Showing posts with label 'lata hirani'. Show all posts
Showing posts with label 'lata hirani'. Show all posts

Saturday, June 21, 2014

અત્યારે જ ...


લતા હીરાણી ની આ એક સુંદર હ્રદયસ્પર્શી કવિતા ઇન્ટરનેટ પર વાંચવામાં આવી અને તે હું તમારા સૌ સાથે શેર કર્યા વગર ન રહી શક્યો!

 

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહી શકું

તું હમણાં જ ફૂલો મોકલ ને!

 

હું મૃત્યુ પામીશ

 અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહી પડે

તું અત્યારે જ થોડું રડ ને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહી શકું

તું એ બે શબ્દો હમણાં જ બોલ ને !

 

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઈશ

જે હું જાણી નહી શકું

તું મને હમણાં જ માફ કરી દેને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહી શકું

તું મને અત્યારે જ યાદ કર ને!

 

હું મૃત્યુ પામીશ

અને તને થશે...

મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો...

તો તું અત્યારે જ એવું કર ને!

('ઈન્ટરનેટ પરથી')