Showing posts with label 'ab de vellier'. Show all posts
Showing posts with label 'ab de vellier'. Show all posts

Saturday, March 21, 2015

એક મલ્ટીટેલેન્ટેડ ખેલાડીની વાત


વર્લ્ડકપ ક્રિકેટની મોસમમાં ચાલો આજે એક અતિ કાબેલ રમતવીરની અવનવી સિદ્ધીઓની વાત કરીએ...

·         તે જુનિયર નેશનલ હોકી સ્ક્વેડમાં પસંદગી પામ્યો હતો.

·         તે જુનિયર નેશનલ ફૂટબોલ સ્ક્વેડમાં પસંદગી પામ્યો હતો.

·         તે પોતાના દેશની જુનિયર રગ્બી ટીમનો કપ્તાન રહી ચૂક્યો છે.

·         શાળા જીવન દરમ્યાન સ્વિમિંગ સ્પર્ધાના રેકોર્ડ તેના નામે નોંધાયા છે.

·         તેના દેશની જુનિયર એથ્લેટિક્સમાં સૌથી વધુ ઝડપે ૧૦૦ મીટર દોડવાનો વિક્રમ તેના નામે છે.

·         તેના દેશની જુનિયર ડેવિસ કપ ટેનીસ ટીમનો તે સભ્ય છે.

·         તે નેશનલ બેડમિન્ટન અન્ડર -૧૯ ચેમ્પિયન રહી ચૂક્યો છે.

·         ગોલ્ફની રમતમાં પણ ઉઝરડા અને શારિરીક ઇજા પહોંચી   હદે તેણે સારી રમત રમી હતી.

હવે તમે વિચારતા હશો રમતગમતમાં આટલો અવ્વલ છે તો ભણવામાં તો તે ચોક્કસ ઢબુ નો રહ્યો હશે! તો તમે સાવ ખોટા છો...
એક વિજ્ઞાન પ્રોજેક્ટ માટે નેલ્સન મંડેલાના હાથે તેને રાષ્ટ્રીય પદક પ્રાપ્ત થયું છે..!

આટલું નહિ તેણે પોતાના કંઠમાં દ્વિભાષીય પોપ સંગીતનો એક આલ્બમ પણ સ્વરબદ્ધ કર્યો  છે...
ખબર પડી કોની વાત ચાલી રહી છે?

૩૧ બોલમાં સો રન - એક નવો રેકોર્ડ...
હવે તો ખબર પડી ગઈ હશે કોની વાત ચાલી રહી છે?!

મલ્ટીટેલેન્ટેડ ખેલાડી છે દક્ષિણ આફ્રિકાનો કપ્તાન બી ડિવિલિયર્સ’!
… અને આપણે ફરિયાદ કર્યા કરીએ છીએ 'હું એકલો કેટલું કરું...?' !!!

('ઈન્ટરનેટ પરથી')