Showing posts with label 'Gujarati Poems'. Show all posts
Showing posts with label 'Gujarati Poems'. Show all posts

Monday, October 15, 2018

મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

ગાદલા હવે વિખરાયેલા નથી હોતા
ના હવે કપડાં અહીંતહીં પડેલા જોવા મળે છે
રિમોટ માટે હવે ઝઘડા નથી થતાં
ના હવે ખાવાની નવી નવી ફરમાઆઈશો થાય છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

સવારે છાપા માટે પણ નથી થતી મારામારી
ઘર ઘણું મોટું અને સુંદર દેખાય છે
પણ દરેક ઓરડો નિર્જીવ સમો ભાસે છે
હવે તો સમય પણ કાપ્યો નથી કપાતો
બાળપણની યાદો કેટલીક ફોટામાં સમાઈ ગઈ છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

હવે કોઈ મારા ખભે નથી લટકતું
ના ઘોડો બનાવવાની કોઈ જીદ કરે છે
ખાવાનું ખવડાવવા હવે નથી ચકલીઓ ઉડાડવી  પડતી
ખાવાનું ખવડાવ્યા પછીનો સંતોષ પણ હવે ક્યાં મળે છે?
નથી હવે રોજની તકરારો અને તર્ક-દલીલોનો સંસાર
નથી હવે ઝગડા નિપટાવ્યાનો આનંદ
નથી હવે મળતો વેળા - કવેળાએ ગાલ પર પપ્પીઓનો વરસાદ
બજેટની ખેંચતાણ પણ હવે નથી થતી
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

આંખના પલકારામાં જીવનનો સુવર્ણ કાળ વહી ગયો ખબર જ ન પડી
ક્યારે આટલો ખૂબસૂરત અહેસાસ પીગળી ગયો
તોતડી કાલીઘેલી ભાષામાં હર પળ ઉત્સાહ હતો
પળવારમાં હસી પડવાનું ને બીજી પળે રડી પડવાનું
રતૂમડાં ગાલ પર ઉભરાતું અઢળક વ્હાલ અને ખભો થપથપાવવાનું અને ખોળામાં સૂઈ જવાનું
છાતીએ વળગાડી હાલરડું સંભળાવવાનું
વારંવાર ઉઠીને રજાઈ ફંગોળવાનું
હવે તો પલંગ પણ ખાસ્સો મોટો થઈ ગયો છે!
મારા પ્યારા બાળકોનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે

હવે તો રોજ સવાર - સાંજ એ મારી તબિયત પૂછે છે
મને હવે એ આરામની સલાહ આપે છે
પહેલા આપણે એમના ઝગડા ઉકેલતા હતા
આજે હવે એ આપણને સમજાવે છે!
લાગે છે જાણે હવે આપણે બાળક બની ગયા છીએ
મારા બાળકો હવે ઘણાં મોટા થઈ ગયા છે...
- અજ્ઞાત

(ઇન્ટરનેટ પરથી)

Wednesday, December 30, 2015

કરી બતાવો તમે!

કુદરતની અમૂલ્ય ભેટ પુષ્પના સૌન્દર્ય જેવું જીવી બતાવો તમે
 જીવન છે અનમોલ ભેટ સુગંધિત રીતે જીવી બતાવો તમે

ઝરમર વરસતા વરસાદની સુરાવલી ના વાજિંત્રો સાંભળી
 પ્રેમનો આલાપ ગુનગુનાવી મદમસ્ત બની બતાવો તમે

સાગરમાં પૂનમની ભરતીના મસ્તી ભર્યા મોજાની ઘેઘૂરતા
 જેવી ભીનાશભરી આ મન ની લચકતા સમજી બતાવો તમે

ધરતીની ગોદે આ મખમલી ચાદર જેવા લીલાછમ ઘાસ માં
 ઝાકળના આ બિંદુને પારખી નઝર થી ઓળખી બતાવો તમે

ગુલ ગુલશન ના બાગમાં ઉગતી આ નિર્દોષ કુમળી કુંપણ માં
 ફુલ બની રહેલ કળીની સુગંધિતતાને પારખી બતાવો તમે

અરમાનોના ઓઢણાં ઓઢાડીને પાલવડે બાંધી રાખેલ પ્રીતને
 પ્રીતિના છુંદણા છુંદી લોહીની ટસરો ને ભૂસી બતાવો તમે..

  • આરતી ત્રિવેદી

(‘ઇન્ટરનેટ પરથી)

Saturday, July 4, 2015

શોધીએ છીએ ...


[ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલું આ કાવ્ય ગમી ગયું એટલે આજે ઇન્ટરનેટ કોર્નરમાં શેર કર્યું છે...]

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ.

 
કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.
 
 
 ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.

 
 વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,

હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.
 
કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.


કદી આપ્યો આદર જેને હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.
 

 સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
લણવા માટે શી વરાપ શોધીએ છીએ.
 

 સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?
 
જયંતી


('ઈન્ટરનેટ પરથી')

Friday, November 21, 2014

દોસ્ત


ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ

મળને દોસ્ત,

ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ

ભરને દોસ્ત.

લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ

સામે લડને દોસ્ત,

કોમ્પુટરને બદલે દિલથી કોઈ

છોકરીના પ્રેમમાં પડને દોસ્ત.

હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક

ઈશ્વરથી ડરને દોસ્ત,

પોતાનુંજ ઝુડ ઝુડ કરે છે ક્યારેક બીજાનુંય

સાંભળને દોસ્ત.

દરેક વખતે લીફ્ટને બદલે કોઈ વાર

પગથીયા ચડને દોસ્ત,

આવેલા મહેમાનોને ક્યારેકતો ઉભો થઈને

પાણી ધરને દોસ્ત.

હાથમાં હમેશા મોબાઈલને બદલે સારું પુસ્તક

પકડને દોસ્ત,

ઘરના બધા સાથે બેસીને કોઈ વાર

પ્રેમથી વાતો કરને દોસ્ત.

આખો દિવસ ગુગલ શું કરે છે? ઘરની બહાર

નિકળને દોસ્ત,

કુદરતમાં ખોવાઈને નવા સ્વરૂપે તું તનેજ

ફરીથી જડને દોસ્ત

-     ‘અજ્ઞાત’


('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 27, 2014

"દ્રષ્ટિ"ની જરૂર છે...


નદી છીછરી હોવા છતાંય ગમે છે કારણ ...આપણી આંખ સામે એનું છીછરાપણું નહી પણ એનું મીઠું પાણી હોય છે...

સાગર ખારો હોવા છતાંય એની પ્રશંસા કરીએ છીએ કારણ ...એની ગંભીરતા દેખાય છે...

છોડ પર કાટાં હોવા છતાંય આકર્ષણ થાય છે કારણ ...આંખ સામે કાંટા નહી પરંતુ પણ એની વચ્ચે ખીલેલું ગુલાબ હોય છે ...

સામી વ્યક્તિમાં સંખ્યાબંધ દોષો હોવા છતાંય એને ચાહતા રહેવામાં આપણને કોઇ તકલીફ પડે એવી "દ્રષ્ટિ"ની જરૂર છે...

કારણ ...આખરે તો આત્મા અનેક ગુણોનો માલિક છે...!!!

 
('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 23, 2014

બા સાવ એકલાં જીવે...


બા એકલાં જીવે

બા સાવ એકલાં જીવે 

એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે ….. બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું

રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું

દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં

ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા

સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે

ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે

સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે ….. બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ

કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ

સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં

બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં

સુખડીનો પાયો દાઝેલો શેમાં ઘી રેડે

બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે

ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે


કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ

નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ

ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે

ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે

શબરીજીને ફળી ગયાં બોર અને નામ

બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ

જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે


('ઈન્ટરનેટ પરથી')

Saturday, June 21, 2014

અત્યારે જ ...


લતા હીરાણી ની એક સુંદર હ્રદયસ્પર્શી કવિતા ઇન્ટરનેટ પર વાંચવામાં આવી અને તે હું તમારા સૌ સાથે શેર કર્યા વગર રહી શક્યો!

 

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહી શકું

તું હમણાં ફૂલો મોકલ ને!

 

હું મૃત્યુ પામીશ

 અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહી પડે

તું અત્યારે થોડું રડ ને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહી શકું

તું બે શબ્દો હમણાં બોલ ને !

 

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઈશ

જે હું જાણી નહી શકું

તું મને હમણાં માફ કરી દેને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહી શકું

તું મને અત્યારે યાદ કર ને!

 

હું મૃત્યુ પામીશ

અને તને થશે...

મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો...

તો તું અત્યારે એવું કર ને!

('ઈન્ટરનેટ પરથી')

Sunday, March 9, 2014

બે કાવ્યો


દિલ    પૂછે છે મારૂં , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાંખ , સામે કબર દેખાય છે.  

ના વ્યવહાર સચવાય છે , ના તહેવાર સચવાય છે ,  

દિવાળી હોય કે હોળી , બધું ઓફીસમાં ઉજવાય છે.  

બધું તો ઠીક હતું , પણ હદ તો ત્યાં થાય છે ,  

લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.  

દિલ    પૂછે છે મારૂં , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?......  


પાંચ આંકડાનો પગાર છે , પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે ?  

પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે ?  

         ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં જવાય છે ?  

         હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.  

                 દિલ    પૂછે છે મારૂં , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?.....  

કોઇને ખબર નથી રસ્તો ક્યાં જાય છે ?  

થાકેલા છે બધા છતાં , લોકો ચાલતા જાય છે.  

         કોઇક ને સામે રૂપિયા તો કોઇક ને ડોલર દેખાય છે.

         તમે કહો મિત્રો શું આને જીંદગી કહેવાય છે ?  

                  દિલ    પૂછે છે મારૂં , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?....  

બદલાતા પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.  

આવનારી પેઢી પુછશે , સંસ્કૃતિ કોને કહેવાય છે ?  

       એક વાર તો દિલને સાંભળો , બાકી મન તો કાયમ મુંઝાય છે.  

       ચાલો જલદી નિર્ણય લઇએ , હજુ સમય બાકી દેખાય છે.    

દિલ    પૂછે છે મારૂં , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?   જરાક તો નજર નાંખ , સામે કબર દેખાય છે. 

************

તુ મીઠા જળનું માછલુ

અને હું ખારો સમુદ્ર

ક્યાંથી જીવાશે વેદના સભર જીવન?

તારો તરફડાટ હું જોઇ શકું

તુ મારામાં રહી શકુ

આપણું છુટા પડવુ સંભવ નથી

સાથે રહેવુ શક્ય નથી

વેદના સભર જીવન ક્યાંથી જીવાશે?

હું સુર્ય પ્રકાશમાં ઉકળી ઉકળી મીઠો થઉં

પણ ત્યાં સુધી તુ રાહ જોઇ શકીશ?

કાં તુ રડી રડીને આંસુ થી મને ભર

પણ તને રડતી જોઇ હું શાંત રહી શકીશ?

બે માંથી એકનુ બદલાવુ જરૂરી છે

હું તો થાકી ગયો- તુ બદલાઇશ?
 

('ઈન્ટરનેટ પરથી')