Saturday, June 24, 2017

મૌન

મૌનનો મહિમા અપાર છે. બાઈબલ કહે છે જીવનમાં ક​ઈ ક​ઈ પરિસ્થિતીમાં મૌન ધારણ કર​વું જોઇએ :  

૧. ક્રોધના આવાવેશમાં મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૪:૧૭)

૨. જ્યારે તમારી પાસે સઘળા સત્યો ના હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૮:૧૩)

૩ જ્યારે તમે હકીકતની ચકાસણી ન કરી હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Deut ૧૭:૬)

૪ જ્યારે તમારા શબ્દો કોઈ નબળી વ્યક્તિને દુ:ખ કે હાનિ પહોંચાડી શકે એમ હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (૧ Cor ૮:૧૧)

૫. જ્યારે સાંભળ​વાનો સમય હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૩:૧)

૬. જ્યારે પ​વિત્ર વસ્તુઓને હળ​વાશથી લેવા મન લલચાય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Eccl ૫:૨)

૭. જ્યારે તમને પાપ વિષે રમૂજ કર​વાનું મન થાય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૪:૯)

૮. જ્યારે તમારે તમારા શબ્દો બદલ પાછળ થી શરમાવાનો વારો આવવાની સ્થિતી હોય ત્યારે મૌન ધારણ 
કરવું જોઇએ. (Prov ૮:૮)

૯. જ્યારે તમારા શબ્દો ખોટી છાપ પાડ​વાના હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૭:૨૭)

૧૦.જ્યારે કોઈ મુદ્દા સાથે તમારે કશી લેવાદેવા ન હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૪:૧૦)

૧૧. જ્યારે તમને હળાહળ અસત્ય બોલ​વાની લાલચ થાય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૪:૨૪)

૧૨.જ્યારે તમારા શબ્દો અન્ય કોઈની પ્રતિભાને ઠેસ પહોંચાડનારા હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૬:૨૭)

૧૩. જ્યારે તમારા શબ્દો કોઈની મિત્રતા તોડનારા હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૬:૨૮)

૧૪.જ્યારે તમે પોતાની જાતને ધર્મસંકટમાં અનુભ​વો ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (James ૩:૯)

૧૫.તમે કોઈક વાત રાડ પાડ્યા વિના કહી શકો એમ ન હોવ તેવી સ્થિતીમાં  મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૨૫:૨૮)

૧૬. જ્યારે તમારા શબ્દો ઇશ્વરને, તમારા મિત્રોને કે તમારા પરીવારજનો ને હલકા ચિતરનારા હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (૧ Pt ૨:૨૧-૨૩)

૧૭. પાછળ થી તમારે તમારા શબ્દો ગળી જ​વા પડે તેમ હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૮:૨૧)

૧૮. જ્યારે તમે તમારી વાત એક કરતા વધારે વાર દોહરાવી ચૂક્યા હોવ ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૯:૧૩)

૧૯. જ્યારે તમને કોઈ લુચ્ચા કે કપટી માણસની પ્રશંસા કર​વાનું પ્રલોભન જાગે ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૨૪:૨૪)

૨૦. જ્યારે તમારે બોલ​વા કરતા કામ કર​વાની વધારે જરૂર હોય ત્યારે મૌન ધારણ કર​વું જોઇએ. (Prov ૧૪:૨૩) 

જે કોઈ પોતાનું મોઢું અને જીભ સંયમમાં રાખે છે તે પોતાના આત્માને મુશ્કેલીઓથી દૂર રાખે છે. (Prov ૨૧:૨૩) 


(From Internet)

2 comments:

  1. વિપુલ જસાણી , પન્ના મકવાણા, વસંત શાહJuly 4, 2017 at 11:23 AM

    મૌન વિશેનો લેખ ખુબ સારો હતો.

    ReplyDelete
  2. ઘનશ્યામ ભરુચાJuly 4, 2017 at 11:23 AM

    મૌન રહવું એ પણ એક કળા છે. માનવી મૌન રહે તો સફળતા પામી શકે છે.જ્યારે મતભેદ કે મનભેદ અને દલીલો ચાલુ હોય ત્યારે મૌન જાળવવું જરૂરી છે.મૌન દ્વારા માનવીમાં રહેલા ધીરજ અને શાંતતાના દર્શન થાય છે.

    ReplyDelete