* તમારા
પ્રથમ વિજય પછી આરામ ન
કરવા માંડતા કારણ જો બીજા પ્રયત્ને
તમે નિષ્ફળ ગયા તો તમારો પ્રથમ
વિજય માત્ર સદનસીબને આભારી હતો એમ કહેનારા વધુ
લોકો રાહ જોઇને જ બેઠા હશે.
* બધાં જ પક્ષીઓ વરસાદ
દરમ્યાન પોતાનો આશરો શોધી લેતા હોય છે પણ ગરુડ
વાદળોની પણ ઉપર ઉડે
છે અને તેને વરસાદનો સામનો જ કરવો પડતો
નથી.
* જો મારી સફળતાની
વ્યાખ્યા જોઇએ એટલી મજબૂત હશે તો નિષ્ફળતા ક્યારેય
મને અતિક્રમી જઈ શકશે નહિ.
* માનવી ના જીવનમાં મુશ્કેલીઓ
જરૂરી છે કારણ એ
હોય તો જ તે
સફળતાનો સાચો આનંદ માણી શકશે.
* જો તમારે સૂર્યની
માફક ઝળકવું હોય તો પહેલા એની
જેમ બળતા શીખો.
* કોઈને
હરાવવું સહેલું છે પણ કોઈને
જીતી લેવાનું ખુબ અઘરૂં છું.
* આપણામાંના બધાં પાસે સરખી આવડત હોતી નથી પણ આપણી આવડતને
વિકસાવવાની તક દરેકને સરખી
મળતી હોય છે.
* ઝડપી પણ અકુદરતી ખુશી
પાછળ દોડવા કરતા નક્કર સિદ્ધિઓ મેળવવા માટે વધુ સમર્પિત બનો.
* જીવનમાં ગમે એવા ચડ-ઉતર આવે,વિચારશીલતાને તમારી મૂડી બનાવજો.
* તમારા ઇન્વોલ્વમેન્ટ વગર તમે સફળ થઈ શકો નહિ
અને તમારા ઇન્વોલ્વમેન્ટ સાથે તમે નિષ્ફળ જઈ શકો નહિ.
('ઈન્ટરનેટ
પરથી')