Showing posts with label "quotable quotes in Gujarati". Show all posts
Showing posts with label "quotable quotes in Gujarati". Show all posts

Friday, February 27, 2015

સુવિચારો


· ભગવાનને જે 'left' (બચ્યું) છે તે ન આપો...'right' (યોગ્ય) હોય તે આપો.

· માણસનો માર્ગ 'hopeless end' (નિરાશાભર્યા અંત) તરફ દોરી જાય છે જ્યારે ભગવાનનો માર્ગ 'endless hope' (અનંત આશાવાદ) તરફ...

· જેટલા વધુ ઝૂકશો (નમ્ર બનશો) તેટલા વધુ ઉન્નત બનશો.

· જે ભગવાન સામે ઝૂકે છે તે ગમે તેના સામે ટટ્ટાર ઉભો રહી શકે છે

· જીવન રૂપી વાક્યમાં શેતાન અલ્પવિરામ હોઈ શકે પણ તેને ક્યારેય પૂર્ણ વિરામ બનવા દેશો નહિ

· જ્યાં ભગવાન પૂર્ણવિરામ મૂકે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશો નહિ

· તમારો ચહેરો ચિંતાઓને કારણે કરચલીઓથી ભરાઈ ગયો છે તો તેની સારવાર માટે મંદિર જાવ.

· પ્રાર્થના કરતી વેળાએ ભગવાનને સૂચનાઓ આપશો નહિ,માત્ર તમારી ફરજ પર હાજર થતા હોવ તેમ ત્યાં હાજર થાવ

· રામ નામનાં સ્મરણ માટે ચાર ખભે ચઢી પરમધામે જવાની રાહ જોશો નહિ

· આપણે ભગવાનનો સંદેશ બદલવાનો હોતો નથી,ભગવાનનો સંદેશ આપણને બદલી નાંખે છે.

· મંદિર પ્રાર્થનાનુકૂલિત હોય છે (જેમ ગરમીમા ઠંડક આપનાર ઘર વાતાનુકૂલિત હોય છે)

· જ્યારે ભગવાન કસોટી કરે છે ત્યારે તે જ એમાંથી પાર પણ ઉતારે છે.

· પૂર્વ આયોજન કરતા શિખો...

· મોટા ભાગના લોકોને ભગવાનની સેવા કરવી હોય છે,પણ સલાહકાર તરીકે.

· તમારામાં સચ્ચાઈનો ક્ષય થઈ રહ્યો છે? તમારો ધર્મગ્રંથ વાંચવા માંડો.

· રોજ કસરત કરો...ભગવાન સાથે ચાલો.

· શેતાનને કદાપિ તમારી સાથે સવારી કરવાની પરવાનગી આપશો નહિ, તે તમારા પર હાવી થઈ જઈ તમને હંકારવા માંડશે.

· સત્યને ખેંચ્યા કરશો તો તેનો નાશ થશે.

· દયા કે કરુણા આપી દેવા સહેલાં નથી કારણ તે ફરી તમારી પાસે જ પાછા ફર્યા કરે છે.

· જે તમને ક્રોધાયમાન કરે છે તે તમારૂં નિયંત્રણ કરે છે.

· ચિંતા એવો અંધારીયો ઓરડો છે જ્યાં નેગેટીવ્સ ડેવલપ થઈ શકે છે

· શેતાનને તસુભાર જેટલી પણ જગા આપશો તો તે તમારો શાસક બની જશે

('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 4, 2014

શાણપણનાં સૂત્રો


ઇતિહાસ દર્શાવે છે કે મહાન વિજેતાઓએ વિજય મેળવ્યા પહેલા અતિ વિકટ મુશ્કેલીઓનો, અડચણોનો  સામનો કરવો પડ્યો છે.તેઓ જીતી શક્યા કારણકે તેમણે પોતાને મળેલી હારને ગણકારી નહોતી કે તેનાથી તેઓ નિરાશ થયા નહોતા    

~ બેર્ટી સી. ફોર્બ્સ

 * & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

કોઈક વસ્તુને પૂર્ણ કરવા માટે લાગનારા સમય અંગે ચિંતા કર્યા કરી તેની પ્રગતિ અટકાવશો નહિ. સમય તો પસાર થવાનો છે. આપણે વિતતા સમયનો શ્રેષ્ઠ સદુપયોગ કરી લેવો જોઇએ.      

~ અર્લ નાઈટેન્ગલ

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીવનમાં સાચા પાઠ હંમેશા ખોટા લોકો પાસેથી શિખવા મળતા હોય છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

અહમ અને જ્ઞાન વ્યસ્તપ્રમાણમાં હોય છે.જેટલું જ્ઞાન વધુ એટલો અહમ ઓછો અને જેટલું જ્ઞાન ઓછું એટલો અહમ વધારે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જે લોકો તમને જાણ્યા વગર તમારા વિષે અનુમાન કરે છે કે ઘસાતું બોલે છે તેમની પરવા કરો.યાદ રાખો કૂતરાં પણ અજાણ્યાને જોઈને ભસે છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જ્યારે નખ લાંબા વધે છે ત્યારે તેમને કાપવામાં આવે છે,આંગળા ને નહિ. રીતે જ્યારે ગેરસમજ વધે ત્યારે તમારા અહમને કાપો,સંબંધોને નહિ.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીભમાં હાડકા હોતાં નથી છતાંયે તે હ્રદયને તોડી નાખવા સક્ષમ છે.આથી તમારાં શબ્દો પ્રત્યે ખૂબ સાવધ રહો.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

તમારી પહેલી જીત પછી આરામ કરો.કારણ જો તમે બીજા પ્રયત્નમાં નિષ્ફળ ગયા તો વધારે લોકો એમ કહેવા રાહ જોઇને બેઠા હશે કે તમારો પહેલો વિજયતો નસીબને આભારી હતો.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

હંમેશા તમારા વડીલની સલાહ માનો.એટલા માટે નહિ કારણકે તેઓ હંમેશા સાચા હોય છે પણ તેમનો ખોટા-સાચાનો અનુભવ વધારે હોય છે...

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

મૂડીવાદ એટલે વિશ્વના ૪૮ અતિ ગરીબ દેશોનો જી.ડી.પી. આંક સૌથી ધનાઢય એવા દેશોના આંક કરતાં પણ ઓછો હોય છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

તીર પહેલા થોડું પાછળ ખેંચાયા બાદ છૂટી શકે છે.જ્યારે જીવનમાં મુશ્કેલીઓને લીધે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે એમ વિચારો કે તમને આગળ તરફ લઈ જવા માટે છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીવન પ્રત્યેનો શ્રેષ્ઠ અભિગમ - " હા, મેં જીવનમાં અનેક ભૂલો કરી છે.કારણ જીવન કંઈ યુઝર મેન્યુઅલ સાથે નથી આવતું! "

મારું જીવન,મારી રીતે,મારા નિયમોથી...


('ઈન્ટરનેટ પરથી')

Wednesday, February 9, 2011

કેટલીક અમલમાં મૂકવા જેવી વાતો...


* ચિંતા કરવી છોડી દો – એ માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો – એમાં સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમે પણ વડીલ બનવાના છો.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.



-----------------------------------------------------------------------------------------------

આ ક્વોટેબલ ક્વોટ્સ પણ માણવાલાયક છે:



જીંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જીંદગી માં કરેલા કર્મ ની વાત છે…

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,

સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,

બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,

અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!


('ઈન્ટરનેટ પરથી')