Showing posts with label 'J R D Tata'. Show all posts
Showing posts with label 'J R D Tata'. Show all posts

Thursday, June 30, 2016

મૂલ્યનું મહત્વ

જે. આર. ડી. ટાટા ના એક મિત્ર તેમને મળ્યા અને તેમણે જે. આર. ડી.ને પોતે વારંવાર પેન ખોઈ બેસતા હોવાની ફરિયાદ કરી.
તે સાવ નજીવી કિંમત ની પેન ખરીદતા જેથી એ ખોવાઈ જાય તો તેનો વસવસો ન રહે. પણ તે પોતાની બેકાળજીપણાની આદત ને લઈ ને ચિંતિત હતા.
જે. આર. ડી. એ તે મિત્રને તેમને પરવડી શકે એટલી કિંમતમાં મળતી મોંઘામાં મોંઘી પેન ખરીદવા સૂચન કર્યું અને પછી જોવા કહ્યું કે શું ફેર પડે છે.
મિત્રે એ મુજબ કર્યું. તેમણે ૨૨ કેરેટ સોનાની એક કિંમતી પેન ખરીદી.
છ એક મહિના બાદ જ્યારે જે. આર. ડી. તેમને મળ્યા અને તેમણે એની પેન ગુમાવી બેસવાની આદત વિષે પૂછ્યું.
મિત્રે કહ્યું તે પોતાની મોંઘીદાટ પેનનું ખુબ ધ્યાન રાખે છે અને તેમને પોતાને આ પરીવર્તન જોઈ ખુબ નવાઈ લાગે છે!
જે. આર. ડી. એ સમજાવ્યું કે એ પરીવર્તન પેનની કિંમતે આણ્યું છે અને તેમના પોતાનામાં વ્યક્તિગત રીતે ક્યારેય કોઈ ખામી નહોતી.
આપણા જીવનનું પણ આવું જ છે.
આપણે જે વસ્તુને મૂલ્યવાન ગણતા હોઈએ તેનું આપણે સહજા જતન કરતા હોઈએ છીએ.
જો આપણે આરોગ્યને મહત્વનું ગણતા હોઈશું તો આપણે ખાવાપીવામાં ખુબ કાળજી રાખીશું.
જો આપણે મન, આપણા મિત્રોનું મૂલ્ય હશે તો આપણે તેમને આદર આપીશું.
જો આપણે પૈસાને કિંમતી ગણતા હોઈશું તો એ ખર્ચતી વેળા આપણે ખુબ સાવધ હોઈશું.
જો આપણને સમયનું મૂલ્ય સમજાતું હશે તો આપણે ક્યારેય તેને વેડફીશું નહિ.
જો આપણે આપણા સંબંધોને મહામૂલા ગણતા હોઈશું તો તેમને તૂટવા દઈશું નહિ.
કાળજી રાખવાની મૂળ વૃત્તિ આપણા સૌમાં રહેલી જ હોય છે, આપણને ખબર જ હોય છે ક્યારે સાવધાની રાખવાની હોય છે.
બેકાળજી કે લાપરવાહી માત્ર એ વાત નો જ નિર્દેશ કરે છે કે એ વસ્તુ,વ્યક્તિ કે બાબત ની આપણે મન કિંમત નથી.


('ઈન્ટરનેટ પરથી')