Showing posts with label 'gujarati jokes'. Show all posts
Showing posts with label 'gujarati jokes'. Show all posts

Saturday, June 16, 2018

સાયકોલોજીમાં પી. એચ. ડી.

  એક દિવસ પ્રખ્યાત એવી એક યુનિવર્સીટીમાં સાયકોલોજીના વરિષ્ઠ પ્રોફેસરે તેમના વર્ગમાં એક અતિ ગંભીર વિષય પરનો પાઠ ભણાવવો શરૂ કર્યો. જેવા એ લખવાના કાળા પાટીયા તરફ ફર્યા કે એક ટીખળી વિદ્યાર્થીએ સીટી વગાડી. પ્રોફેસરે વિદ્યાર્થીઓ તરફ ફરી પૂછ્યું કે સીટી કોણે વગાડી. અપેક્ષિત જ હતું એ મુજબ કોઈએ જવાબ આપ્યો નહીં.
           પ્રોફેસરે શાંતિથી પોતાની પેન ખિસ્સામાં ભરાવી, પોતાની બેગ ઉપાડી અને તે દિવસનો તેમનો લેક્ચર પૂરો થયાની જાહેરાત કરી તેેમણે દરવાજા તરફ ચાલવા માંડ્યું. વિદ્યાર્થીઓતો અણધારી છુટ્ટી મળતાં રાજીના રેડ થઈ ગયાં. પણ અચાનક પ્રોફેસર વર્ગમાનાં ટેબલ-ખુરશી તરફ પાછા ફર્યા અને તેમણે કહ્યું જતાં પહેલાં તેઓ એક વાર્તા સંભળાવશે.
            બધાંને આમાં રસ પડ્યો. તેમણે વાર્તા શરૂ કરી, "ગઈ કાલે રાત્રે મને ઉંઘ જ નહોતી આવતી. મને વિચાર આવ્યો ચાલ કારમાં એક આંટો મારતો આવું અને પેટ્રોલ ભરાવતો આવું. સવારે મારો એટલો સમય બચી જશે અને અત્યારે ઉંઘ નથી આવતી એ પણ આંટો મારી આવ્યા બાદ આવી જશે. પેટ્રોલથી કારની ટેન્ક પૂરી ભરાવ્યા બાદ મેં આસપાસ ટ્રાફિકવિહોણા રોડ પર વાહન હંકારી શાંતિથી ડ્રાઈવીંગની મજા માણી.
          અચાનક રસ્તાને એક ખૂણે ઉભેલી સુંદર વસ્ત્રોમાં સજ્જ યુવતિ પર મારી નજર પડી. કદાચ એ કોઈ પાર્ટીમાંથી પાછી ફરી રહી હશે. મેં વિવેક ખાતર મારી કાર તેની પાસે લઈ જઈ ઉભી રાખી અને તેને પૂછ્યું શું હું તેની કોઈ મદદ કરી શકું? તેણે મને તેના ઘેર છોડી દેવા વિનંતી કરી જે મેં સહર્ષ સ્વીકારી. નિંદર વેરણ બની હોય તેવામાં કોણ આવી સુંદર યુવતિ નો થોડા સમય નો તો થોડા સમય નો સંગાથ નકારવાની ભૂલ કરે?!
    તે ગાડીમાં મારી સાથે આગળની સીટ પર બેઠી. અમે વાતચીત શરૂ કરી. મને સુખદ આશ્ચર્ય થયું જ્યારે મેં જાણ્યું કે તેની બુદ્ધિમત્તા ઘણી ઉંચી હતી અને તેનું સામાન્ય જ્ઞાન તેની ઉંમરનાં અન્ય યુવક - યુવતિઓ કરતાં ઘણું વધારે હતું.
        જ્યારે અમે તેના ઘર સુધી પહોંચી ગયા ત્યારે તેણે નિખાલસતા પૂર્વક મારા વિવેકી સ્વભાવ અને સૌજન્યપૂર્ણ વ્યવહારના વખાણ કરતાં મારા પ્રેમમાં પડી ચૂકી હોવાનો એકરાર કર્યો. મેં પણ તેની સુંદરતા અને બુદ્ધિચાતુર્યનાં વખાણ કર્યાં અને જણાવ્યું કે હું પણ તેને પસંદ કરું છું. મેં તેને જાણ કરી કે હું આપણી આ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. તેણે મારો સંપર્ક નંબર માગ્યો જે મેં સહર્ષ તેની સાથે શેર કર્યો. પછી તેણે મારી પાસે એક માગણી કરી જેનો હું સ્વભાવિક રીતે અસ્વીકાર ના કરી શક્યો.
         તેણે કહ્યું હું જ્યાં કામ કરું છું એ જ યુનિવર્સિટીમાં તેનો ભાઈ પણ અભ્યાસ કરે છે અને તેણે મને તેનું ધ્યાન રાખવા કહ્યું કારણ હવે અમે લાંબા ગાળાના એક સરસ સંબંધમાં બંધાવા જઈ રહ્યા હતા. મેં તેને તેના એ ભાઈનું નામ જણાવવા કહ્યું ત્યારે તેણે મને જણાવ્યું કે તેની એક ખાસ લાક્ષણિકતાને કારણે હું તેને તરત ઓળખી જઈશ. તે સીટી ખૂબ વગાડે છે."
         જેવી પ્રોફેસરે આ વાત કરી કે આખા વર્ગનાં બધાં વિદ્યાર્થીઓનું ધ્યાન જેણે સીટી મારી હતી તે ટીખળી વિદ્યાર્થી તરફ ગયું.
          પ્રોફેસરે તરત તેને સંબોધતા કહ્યું, "મહાશય, માથાનાં વાળ ધોળા એમ ને એમ નથી થયાં, તારો આ માસ્તર સાયકોલોજીમાં પી. એચ. ડી. છે!"

(ઇન્ટરનેટ પરથી)

Tuesday, February 7, 2017

પત્ની એટલે પત્ની !

એક નવું પરણેલું દંપતિ હાથમાં હાથ પરોવી બગીચામાં લટાર મારી રહ્યું હતું. અચાનક સામેથી એક કૂતરું આવી ચડ્યું. બંને ને ખબર પડી ગઈ કે તેમને કરડવાનું છે.
ત્વરીત બુદ્ધિ વાપરી પતિએ વ્હાલી પત્નીને પોતાના હાથમાં ઉંચકી લીધી અને કૂતરું પતિ ને કરડી ગયું.
કૂતરું કરડ્યા બાદ થોડી વાર તેમની સામે ઉભું રહ્યું અને ત્યાર બાદ થોડું ભસી ત્યાંથી ચાલ્યું ગયું. પતિએ હવે પત્નીને હેઠી ઉતારી અને આશાસ્પદ નજરે એની સામે જોયું, એવી અપેક્ષા સાથે કે જાણે હમણા પત્ની તેને વ્હાલથી ભેટી પડશે અને પ્રેમપૂર્વક તેનો આભાર માનશે.
પણ પત્ની એટલે પત્ની!
બરાડી,"મેં કૂતરા સામે પથરા ફેંકતા કે તેને લાકડી ફટકારતા અનેક લોકો જોયા છે પણ પોતાની પત્નીને ઉંચકી કૂતરા પર ફેંકવા જતા તમારા જેવા નિષ્ઠુર પતિ પહેલી વાર જોયા(!)"
ડઘાઈ ગયેલો પતિ બિચારો શું બોલે?!! 

ઉપસંહાર :
પત્ની એટલે પત્ની, એનાથી વધુ બૂરી રીતે અન્ય કોઈ તેના પતિ વિશે ગેરસમજ કરી શકે
- સ્વામી અજ્ઞાત મહારાજ   


('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 23, 2015

રમૂજી ઉક્તિઓ


જો તમે શર્ટનું પહેલું બટન ખોટું બિડશો તો નિ:સંદેહ બાકીના બધાં બટન પણ ખોટા બિડાશે.

- દામુભાઈ દરજી

(જરૂરી નથી બધી સારી વાતો મહાત્મા ગાંધી કે શેક્સપિયરે કહી હોય!)

%%%%%%%%%%%%%%%%%%

જો તમારા માર્ગમાં નાના નાના કાંકરા આવે તો સમજજો કે....

આગળ રોડનું કામ ચાલી રહ્યું છે!!!

- ભંવરલાલ ઠેકેદાર

%%%%%%%%%%%%%%%%%%

જિંદગી મે સિર્ફ પાના હી સબકુછ નહિ હોતા, ઉસકે સાથ નટ બોલ્ટ ભી ચાહીએ..!!!

- મહાદેવ મિસ્ત્રી

%%%%%%%%%%%%%%%%%%

તુમ મુજે ખૂન દો...

મૈ તુમ્હે બજે તક રીપોર્ટ દૂંગા...!!!

- ગુપ્તા પેથોલોજી

%%%%%%%%%%%%%%%%%%

યહાં ખુદા હૈ વહા ખુદા હૈ

આસપાસ ખુદા હી ખુદા હૈ

જહા ખુદા નહિ હૈ વહા કલ ખુદેગા!!!

- નગરપાલિકા

%%%%%%%%%%%%%%%%%%

જિસ ને જલ્દબાજીમે શાદી કી

ઉસને અપના જીવન બિગાડ લિયા

વાહ વાહ

વાહ વાહ .

.. ઔર જિસને સોચ સમજ કર કી

ઉસને કૌનસા તીર માર  લિયા??!!!

 

('ઈન્ટરનેટ પરથી')

Sunday, May 3, 2015

હસો...

હસો...કારણકે એ મનુષ્ય હોવાની પહેલી શરત છે. એક પશુ ક્યારેય હસી શકતું નથી.
હસો...કારણકે હાસ્ય જ તમારા ચહેરાનો વાસ્તવિક શ્રુંગાર છે.ચહેરા પરનું હાસ્ય તમને કોઈ બહુમૂલ્ય આભૂષણની ગેરહાજરીમાં પણ સુંદર દેખાડશે.
હસો...કારણકે દુનિયાનો દરેક મનુષ્ય ખિલેલા ફૂલો અને ખિલેલા ચહેરા પસંદ કરે છે.
હસો... કારણકે ક્રોધમાં અપાયેલ આશિર્વાદ પણ ખરાબ લાગે છે જ્યારે હસીને કહેલા ખરાબ શબ્દો પણ સારા લાગે છે.
હસો... કારણકે પરિવારમાં સંબંધો ત્યાં સુધી જ ટકી રહે છે જ્યાં સુધી આપણે એકમેકને જોઈ હસતા રહીએ છીએ.
હસો... કારણકે આપનું હાસ્ય કોઈની ખુશીનું કારણ બની શકે છે.
હસો ...કારણકે હસતા રહેવું જીવંત હોવાની પહેલી શરત છે.

('ઈન્ટરનેટ પરથી')

Saturday, February 23, 2013

થોડી રમૂજ!

[૧] નિયમિત ઝોકા ખાવાની આદત તમને ઘરડા થતા અટકાવે છે,ખાસ કરીને જો એ તમે ડ્રાઈવ કરતી વખતે ખાધાં હોય!

[૨] બાળક એક હોય તો તે તમને માતા કે પિતા બનાવે છે જ્યારે બે બાળકો તમને રેફરી બનાવે છે!

[૩] લગ્ન એવો એક સંબંધ છે જેમાં એક પક્ષ હંમેશા સાચો હોય છે અને બીજો પક્ષ પતિ!

[૪] હું માનું છું કે આપણે બધાએ ટેક્સ સ્મિતથી ભરવો જોઇએ.મેં એમ કરવા પ્રયત્ન પણ કર્યો, પણ તેમને એ રોકડા રૂપિયામાં જ જોઈતો હતો!

[૫] બાળકનો સૌથી વધુ શારીરિક વિકાસ એ પછીના એક મહિનામાં જ થાય છે જ્યારે તમે તેના માટે નવો યુનિફોર્મ સિવડાવ્યો હોય!

[૬] ખરાબ ન લગાડશો,(તમે જ નહિ)ઘણાં બધાં (અન્ય )લોકો (પણ) કોઈ જ પ્રકારની આવડત વગર જીવતા હોય છે!

[૭] એવી વ્યક્તિ સાથે પરણશો નહિં જેની સાથે તમારે જીવન વ્યતિત કરવું હોય.પણ એવી વ્યક્તિ સાથે લગ્ન કરજો જેના વગર તમે જીવન વ્યતિત ન કરી શકો.જો કે એમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરો, બાદમાં તો તમારે પસ્તાવાનું જ છે!

[૮] તમે પ્રેમ ક્યારેય ખરીદી શકો નહિં પણ તેની ભારે કિંમત તમારે જરૂર ચૂકવવી પડે છે!

[૯] ખરાબ અધિકારીઓ, એવા સારા નાગરિકો દ્વારા ચૂંટાઈ આવે છે જેઓ મતદાન કરતાં નથી!

[૧૦] આળસ એટલે બીજું કંઈ નહિ પણ તમે થાકી જવાના હોવ એ પહેલા આરામ કરી લેવાની આદત!

[૧૧] લગ્ન એક પ્રકારની આપલે છે. પતિએ બિચારો માની જઈને શાંતિથી આપી દે તો ઠીક નહિતર પત્ની ગમે તેમ કરીને જે જોઇએ તે લઈ જ લે છે!

[૧૨] મારી પત્ની અને મારી વચ્ચે હંમેશા સહમતિ સધાઈ જતી હોય છે.હું માની લઉં છું કે હું ખોટો છું અને તે મારી સાથે સહમત થઈ જતી હોય છે!

[૧૩] જેઓ પોતાના પર હસી શક્તા નથી તેઓ તે કામ અન્યોને સોંપી દે છે!

[૧૪] મહિલાઓ પ્રથમ. સુંદર મહિલાઓ તો પ્રથમથીયે આગળ!

[૧૫] એક લગ્ન સફળ બની રહે એ માટે તમારે વારંવાર પ્રેમમાં પડવું પડે,એકની એક વ્યક્તિ સાથે.

[૧૬] જ્યારે વસ્તુઓ કરવા કરતાં તમને એ યાદ રાખવી વધુ ગમવા માંડે ત્યારે સમજવું કે તમે ઘરડાં થવા માંડ્યા છો!

[૧૭] એ મહત્વનું નથી કે પરિણીત પુરૂષ કેટલી વાર નોકરી બદલે છે,તેનો બોસ તો એ નો એ જ રહે છે! (કહેવાની જરૂર ખરી એ બોસ એટલે તેની પત્ની!)

[૧૮] સાચા મિત્રો એ છે જેમના નામ અને સંપર્ક વિગતો ,જૂની એડ્રેસ બુકમાંથી નવી એડ્રેસ બુકમાં કોપી થયા કરે!

[૧૯] બચત સૌથી સારી વસ્તુ છે.ખાસ કરીને જ્યારે તમારા માબાપે એ તમારે માટે કરેલી હોય!

[૨૦] શાણા માણસો બોલે છે કારણકે તેમની પાસે બોલવા માટે કંઈક હોય છે.મૂર્ખાઓ બોલે છે કારણકે તેમને (સદાયે) કંઈક કહેવું હોય છે.

[૨૧] આપણી ભાષાને માત્રુભાષા કહેવામાં આવે છે કારણકે પિતા બિચારા ભાગ્યે જ બોલવા પામે છે.

[૨૨] માણસ : લાંબુ જીવવાનો કોઈ માર્ગ?

ડોક્ટર : પરણી જાઓ.

માણસ શું એનાથી ફાયદો થશે?

ડોક્ટર : ના, પણ પછી ક્યારેય લાંબુ જીવવાના વિચાર નહિ આવે!

[૨૩] લગ્ન કરતી વેળાએ પતિ પત્ની એકમેકનો હાથ શા માટે પકડે છે?આ એક વ્યવહાર છે જેમ બે બોક્સર્સ બોક્સિંગની લડત પહેલા એકમેક સાથે હાથ મેળવે છે.

[૨૪] પત્ની : ડાર્લિંગ આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે.આપણે શું કરવું જોઇએ?

પતિ : ચાલો બે મિનિટનું મૌન પાળીએ.

[૨૫] લોકો લવમેરેજ અને અરેન્જ્ડ મેરેજ ની સરખામણી કરી ચર્ચાઓ કરે તે ખૂબ રમૂજી બાબત છે.આતો એવી વાત થઈ જાણે નક્કી કરવું કે આત્મહત્યા સારી કે ખૂન થઈને મરી જવું સારૂં?

[૨૬] જગતમાં એક અને માત્ર એક જ આદર્શ બાળક હોય છે અને તે દરેક માતાનું હોય છે!

[૨૭] જગતમાં એક અને માત્ર એક જ આદર્શ પત્ની હોય છે અને તે પાડોશીની હોય છે!

('ઈન્ટરનેટ પરથી')