Showing posts with label 'Boxer Mohhammad Ali'. Show all posts
Showing posts with label 'Boxer Mohhammad Ali'. Show all posts

Monday, September 11, 2017

રશિયામાં કોઈ શિક્ષકની ભૂલ કાઢતું નથી

જ્યારે ૧૯૯૧માં સોવિયેત સંઘ પડી ભાંગ્યુ ત્યારે હું કમ્યુનિકૅશન્સ ટ્રેડ યુનિયન સાથે કામ કરતો હતો. સમયે ત્યાં ઘણાં પ્રગતિશીલ રાષ્ટ્રો ની ટુકડીઓ આવી ને ત્યાંના નાગરિકોને આર્થિક બજારો કઈ રીતે કામ કરે છે અને સામૂહિક ખરીદી માટે વાટાઘાટો કઈ રીતે કરાય છે તેના પાઠ શીખવતી હતી. હું પણ તેમાંની એક ટુકડી માં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો
હું જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ ને શીખવતો હોઉં ત્યારે મારી પ્રેઝન્ટેશન ની સ્લાઈડ્ સામાન્ય રહેતી પણ તેના પર જે દેશમાં ભણાવી રહ્યો હોઉં ત્યાંની સ્થાનિક ભાષામાં સ્લાઈડ્ પર લખાણ રાખેલું હોય જેથી ત્યાંના વિદ્યાર્થીઓ કન્ટેન્ટ બરાબર સમજી શકે. આથી વેળા ઓવર હેડ સ્લાઈડસ પર નું લખાણ રશિયન ભાષા માં હતું અને હું અંગ્રેજી માં બોલી રહ્યો હતો પણ મારી સાથે ઇન્ટરપ્રીટર (દુભાષિયો જે ભાષાંતર કરે) હતો
મને સિરિલિક લિપિ આવડતી નથી (જેમાં રશિયન ભાષા લખાય છે) કે નથી મને રશિયન ભાષાનું જ્ઞાન એટલે સ્લાઈડસ પર ઝાઝું ધ્યાન આપ્યા વગર હું ક્રમાનુસાર આગળ શીખવ્યે જતો હતો. પણ એક ચોક્કસ સ્લાઈડ પર પહોંચ્યો ત્યારે તેના પર ની આંકડાકીય માહિતી પર થી મને ખ્યાલ આવી ગયો કે છેલ્લી દસેક મિનિટ થી હું ખોટી સ્લાઈડ પર બોલી રહ્યો હતો. જો મારી સામે બ્રિટિશ વિદ્યાર્થીઓ હોત તો તેમણે તરત મારી ક્ષતિ પર મારું ધ્યાન દોર્યું હોત. પણ રશિયાન વિદ્યાર્થીઓમાંના એકે વિદ્યાર્થીએ ચૂં કે ચા કરી
હું નવાઈ પામ્યો અને મેં તેમને પૂછ્યું કે કોઈ શા માટે મારું ધ્યાન દોર્યું કે હું ખોટી સ્લાઈડ પર બોલી રહ્યો હતો. ઘણા સમયની શાંતિ બાદ એક બહાદુર વિદ્યાર્થી જવાબ આપવાની હિંમત કરી જેનું ઇન્ટરપ્રીટરે મારાં માટે ભાષાંતર કર્યું કે "અમારા દેશમાં કોઈ શિક્ષકની ભૂલ કાઢતું નથી." 

લેખક : રોજર ડાર્લિંગ્ટન 


(ઈન્ટરનેટ પરથી)

Monday, December 31, 2012

બોક્સર મોહમ્મદ અલીની તેની દીકરીને સલાહ

આ પ્રસંગ એક વાર, વિશ્વવિખ્યાત બોકસર મોહમ્મદ અલીની દીકરીઓ તેમને મળવા, અભદ્ર કહી શકાય તેવા વસ્ત્રો પહેરી આવી ત્યારે બન્યો હતો.


આ વાત, તેમની એક દીકરીના મોઢે જ કહેવાયેલી સત્ય વાત છે:

જ્યારે અમે પિતાજી પાસે પહોંચ્યા, અમારો શોફર મને અને મારી નાની બહેન લૈલાને પિતાજીના કક્ષ સુધી દોરી ગયો. હંમેશની જેમ પિતાજી અમને ડરાવવા બારણા પાછળ સંતાઈને ઉભા હતા. અમે ધરાઈ ધરાઈને એકમેકને ભેટ્યા અને તેમણે પિતૃવાત્સલ્ય અને અમે પિતાપ્રેમ વ્યક્ત કરતાં, અનેક ચુંબનોની આપલે કરી. અમારા પિતાએ ધ્યાનથી અમારૂં નિરીક્ષણ કર્યું. પછી તેમણે મને પોતાના ખોળામાં બેસાડી અને હેતપૂર્વક મારા માથે હાથ ફેરવતા એવું કંઈક કહ્યું જે હું જીવનમાં ક્યારેય ભૂલી નહિ શકું.

તેમણે સીધું મારી આંખોમાં જોતા કહ્યું : "હના,ઇશ્વરે આ સૃષ્ટિમાં જે કંઈ પણ મૂલ્યવાન બનાવ્યું છે તે સારી રીતે ઢંકાયેલું અને પ્રાપ્ત કરવું મુશ્કેલ એવું હોય છે.

હીરા ક્યાં હોય છે?? જમીનમાં ખૂબ ઉંડે,ઢંકાયેલા અને સુરક્ષિત.

રત્નો આપણને ક્યાંથી મળે છે?સમુદ્રના તળીયેથી. તે પણ સુંદર મજાના છીપમાં ઢંકાયેલ અને સુરક્ષિત હોય છે.

સોનું ક્યાંથી મળે છે? ખાણમાં ઉંડેથી. તે ખડકોના થર પર થર નીચે ઢંકાયેલ હોય છે. તમારે આ બધી કિંમતી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરવા મહેનત કરવી પડે છે.

પછી તેમણે ગંભીર આંખે મારી સામે જોયું અને બોલ્યા : "તારું શરીર પવિત્ર છે.તું હીરા અને રત્નો કરતાંયે વધુ મૂલ્યવાન છે અને આથી જ તારા શરીરે પણ ઢંકાયેલા હોવું જરૂરી છે."

સ્રોત : More Than A Hero: Muhammad Ali's Life Lessons Through His Daughter's Eyes પુસ્તક માંથી સાભાર

('ઈન્ટરનેટ પરથી')