કોઈકે આચાર્ય ચાણક્યને પૂછ્યું :
- ઝેર શું છે?
તેમણે સુંદર જવાબ આપ્યો "જરૂર કરતા વધારે
એવી કોઈ પણ વસ્તુ ઝેર છે.
એ સત્તા, સંપત્તિ, ભૂખ, અહમ્, લોભ, આળસ, મહત્વકાંક્ષા,
નફરત કે પછી કંઈ પણ હોઈ શકે છે.
- ભય શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા
સ્વીકાર કરી લઈએ તો એ સાહસ બની જાય!
- ઇર્ષ્યા શું છે?
બીજાઓમાં રહેલી સારપ નો અસ્વીકાર. જો એ સારાઈ
આપણે સ્વીકારી લઈએ તો એ પ્રેરણા બની જાય!
- ક્રોધ શું છે?
જે આપણા કાબૂમાં નથી તેનો અસ્વીકાર.જો એ સ્વીકારી
લઈએ તો એ સહનશક્તિ બની જાય!
- નફરત શું છે?
સામેની વ્યક્તિ જેવી છે એનો તેવા જ સ્વરૂપે
અસ્વીકાર. જો આપણે તેનો બિનશરતી સ્વીકાર કરી લઈએ તો એ પ્રેમ બની જાય!
બધો સ્વીકાર નો ખેલ છે!
અસ્વીકાર કે વિરોધ તાણ પેદા કરે છે. સ્વીકાર
તાણનો નાશ કરે છે.
(‘ઇન્ટરનેટ પરથી’)