા?
મારે
ભારતીય સ્ત્રીઓને તાણની માત્રા ઘટાડવા પાંચ સૂચન કરવા છે :
એક.
ક્યારેય એમ ન વિચારશો
કે તમે અબળા છો. જો તમારી સાસુ
તમને પસંદ ન કરતી હોય
તો તેનો મત તેની પાસે
રહેવા દો. તમે જે છો તે
જ બની રહો, નહિ કે જે એ
તમને બનાવવા ઇચ્છે છે તે. એને
તમે ન ગમતા હોવ
તો એ તેની સમસ્યા
છે,તમારી નહિ.
બે.
જો તમે નોકરીમાં તમારાથી બનતું શ્રેષ્ઠ આપતા હોવ છતાં તમારો બોસ તમારી કિંમત ન કરતો હોય
તો તેની સાથે ખુલાસો કરી લો અથવા એ
નોકરી છોડી દો. આવડત ધરાવતા મહેનતુ લોકોની સર્વત્ર ભારે માગ હોય છે.
ત્રણ.
તમારી જાતને ખુબ શિક્ષિત બનાવો. નવુ કૌશલ્ય વિકસાવો. તમારી આગવી ઓળખ ઉભી કરો. સંપર્કો બનાવો, આર્થિક રીતે સ્વાવલંબી બનો. જેથી હવે પછી જ્યારે તમારો પતિ કહે કે તમે એક
સારી પત્ની કે મા કે
વહુ નથી ત્યારે તમે તેમને ડર્યા વગર યોગ્ય જવાબ આપી શકો.
ચાર.
કુટુંબ અને કામ બંનેની બેવડી જવાબદારી નિભાવવાની હોવાને કારણે ક્યારેય તાણ અનુભવશો નહિ. એ અઘરૂં હશે
પણ અશક્ય નથી. યાદ રાખો જીવનમાં દરેક ક્ષેત્રે "A+" મેળવવો જરૂરી નથી. તમે કોઈ પરીક્ષા નથી આપી રહ્યા. જરૂરી નથી તમને સો ટકા પ્રાપ્ત
થાય. ક્યારેક જમવામાં ચાર ની જગાએ ત્રણ
વાનગી બની હશે તો એકાદ ઓછી
વાનગી ખાવાથી ઘરવાળાને ઝાઝૂ નુકસાન નહિ થાય કે તમે અડધી
રાત સુધી ઓફિસમાં ગદ્ધામજૂરી ન
કરી
પ્રમોશન નહિ મેળવો તો કંઈ ખાટુમોળુ
થઈ જવાનું નથી. મ્રુત્યુને દહાડે કોઈ પોતાના નોકરીના પદ ને યાદ
કરતું નથી.
પાંચ.
સૌથી અગત્યનું. બીજી સ્ત્રીઓ સાથે તમારી જાતની સરખામણી કરશો નહિ. કોઈક તમારા કરતા વધુ સારી સ્ક્રેપબુક પોતાના સ્કૂલ કે કોલેજના પ્રોજેક્ટ
માટે બનાવી શક્તુ હશે કે કોઈ વધુ
સારા આહારને લીધે તમારા થી વધુ વજન
ઘટાડવામાં સફળ થયું હશે. તમારી
પાડોશણ તેના પતિ માટે છ ડબ્બા ભરેલું
ટિફીન બનાવતી હશે.એમાં શું?
તમે
તમારાથી બનતું શ્રેષ્ઠ કરો અને સતત તમારા દેખાવની સમીક્ષા ન કર્યા કરો
કે સતત વર્ગમાં પ્રથમ આવવાની અપેક્ષા રાખશો નહિ. આ જગતમાં આદર્શ
સ્ત્રી જેવું કંઈ છે જ નહિ,અને જો તમે એ
બનવા પ્રયત્ન કરશો તો માત્ર એક
ચીજ પેદા થશે - તાણ!
કોઈ
જ્યારે તમને નાનપનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે એની ભૂલ
છે,તમારી નહિ. તમે આ જગતમાં કંઈ
બધાને ખુશ કરવા આવ્યા નથી. તમારા આ જગતમાં આવવા
પાછળનો આશય છે તમારી પાસે
જે કંઈ શ્રેષ્ઠ છે તે આપવાનો
અને બદલામાં એક સરસ જીવન
મેળવવાનો!
હવે
પછીના સ્ત્રીઓ પરના સર્વેક્ષણ માં મારે ભારતની મહિલાઓને સૌથી તાણ યુક્ત જીવતી મહિઆઅઓ સ્વરૂપે નહિ પણ સૌથી સુખી
સ્ત્રીઓ તરીકે જોવી છે!
સ્ત્રીત્વ
ને માણો!
સ્ત્રીઓને
નતમસ્તક સલામી!!
('ઈન્ટરનેટ
પરથી')
Monday, March 9, 2015
એક નવપરિણીતાનો તેની માતાને પત્ર
[૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉજવાય
છે એ પ્રસંગોચિત લેખ આજે ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કર્યો છે નારીશક્તિનું ગૌરવ કરવાં,
તે કેટલાં સમાધાનો,ત્યાગો અને સમર્પણ દ્વારા આપણાં જીવનને સુખશાંતિ ભર્યું બનાવે છે
એ સ્મરીને તેને નવાજવા...મહિલાઓનો જય હો!]
વ્હાલી
મમ્મી,
દરેક
સામાન્ય છોકરીની જેમ હું પણ
બાળપણથી જ મારા લગ્નને
લઈને અતિ ઉત્સુક હતી.
મારા 'પ્રિન્સ ચાર્મિંગ'ની હું આતુરતા
પૂર્વક રાહ જોતી હતી!
ક્યારે એ સફેદ મજાના
ઘોડા પર બેસી ને
આવે, મને લઈ જાય
અને અમે ખાઈપીને મોજ
કરીએ!
પણ
આજે જ્યારે હું પરણી
ગઈ છું ત્યારે મને
સમજાય છે કે લગ્ન
એ કંઈ ફૂલોની પથારી
નથી.એમાં માત્ર તમારે
પ્રિયતમ સાથે સમય ગાળી
સુખ જ સુખ ભોગવવાનું
હોતું નથી. લગ્ન એનાથી
ઘણી મોટી ઘટના છે.
એ પોતાની સાથે અનેક
જવાબદારીઓ,ફરજો,ત્યાગ અને
સમાધાનો લઈને આવે છે.
હું
હવે પહેલાની જેમ મન ફાવે
ત્યારે ઉઠી શકતી નથી.
ઘરનાં બીજા બધાં જાગી
જાય એ પહેલા મારે
ઉઠીને તૈયાર થઈ જવું
પડે છે. હવે હું
મારા મનપસંદ પાયજામામાં આખો
દિવસ લઘરવઘર, પણ મોકળાશમાં ફરી
શક્તી નથી. આખો વખત
મારે વ્યવસ્થિત અને સુઘડ બનીને
રહેવું પડે છે. હવે
મારાથી, હું ઇચ્છું એ
સમયે ઘરની બહાર નિકળી
જઈ શકાતું નથી. મારી
પાસેથી મારા સર્વે પરિવારજનોની
જરૂરિયાત પ્રત્યે સજાગ રહેવાની અપેક્ષા
હોય છે. મારાથી ગમે
તે સમયે પલંગમાં લંબાવી
શકાતું નથી. મારે સદાયે
સક્રિય અને પરિવારની આસપાસ
રહેવું પડે છે. મને
બધાં રાજકુમારીની જેમ રાખે એવી
આશા હું હવે રાખી
શકતી નથી પણ મારે
મારા સઘળાં કુટુંબીજનોની કાળજી
લેવી પડે છે.
અને
પછી ક્યારેક મને વિચાર આવી
જાય છે હું આખરે
પરણી જ શા માટે?
હું તારી સાથે વધુ
ખુશ હતી મમ્મા. ક્યારેક
મન થાય છે કે
ફરી દોડી ને તારી
પાસે આવતી રહું અને
તું મને પહેલા જેવા
જ લાડ લડાવે! મિત્રો
સાથે હર્યાફર્યા બાદ મને ઘેર
પાછી ફરું ત્યારે ફરી
તારા હાથનું સ્વાદિષ્ટ ખાવાનું
માણવાનું મન થઈ જાય
છે!તારા ખોળામાં માથું
મૂકી સઘળી ચિંતાઓ ભૂલી
જવાનું મન થઈ આવે
છે!
પણ
પછી અચાનક ભાન થાય
છે કે જો તું
પરણી ન હોત અને
તે પણ તારા જીવનમાં
ભોગ ન આપ્યા હોત,
જે તે તારા લગ્નજીવન
દરમ્યાન આપ્યાં છે, તો
મારી પાસે આ બધાં
સુખદ સંભારણાં ક્યાંથી હોત? અને સહસા
આ બધાં પાછળ નો
મર્મ સ્પષ્ટ થઈ જાય
છે - એ બધાં આરામ,સુખ અને શાંતિ
મારા પરિવારજનોને ભેટ ધરવા જેની
ભેટ મને તારી પાસેથી
મળી છે...
અને
મને ખાતરી છે સમય
સાથે, જેવી રીતે તું
તારા જીવનને ચાહે છે
તેમ હું પણ મારા આ નવા
જીવનને મારા પૂર્વ જીવન
જેટલું જ ચાહવા માંડીશ.
મા,તેં આપેલા બધાં
જ સમાધાનો અને ત્યાગો માટે
તારો ખુબ ખુબ આભાર.
એ મને પણ શક્તિ
અને પ્રેરણા આપે છે. હું તને ખુબ
ચાહું છું.
-તારી વ્હાલી દિકરી
('ઈન્ટરનેટ પરથી')
Subscribe to:
Posts (Atom)