Tuesday, April 4, 2017

૮ ટૂંકી સુંદર અર્થસભર વાતો

૧) જેમની પાસે સિક્કા હતા તેઓ આનંદે વર્ષાની મજા માણી રહ્યા હતા, જ્યારે જેમની પાસે નોટો હતી તેઓ ચિંતાપૂર્વક શરણું શોધી રહ્યા હતાં!

૨) એક જગાએ માણસ અને ભગવાન ટકરાઈ પડ્યા અને બંને બોલી ઉઠ્યા "મારો સર્જક." !

૩) તેણે પૂછ્યું,"તું હિન્દુ છે કે મુસ્લિમ?"
તેણે જવાબ આપ્યો ," હું ભૂખ્યો છું!"

૪) મૂરખ ને ખબર નહોતી કે એ અશક્ય છે,એટલે જ તે એ કરી શક્યો.

૫) "રોંગ નંબર" એક પરિચિત અવાજે કહ્યું.

૬) ઇશ્વર તમને તમારા મર્યા બાદ પૂછે," તો… સ્વર્ગ કેવું હતું?" તો?!

૭) તેમણે મને કહેલું તેને મારા પ્રેમમાં પાડવા મારે તેને હસાવવી પડશે. પણ અહિ તો એ જ્યારે જ્યારે હસે છે ત્યારે તેના પ્રેમમાં હું પડી જાઉં છું!

૮) હવે આપણે મિત્રો બનાવતા નથી, તેમને 'એડ' કરીએ છીએ.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment