Saturday, November 9, 2013

શબ્દરમત


તમે કદાચ SCRAMBLE નામની રમત રમ્યાં હશો. ન રમ્યા હોવ તો જાણી લો કે તેમાં અક્ષરો આડા અવળા ક્રમમાં આપ્યા હોય તેને યોગ્ય ક્રમમાં ગોઠવી તમારે શબ્દ તૈયાર કરવાનો હોય.

જેમકે 'ળ ક મ' માંથી 'કમળ' ,  'R E L N A' માંથી 'LEARN' .

હવે કોઈક ભેજાબાજે નવરાશના સમયે કે ભારે માથાકૂટ પછી અંગ્રેજી શબ્દોનાં જ અક્ષરોના ક્રમમાં ફેરફાર કરી નવા બંધબેસતાં શબ્દો તૈયાર કર્યા છે. એ આજે 'ઇન્ટરનેટ કોર્નર'માં માણીએ!

જેણે પણ આ બનાવ્યાં છે તેની સૂઝબૂઝને સલામ! 

 
DORMITORY:
માંથી
DIRTY ROOM
 

PRESBYTERIAN:
માંથી
BEST IN PRAYER
 

ASTRONOMER:
માંથી
MOON STARER

 

DESPERATION:
માંથી
A ROPE ENDS IT

 

THE EYES:
માંથી
THEY SEE

 

GEORGE BUSH:
માંથી
HE BUGS GORE

 

THE MORSE CODE :
માંથી
HERE COME DOTS

 
SLOT MACHINES:
માંથી
CASH LOST IN ME

 
ANIMOSITY:
માંથી
IS NO AMITY

 
ELECTION RESULTS:
માંથી
LIES - LET'S RECOUNT

 

SNOOZE ALARMS:
માંથી
ALAS! NO MORE Z 'S

 
A DECIMAL POINT:

માંથી
IM A DOT IN PLACE

ELEVEN PLUS TWO:
માંથી
TWELVE PLUS ONE

...અને છેલ્લે ગ્રાન્ડ ફિનાલે સમો આ એનાગ્રામ!

MOTHER-IN-LAW:
માંથી
WOMAN HITLER

(હું આશા રાખું છું મારા સાસુ આ ન વાંચી રહ્યા હોય! તેમના માટે આ લાગુ પડતુ નથી! તેઓ ખૂબ સારા છે!! :) )


('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 3, 2013

શાંતિ પ્રાપ્ત કરવાની કળા


રામકૃષ્ણ પરમહંસના કેટલાક શિષ્યો તેમને મળવા ગયા. તેમણે રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે, અમને કંઈક ઉપદેશ આપો.
એ વખતે રામકૃષ્ણ પરમહંસ બહાર ખુલ્લી જગ્યામાં બેઠા હતા. તેઓ શિષ્યોને બદલે આકાશ તરફ જોઈને બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ સમડી પાસેથી તમે બોધ મેળવી શકો છો.
શિષ્યોએ ઉપર જોયું તો એક સમડી મોંમાં માછલી પકડીને ઊડી રહી હતી. એની પાછળ બીજી સમડીઓ અને કાગડાઓ ઊડી રહ્યા હતા. તેઓ માછલીને ચાંચમાં લઈને ઊડી રહેલી સમડીને ઘેરી રહ્યા હતા.
કાગડાઓ અને બીજી સમડીઓથી ઘેરાઈ ગયેલી પેલી સમડીએ ચાંચમાંથી માછલી છોડી દીધી. એની ચાંચમાંથી માછલી છૂટી એ સાથે એ સમડીથી થોડે નીચે ઊડી રહેલી સમડીએ એ માછલી પોતાની ચાંચમાં ઝડપી લીધી અને બધાથી દૂર ભાગવા માંડી.
હવે બધા કાગડાઓ અને સમડીઓ એની પાછળ પડી ગયા. બીજી બાજુ જે સમડીએ ચાંચમાંથી માછલી છોડી દીધી હતી એ સમડી એક વૃક્ષ પર જઈને શાંતિથી બેસી ગઈ અને જે સમડીએ માછલી પકડી હતી એની પાછળ પડેલા બીજા પક્ષીઓને જોઈ રહી.
રામકૃષ્ણ પરમહંસે શિષ્યોને કહ્યું કે, ‘આ વૃક્ષ પર બેઠેલી સમડીને જુઓ. એ સમડીએ માછલીને પડતી મૂકી એ સાથે એને શાંતિ મળી ગઈ. હવે એ નિરાંતે બેઠા બેઠા આખો તાલ જોઈ રહી છે. તમારે પણ શાંતિ જોઈતી હોય તો એ સમડીની જેમ જીવતા શીખવું જોઈએ.
સાંસારિક ઉપાધિઓ જ બધી આફત લાવે છે. જે આવી ચીજો છોડી દે છે એને શાંતિ મળી જાય છે. જે માણસ બધું છોડી દેતા શીખી જાય એની પાસે કંઈ રહેતું નથી એટલે તેની પાસેથી કંઈ પડાવી લેવા કોઈ તેને હેરાન કરતું નથી. જે માણસો બધી જંજાળ લઈને ફરે છે તેમને ચિંતા રહે છે કે કોઈ તેમની ચીજ ઝૂંટવી જશે. મેં આવી જ રીતે વર્ષો અગાઉ આવી એક ઘટના પરથી પ્રેરણા લઈને જ સંસારની ઉપાધિઓ છોડી દીધી એ પછી મને શાંતિ પ્રાપ્ત થઈ ગઈ..

('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 26, 2013

કેટલીક ઉપયોગી ટીપ્સ


તમામ નકારાત્મક સંકટભર્યા, મુશ્કેલીઓના વિચારોને હાંકી કાઢો  - કાન વાટે, પગની એડી વાટે, શરીરના દરેકેદરેક અંગમાંથી, જે રીતે તમને ફાવે એ રીતે." ~ માર્ક ટ્વેન દ્વારા કહાયેલી આ વાત ખરેખર વિચારવા લાયક છે.

ખર્ચવા અંગે :

જો તમે એવી ચીજ-વસ્તુઓ ખરીદશો જેની તમને જરૂર ન હોય,તો ટૂંક સમયમાં જ તમારે જે ચીજવસ્તુઓની તમને જરૂરિયાત હોય એ વેચવાનો વારો આવશે.

બચત અંગે :

તમે ખર્ચ્યા બાદ જે વધે છે તેમાંથી બચત કરો છો પણ તમારે ખરી રીતે જે બચત કર્યા બાદ વધે તેમાંથી ખર્ચ કરવો જોઇએ.

જોખમ લેવા અંગે:

નદીનું ઉંડાણ ક્યારેય બે પગે ન માપો.

રોકાણ કરવા અંગે:

બધાં જ ઇંડા ક્યારેય એક ટોપલીમાં ન મૂકો.

અપેક્ષા રાખવા અંગે :

પ્રમાણિકતા એક ખૂબ મોંઘી સોગાદ છે. તેની અપેક્ષા સસ્તા લોકો પાસેથી ન રાખશો.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 19, 2013

હ્રદયસ્પર્શી અંતિમ વિદાય


         આ કોઈ ફિલ્મી વાર્તા નથી પણ એક સાચો કિસ્સો છે.
                પુણેના કોઈક શ્રીમાન ઝવેર પૂનાવાલાની આ વાત છે. તેમનો ગંગાદત નામે એક ડ્રાઈવર હતો. છેલ્લા ત્રીસ વર્ષથી તે શ્રીમાન ઝવેરની લિમોઝાઈન ગાડી ચલાવતો હતો. કહેવાય છે કે આ લિમોઝાઈન ગાડી મૂળ ભગવાન રજનીશની હતી જે શ્રીમાન ઝવેરે તેમની પાસેથી ખરીદી હતી.
                જ્યારે ગંગાદત્તનું મ્રુત્યુ થયું ત્યારે શ્રીમાન ઝવેર એક ખાસ અગત્યના કામ માટે મુંબઈ આવ્યા હતા. જેવા તેમણે આ દુ:ખદ સમાચાર સાંભળ્યા તેવી તરત તેમણે પોતાની બધી મીટીંગ્ઝ રદ કરી નાંખી અને તરત ગંગાદત્તના પરિવારને ફોન કરી તેની અંતિમ વિધિ પોતે પૂના પાછા ન ફરે ત્યાં સુધી રોકી રાખવા જણાવયું અને તેઓ પોતે તરત હેલિકોપ્ટરમાં પુણે પરત ફર્યા.
                પુણે પહોંચતા વેત તેમણે આખી લિમોઝાઈનને સુંદર ફૂલો વડે શણગારાવી. આ એ જ લિમોઝાઈન હતી જે ગંગાદત્તે આખી જિંદગી ચલાવી હતી આથી શ્રીમાન ઝવેરની એવી ઇચ્છા હતી કે ગંગાદત્તની અંતિમ યાત્રા એ જ ગાડીમાં નિકળે. ગંગાદત્તના પરિવારે આ માટે સંમતિ આપી અને શ્રીમાન ઝવેર પોતે લિમોઝાઈન હંકારી ગંગાદત્તના શબને ઘાટ સુધી અંત્યેષ્ટી માટે લઈ આવ્યા.
                જ્યારે શ્રીમાન ઝવેરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ ખૂબ દુખી હતા અને ગંગાદત્તે તેમની રાત દિવસ સેવા ઘણાં વર્ષો સુધી કરી હતી તો તેઓ ગંગાદત્તના ક્યારેય ન ચૂકવી શકાય એવા રૂણને ચૂકવવા આટલું તો તેના માટે કરી જ શકે એમ હતા. તેમણે એવી માહિતી પણ આપી કે ગંગાદત્તે તેમના ગરીબીના દિવસો થી અમીરીની યાત્રા સુધી ક્યારેય તેમનો સાથ-સંગાથ છોડ્યો નહોતો. ગંગાદત્તે તેના બે બાળકોને પણ ખૂબ સારી રીતે ઉછેર્યાં હતાં. તેની દિકરી એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતી જે કાબેલે તારીફ ગણાય.
                શ્રીમાન ઝવેરે છેલ્લે જે વાત કરી તે સફળતાને લગતો જીવનનો એક અતિ અગત્યનો પાઠ શિખવી જાય છે. પૈસા તો દરેક જણ કમાય છે પણ આપણી સફળતામાં જેમનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ફાળો  હોય એ બધાં નો આપણે આભાર પ્રગટ કરવો જોઇએ. આવા સારા સંસ્કાર આપણે નવી પેઢીને આપવા જોઇએ.
                આ જ દ્રષ્ટાંત સાચી માનવતાનો પણ નિર્દેશ નથી કરતું?
                જો તમે એમાં વિશ્વાસ ધરાવતા હોવ તો આ લેખ તમારા મિત્રો,સગા-સંબંધીઓને સૌને વંચાવજો...

('ઈન્ટરનેટ પરથી')