Showing posts with label 'Love quotes'. Show all posts
Showing posts with label 'Love quotes'. Show all posts

Saturday, March 2, 2019

પ્રેમ વિશે... ❤

વેલેંટાઈન ડે નજીકમાં છે ત્યારે ચાલો આજે ઇન્ટરનેટ કોર્નર માં પ્રેમ વિશેના કેટલાક અલગ વિચારો મમળાવીએ...

તમારી જાતને એટલો તો પ્રેમ કરો જ કે જેથી તમે તમારા જીવનની એ બાબતોને ઓળખી શકો જે તમને પસંદ ન હોય અને એ બદલવાની હિંમત તમે કેળવી શકો.

હું મારી જાતને એક બુદ્ધિશાળી અને સુંદર એવા જાજરમાન વ્યક્તિ તરીકે જોઉં છું અને હું મારામાં જે જોઉં છું તેને હું પ્રેમ કરું છું.

વ્યક્તિની સૌથી કિંમતી જણસ તેનું જ્ઞાનથી ભરેલું મગજ નથી, પણ બીજાને સાંભળવા અને મદદ કરવા તૈયાર એવા પ્રેમથી ભરેલું હ્રદય છે.

મારી જાતને અરીસામાં જોઈ "હું તને ચાહું છું, હું તને ખરેખર ખૂબ ચાહું છું" એમ હું સરળતાથી કહી શકું છું. જ્યારે તમે અરીસામાં તમારી જાત સાથે આંખ મેળવવામાં મુશ્કેલી અનુભવતા હોવ ત્યારે યાદ રાખો અને એ વાતનું રટણ કરો કે અરીસો અને એમાં દેખાતી વ્યક્તિ તમારા શ્રેષ્ઠ મિત્રો છે.

જ્યારે આપણે આપણી પોતાની જાતને સૌથી ઓછી ચાહતા હોઈએ છીએ ત્યારે એ ક્ષણો જ હોય છે જે આપણાં જીવનમાં ખોટી વસ્તુઓને સૌથી વધુ આકર્ષે છે.

જ્યારે તમે એકલતા, નિરાશા અને કોઈ તમને ચાહતું નથી એવી નકારાત્મક લાગણી અનુભવો ત્યારે તમારી જાતને યાદ અપાવો કે તમારા વ્યક્તિત્વના કેન્દ્રમાં અખૂટ પ્રેમનો એક અનંત કૂવો છે, તમને સફળ અને સુખી જીવન જીવવા કોઈ બાહ્ય પ્રેમના આધારની જરૂર નથી.

તમે જેવા છો તેનો તમે પોતે સ્વીકાર કરો અને પછી જૂઓ તમે કેવા ચમત્કાર સર્જી શકો છો.

માત્ર પૈસો જ સમૃદ્ધિ નથી; સંબંધો, સુખ અને પ્રેમ માં બધે જ સમૃદ્ધિ રહેલી છે.

રટણ કરો કે હું પ્રેમ પામું છું, હું શાંત, સંતોષી અને સુખી છું. હું સુંદર છું અને બધાનો પ્રેમ પામું છું.

માણસ ની મોટામાં મોટી જરૂરીયાત છે ગણના પામવાની, કોઈના દ્વારા ચાહના પામવાની. જ્યારે કોઈને ચાહના પામ્યાનો અનુભવ થાય છે, ભલે પછી એ પોતાની જાત દ્વારા જ ચાહના પામ્યાનો અનુભવ કેમ ન હોય, ત્યારે ઘણી મોટી રાહત અને સુરક્ષિતતા અનુભવાય છે.

શાંતિ પામવા માટે નો શ્રેષ્ઠ માર્ગ છે પ્રેમ આપતા અને સ્વીકારતા રહો.

તમને સાંભળતા આવડે તો, આઈ લવ યુ કહેવાના અનેક પર્યાય છે : તમારો સીટ બેલ્ટ બાંધી લો, આજે રજા લઈ લો, તમે ખાધું? વગેરે..

તમે કેટલા સુંદર છો તેનો આધાર તમે પોતાને કેટલા સુંદર માનો છો તેના પર છે.

શું તમને બધે સુંદરતાના દર્શન થાય છે? જ્યારે તમે સુંદરતા બાબતે સમૃદ્ધિ અનુભવતા હોવ ત્યારે તમે સહસા આકર્ષક અને પ્રેમ પામવાને લાયક બની રહેતા હોવ છો.

હું અદ્ભુત લોકો માટે અને સાથે કામ કરું છું, હું મારા કામ - નોકરી કે ધંધા ને ખૂબ પ્રેમ કરું છું.

જો તમને આ વાત માનવામાં અઘરી જણાતી હોય તો તમારી આસપાસના લોકોનો આભાર તમે શા માટે વ્યક્ત કરી શકો એ વિચારવા માંડો.

હું જ્યાં જાઉં છું, ત્યાં પ્રેમ પામું છું.

પ્રેમ જોઈ પણ શકાય છે અને અદ્રશ્ય પણ છે.

અંદર જે છે તે બાહ્ય નું નિર્માણ કરે છે. તમારી અંદર પ્રેમ હોય તો એ બધે ફેલાય છે અને પછી તમે જાણતા પણ ન હોવ એ રીતે તે તમારી પાસે પાછો ફરે છે.

મારા જીવનમાં મને મળેલા પ્રેમ બદલ હું અનન્ય કૃતજ્ઞતાનો અનુભવ કરું છું.

પ્રેમ તમારી અંદર જ છે એટલે એને બહાર શોધવા ફાંફાં મારવાનું બંધ કરો. પ્રેમ સાથે અનુસંધાન સાધવા અને તમારી આસપાસના લોકો પાસેથી પ્રેમ પામવાનો શ્રેષ્ઠ માર્ગ છે આભાર વ્યક્ત કરીને.

વાતચીત, મિત્રતા, સંબંધો, ધ્યાન અને પ્રેમ - આમાનું કંઈ તમે બળજબરીથી પામી શકો નહીં.

(ઇન્ટરનેટ પરથી)

Saturday, July 16, 2011

સાચો પ્રેમ

* સાચા પ્રેમમાં શું શું હોય?
વચન, સુરક્ષિતતા, લાગણી, ઉચાટ, તરસ, આનંદ, જવાબદારી, ધગશ, રોમાંચ, સ્નેહ, કાળજી, ધ્યાન, સમર્પણ, આકર્ષણ, સન્માન, વિશ્વાસ, શ્રદ્ધા, આશા, વફાદારી, ગૌરવ, પ્રતિબદ્ધતા, ઉષ્મા, આરાધના, સાધના, સમજણ, આગ,પ્રશંસા, નમ્રતા, સુસંગતતા અને વળગણ.
* 'I love you' અને 'I Love You' આ બંને કહેવા વચ્ચે ફેર છે.
* પ્રેમ ખરેખર આંધળો હોય છે, તેથી જ પ્રેમી-પ્રેમિકા એકબીજાના હાથ સતત પકડી રાખે છે.
* પ્રેમ જીવવા માટેનું એકમાત્ર કારણ અને જીવનનો એક માત્ર ઉદ્દેશ છે.
* જ્યારે માણસ એમ વિચારે કે પ્રેમે તેને છોડી દીધો છે ત્યારે તે ગાંડાની હદે અધીરો બની જાય છે.
* પ્રેમના કારણે જ તો આપણે જીવી શકીએ છીએ.
* પ્રેમ આપણાંમાંથી આંખો દ્વારા વહે છે, મન દ્વારા વહે છે, પણ આપણે તેનો અનુભવ કરતાં નથી. પ્રેમનો અનુભવ કરવા માટે આપણે આપણી અંદર ઉતરવું પડે.
* જ્યારે તમે સાચા પ્રેમનો અનુભવ કરો છો ત્યારે તમે એવી સ્થિતીમાં ચાલ્યા જાવ છો જેનું શાબ્દિક વર્ણન શક્ય નથી.તમારી જીભડી કામ કરતી બંધ થઈ જાય છે અને તમે કોઈને કંઈ કહી શક્તા નથી.તમે એવા આનંદથી વિભોર થઈ જાઓ છો જે બીજી બધી લાગણીઓથી પર છે,શ્રેષ્ઠ છે.
* પ્રેમ પામવા માટે તમારે પહેલાં પ્રેમ બની જવું પડે છે.એક પ્રેમી જ સાચા પ્રેમને પામી શકે. જો તમે પ્રેમથી અલિપ્ત રહો તો તમે એને ક્યારેય પામી શકો નહિં.
* આપણે પ્રેમનો અનુભવ કરી શક્તા નથી કારણકે આપણે તેને એવી જગાઓએ શોધીએ છીએ જ્યાં તે હોતો જ નથી.
* સાચો પ્રેમ સઘળી મર્યાદાઓથી મુક્ત છે.તે ઉંચા-નીચા વચ્ચેનો ભેદ પારખી શક્તો નથી કે નથી તે સ્ત્રી-પુરૂષ વચ્ચેનો ભેદ પારખી શક્તો.તે મિત્ર અને શત્રુ વચ્ચેનો ભેદ પણ ભૂલી જાય છે.સાચો પ્રેમ એક ક્ષણિક આવેગ સમો હોય છે જે ધીમે ધીમે અંદરથી સ્વતંત્રપણે વધતો જાય છે.
* તમારે તમારી જાતને પ્રેમ કરવો ખૂબ જરૂરી છે.
* પ્રેમ એ બે વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવતી એક સુંદર સોગાદ છે.
* તારામાં એવી કેટલી બધી ખૂબીઓ છે જેના કારણે મને તારા પર પ્રેમ ઉપજે, પણ સત્ય એ છે કે હું તને સાચો પ્રેમ કરું છું કારણ કે તું તું જ છે..!

('ઈન્ટરનેટ પરથી')