Saturday, January 11, 2014

સુખ અને દુઃખ (ભાગ - ૧)


તમને ખબર છે, તમે કેટલા દુઃખી છો?
ઝમીન દી હૈ તો થોડા સા આસમાન ભી દે,

મેરે ખુદા, મેરે હોને કા કુછ ગુમાન ભી દે.

-નિદા ફાઝલી.

સુખ અને દુઃખની સૌથી મોટી ખૂબી શું છે? સુખ હંમેશાં ઓછું લાગે છે અને દુઃખ હંમેશાં વધુ લાગે છે. બંને જેટલાં હોય એટલાં આપણે અનુભવી શકતા નથી. સુખ હોય તો પણ આપણે ગાતા ફરીએ છીએ કે થોડા હૈ થોડે કી જરૂરત હૈ. સુખથી જેને સંતોષ હોય એવા લોકો ખરેખર સુખી હોય છે. સુખ એન્ડલેસ છે. સુખનો કોઈ છેડો નથી. સુખનું કોઈ પૂર્ણવિરામ નથી. એક પછી એક તમન્નાઓ ઊઘડતી રહે છે. મોટા ભાગના સફળ કે ધનવાન લોકોને પૂછો તો એવો જવાબ મળશે કે અમે તો ક્યારેય કલ્પના પણ કરી હતી કે આટલું મળશે. આમ છતાં લોકો એવું નથી કહી શકતા કે અમે સુખી છીએ.

સુખને જીવવા કરતાં દુઃખને વાગોળવાની લોકોને મજા આવતી હોય છે. પોતાનું રાઈ જેવડું દુઃખ પણ માણસને પહાડ જેવડું લાગે છે. લોકો સુખનું સ્મરણ રાખી શકતા નથી અને દુઃખની આખી યાદી તેમને કંઠસ્થ હોય છે. ગઈકાલે મળેલા સુખને યાદ કરતા નથી અને દસ વર્ષ પહેલાંના દુઃખને ભૂલતા નથી. દરેક માણસ કોઈ ને કોઈ અસંતોષ સાથે જીવે છે. કોઈને પગારના આંકડાથી સંતોષ નથી તો કોઈને નફો પૂરતો લાગતો નથી. કોઈને પ્રમોશન મળવાની પીડા છે તો કોઈને નસીબ સામે વાંધો છે. દરેકને પોતાના પ્રશ્નો છે અને દરેકના મનમાં વાત રમતી રહે છે કે તમે મારી જગ્યાએ હોવ તો તમને ખબર પડે. દરેક પોતપોતાની જગ્યાએ હોય છે અને દરેક પાસે પોતાના પૂરતું સુખ અને દુઃખ હોય છે. દરેક પાસે પોતાની પીડા છે, પોતાની વેદના છે, પોતાની વ્યથા છે, પોતાની કથા છે, પોતાનો પ્રેમ છે, પોતાનો વિરહ છે, પોતાની યાદો છે, પોતાની ફરિયાદો છે, પોતાનો અહેસાસ છે અને પોતાનો વિશ્વાસ છે.

દરેક સુખની અનુભૂતિ અને તમામ દુઃખનો અહેસાસ થવો જોઈએ. જેને કોઈ દુઃખ જરાસરખી પણ પીડા નથી આપતું જડ છે. સવાલ હોય છે કે દુઃખનું દુઃખ કેટલું હોવું જોઈએ. કોઈ દુઃખ મીટર લઈને આવતું નથી કે દુઃખની તીવ્રતા આટલી હોવી જોઈએ. માણસની માનસિકતા અને સંવેદનશીલતા દુઃખની પીડાને નાની કે મોટી, વિરાટ કે વામન, અતિ કે અલ્પ અસર કરતી હોય છે. વ્યથાની માત્રા દુઃખ જેટલી હોવી જોઈએ. આમ છતાં વાત ધ્યાને રાખવા જેવી છે કે દુઃખને ગાયે રાખવાથી કોઈ ફેર પડી જતો નથી. ઘણાં લોકો દુઃખને પકડી રાખે છે. એમાં ઘૂંટાયા કરે છે. પોતે બહાર નીકળતા નથી અને આખી દુનિયાને કહેતાં ફરે છે કે હું દુઃખી છું.

એક માણસ હતો. બચપણથી તેનું એક સપનું હતું કે એક દિવસ મારું સુંદર મજાનું ઘર હશે. મને ઘરનું જે સુખ નથી મળ્યું તમામ સુખ હું મારા બાળકને આપીશ. લગ્ન થયાં. એક દીકરો આવ્યો. જોકે ઘરનું સપનું પૂરું થયું. તેનું ઘર હજુયે નળિયાંવાળું હતું. નળિયાં પણ પાકાં હતાં. ઉનાળાના દિવસોમાં નળિયાં ચીરીને ચાંદરડાં ઘરમાં આવી જતાં હતાં અને વરસાદમાં પાણી ટપકતું હતું. માણસ સતત દુઃખી રહેતો કે આવા ઘરની મેં કલ્પના કરી હતી. હું મારા દીકરાને કંઈ આપી શકતો નથી. મારા જેવો કમનસીબ દુનિયામાં કોઈ નથી.

ચોમાસાની ઋતુ આવી. વરસાદ શરૂ થયો. માણસ છતમાંથી ટપકતાં પાણીને જોઈને પોતાની જાતને કોસતો હતો. જ્યાં પાણી ટપકતું હતું ત્યાં તેણે એક તપેલી રાખી દીધી. પોતાની જગ્યા પર પાછો આવીને બેસી ગયો. નાનો દીકરો ખૂણામાં રમતો હતો. તેની સામે જોઈને વિચારતો હતો કે આનાં નસીબ પણ મારા જેવાં છે? એની કિસ્મતમાં પણ ટપકતું પાણી લખ્યું છે?

તપેલીમાં ટપકતાં પાણીનો ટપ ટપ અવાજ આવતો હતો. બાળકનું ધ્યાન તપેલી તરફ ગયું. ભાંખોડિયાં ભરીને તપેલીની પાસે આવ્યો. તપેલીમાં હાથ પછાડીને છબછબિયાં કર્યાં. પિતા સામે જોઈને જરાક હસ્યો. એને મજા આવતી હતી. દૃશ્ય જોઈને પિતાના ચહેરા પર હાસ્ય છલકાયું. દીકરાને તેનાથી વધુ પ્રોત્સાહન મળ્યું. જોરજોરથી છબછબિયાં કરી ખડખડાટ હસવા લાગ્યો. પિતા વિચારમાં પડી ગયા. અરે, આને તો કોઈ વાતનું દુઃખ નથી. હું તો એનાં નસીબને કોસીને દુઃખી થતો હતો. મારો દીકરો તો ખુશ છે. એને તો કોઈ ફરિયાદ નથી. છતમાંથી ટપકતાં પાણીને પણ એન્જોય કરે છે. દુઃખ તો માત્ર મારા મનનો ખયાલ છે. ફટ દઈને ઊભો થઈ ગયો. બાળક પાસે જઈને તેના હાથ ઝાલી તપેલીમાં છબછબિયાં કરવા લાગ્યો. પાણી ઊડીને દીકરાના મોઢા પર લાગ્યું અને ફરીથી ખડખડાટ હસવા લાગ્યો. પિતા પણ એની સાથે હસવા લાગ્યા. બે ઘડીમાં તેને વિચાર આવ્યો કે ક્યાં છે દુઃખ?

પત્ની રસોડામાંથી રોટલો અને ચટણી લઈને આવી અને કહ્યું કે તમે બંને ખાઈ લ્યો. પતિએ પત્નીને પૂછયું કે તું ખુશ છે? પત્નીએ કહ્યું કે તમારા બંનેના હસવાનો અવાજ મારા માટે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સંગીત છે. એવું લાગે છે કે જાણે આખું ઘર ખુશીઓથી ભર્યું છે. સુખની વ્યાખ્યા બીજી શું હોઈ શકે? પતિને પહેલી વખત એવું થયું કે હું ક્યાંક ખોટો છું.

 (ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 4, 2014

શાણપણનાં સૂત્રો


ઇતિહાસ દર્શાવે છે કે મહાન વિજેતાઓએ વિજય મેળવ્યા પહેલા અતિ વિકટ મુશ્કેલીઓનો, અડચણોનો  સામનો કરવો પડ્યો છે.તેઓ જીતી શક્યા કારણકે તેમણે પોતાને મળેલી હારને ગણકારી નહોતી કે તેનાથી તેઓ નિરાશ થયા નહોતા    

~ બેર્ટી સી. ફોર્બ્સ

 * & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

કોઈક વસ્તુને પૂર્ણ કરવા માટે લાગનારા સમય અંગે ચિંતા કર્યા કરી તેની પ્રગતિ અટકાવશો નહિ. સમય તો પસાર થવાનો છે. આપણે વિતતા સમયનો શ્રેષ્ઠ સદુપયોગ કરી લેવો જોઇએ.      

~ અર્લ નાઈટેન્ગલ

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીવનમાં સાચા પાઠ હંમેશા ખોટા લોકો પાસેથી શિખવા મળતા હોય છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

અહમ અને જ્ઞાન વ્યસ્તપ્રમાણમાં હોય છે.જેટલું જ્ઞાન વધુ એટલો અહમ ઓછો અને જેટલું જ્ઞાન ઓછું એટલો અહમ વધારે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જે લોકો તમને જાણ્યા વગર તમારા વિષે અનુમાન કરે છે કે ઘસાતું બોલે છે તેમની પરવા કરો.યાદ રાખો કૂતરાં પણ અજાણ્યાને જોઈને ભસે છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જ્યારે નખ લાંબા વધે છે ત્યારે તેમને કાપવામાં આવે છે,આંગળા ને નહિ. રીતે જ્યારે ગેરસમજ વધે ત્યારે તમારા અહમને કાપો,સંબંધોને નહિ.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીભમાં હાડકા હોતાં નથી છતાંયે તે હ્રદયને તોડી નાખવા સક્ષમ છે.આથી તમારાં શબ્દો પ્રત્યે ખૂબ સાવધ રહો.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

તમારી પહેલી જીત પછી આરામ કરો.કારણ જો તમે બીજા પ્રયત્નમાં નિષ્ફળ ગયા તો વધારે લોકો એમ કહેવા રાહ જોઇને બેઠા હશે કે તમારો પહેલો વિજયતો નસીબને આભારી હતો.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

હંમેશા તમારા વડીલની સલાહ માનો.એટલા માટે નહિ કારણકે તેઓ હંમેશા સાચા હોય છે પણ તેમનો ખોટા-સાચાનો અનુભવ વધારે હોય છે...

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

મૂડીવાદ એટલે વિશ્વના ૪૮ અતિ ગરીબ દેશોનો જી.ડી.પી. આંક સૌથી ધનાઢય એવા દેશોના આંક કરતાં પણ ઓછો હોય છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

તીર પહેલા થોડું પાછળ ખેંચાયા બાદ છૂટી શકે છે.જ્યારે જીવનમાં મુશ્કેલીઓને લીધે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે એમ વિચારો કે તમને આગળ તરફ લઈ જવા માટે છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીવન પ્રત્યેનો શ્રેષ્ઠ અભિગમ - " હા, મેં જીવનમાં અનેક ભૂલો કરી છે.કારણ જીવન કંઈ યુઝર મેન્યુઅલ સાથે નથી આવતું! "

મારું જીવન,મારી રીતે,મારા નિયમોથી...


('ઈન્ટરનેટ પરથી')