Showing posts with label ramooj. Show all posts
Showing posts with label ramooj. Show all posts

Saturday, August 22, 2015

એક ગામડીયાનો ફેસબુક પ્રોફાઈલ


[ આ કૃતિના મૂળ લેખકની તો જાણ નથી પણ મને એમાં વપરાયેલી ભાષા ખુબ રસપ્રદ લાગી એટલે એનો રસાસ્વાદ આજે ઇન્ટરનેટ કોર્નર થકી તમને સૌને પણ કરાવવા આ લેખ અહિ રજૂ કર્યો છે. ]

ઝાઝી બઉ હમજણ્યો પડે નહી પણ એક ભેરુ બન્ધે કીધુ કે ઓલા અવે તો આપણા જીવા ફેસબુક પર પ્રોફાઇલુ મેલી સે તે મુને થ્યુ કે લાય ને મ્હુ મારી પ્રોફાઇલ બનાઇ કાઢુ...
 

ઓમ તો હું ચાર ચોપડી ભણેલો તીજા મોં બે વાર ફેલ થયેલો

પણ અક્કલ મોં બઉ..... હીસાબ કરતાં પાકુ આવડે....

ઓમ તો ભોરીયો બઉ પણ કોક અવરી વાત કરે તો મારા જેવો

ભુંડો કોઇ નઇ...... ભલ ભલા ના ભુક્કા કાઢી નાખું......

"પાઇ ની પેદાશ નઇ ને ઘડીક ની નવરાશ નઇ"

હત-પતિયો બઉ... જરાય હખણો નો બેહે

આવુ બધું કૈક મારા દાદા મારા વિશે કહેતા હતા

મારો ધરમ અને કરમ બેઉ એક માત્ર "માનવતા"

ન્યાત જાત મા માનતો નથી. દંભ, અભિમાન,

આડંબર,પર્સનાલીટી,ઇગો, ફોર્માલીટી એવુ બધુ

આપણા મો ના મલે અને એમો મોનવાવારા લોકો

હારે મને ફાવતું નથી

શેર, શાયરી, કવિતાઓ અને ગઝલ નો હું ચાહક છું

મને મોકલતા રહેશો ખુબ..ગમશે અને તે થકી તથા

હાસ્યકારક રચના જોક્સ વગેરે મોકલતાં અથવા

મેળવતાં કોઇએ "બંધ-બેસતી" પાઘડી પહેરવી નહીં

મારી હારે મઝાક મસ્તી ગમ્મત કરો મોજ કરો કોઇને

મારી ઠેકડી ઉડાવી ને મોજ મળે તો પણ મને આનંદ

થાસે પણ મારા થકી કોઇ નુ દિલ દુભાય તે મને

નથી ગમતુ મારા થી કોઇ નુ દિલ દુભાય તો મને રડવું આવી જાય આમ બહુ પોચા દિલ નો છું

કોઇ આપણી જોડે વધારા નો ભાવ ખાય તો તેની

કીંમત આપણી જોડે કોડી ની થઇ જાય કેમ કે

આપણે તડ ને ફડ વાળા માણહ

હું અભિમાની નથી પણ મને મારું સ્વાભિમાન ખુબ વહાલું છે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 10, 2012

બિઝનેસ આ રીતે થાય!


પિતા : હું ઇચ્છુ છું કે તું મે પસંદ કરેલી યુવતિ સાથે લગ્ન કરે.

પુત્ર : પણ હું કંઈ નાનો કિકલો નથી.પુખ્ત વ્યક્તિ છું. મારે તો મારી પસંદગીની છોકરી સાથે જ પરણવું છે.

પિતા : પણ બેટા,એ યુવતિ વિશ્વના સૌથી વધુ ધનિકોમાંના એક એવા બિલ ગેટ્સની પુત્રી છે.

પુત્ર : ઓહ....તો વાત જુદી છે.બોલો ક્યારે કરવાના છે લગ્ન?!



હવે પિતા બિલ ગેટ્સ પાસે જાય છે.

પિતા : તમારી પુત્રી માટે મારા ધ્યાનમાં એક અતિ લાયક, દેખાવડો મૂરતિયો છે.

બિલ ગેટ્સ : પણ મારી પુત્રી તો હજી લગ્ન માટે ઘણી નાની છે.

પિતા : પણ મારી નજરમાં છે એ યુવાન વર્લ્ડ બેન્કનો વાઈસ પ્રેસિડેન્ટ છે.

બિલ ગેટ્સ : ઓહ...તો પછી વાંધો નહિં!



છેલ્લી પિતા વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ પાસે જાય છે...

પિતા : તમારી અડધો અડધ જવાબદારી સંભાળી લે એવો કાબેલ યુવાન વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જોડાઈ શકે એવો કાબેલ યુવાન મારી નજરમાં છે.

પ્રેસિડેન્ટ : પણ મારી પાસે અત્યારે જરૂરિયાત કરતાં વધારે વાઈસ પ્રેસિડેન્ટ નોકરીમાં છે.

પિતા : પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે.

પ્રેસિડેન્ટ : ઓહ..તો વાત જુદી છે...આવતી કાલથી તેઓ વર્લ્ડ બેન્કના વાઈસ પ્રેસિડેન્ટ!

ઉપસંહાર : તમારી પાસે કંઈ જ ન હોય તો પણ તમે ઘણું બધું / કંઈ પણ મેળવી શકો છો.બસ તમારો અભિગમ હકારાત્મક હોવો જોઇએ! થિન્ક પોઝિટીવ!!!


('ઈન્ટરનેટ પરથી')