Saturday, December 5, 2015

જીવન જીવવાની ટીપ્સ

૧    તમે ગમે એટલા સુંદર કેમ ન દેખાતા હોવ પણ એ યાદ રાખજો કે વાંદરા કે માંકડાયે સહેલાણીઓને તો આકર્ષતા હોય છે! - ક્યારેય બડાઈ હાંકશો નહિ.

૨    તમે ગમે એટલા મોટા કે કદાવર કેમ ન હોવ તમારૂં શરીર તમારી સાથે પરમ ધામે આવશે નહિ,રાખમાં જ ભળી જશે - સદાયે નમ્ર રહો.

૩    તમે ગમે એટલા ઉંચા કેમ ન હોવ, આવતી કાલને જોઈ શકશો નહિ - ધીરજ રાખો.

૪    તમે ગમે એટલા ઉજળા કેમ ન હોવ, અંધારામાં તમને ઉજાશની જરૂર પડશે જ -  ગર્વ ન કરશો, ધ્યાન રાખો.

૫    તમે ગમે એટલા શ્રીમંત કેમ ન હોવ અને તમારી પાસે ગમે એટલી ગાડીઓ હોય પલંગ સુધી તમારે ચાલીને જ જવાનું છે - સંતોષ રાખો.

જીવન ને હળવાશ થી લો.

સેવા કરવી હોય તો સમય ન જુઓ.
પ્રસાદ ખાવો હોય તો સ્વાદ ન જુઓ.
સત્સંગ કરવો હોય તો જગા ન જુઓ.
વિનંતી કરવી હોય તો સ્વાર્થ ન જુઓ.
દાન કરવું હોય તો ખર્ચ સામુ ન જુઓ.

જીત કોના માટે હાર કોના માટે જિંદગીભર આ તકરાર કોના માટે
જે આવ્યું છે તે જવાનું છે ચોક્કસ એક દિવસ તો પછી, માણસ આટલો અહંકાર શેના માટે?


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. દીપક ધનરાજ ભાટીયાDecember 12, 2015 at 5:42 AM

    જીવન જીવવાની ટીપ્સ બહુ જ સરસ હતી. માણસ ને અહમ સાચે બાળી નાખે છે. માણસ આ બધુ સમજે છે તો પણ અહમ રાખે છે શા માટે? ઇન્ટરનેટ કોર્નર થી આપણા સૌના જીવન માં બદલાવ આવે.

    ReplyDelete
  2. કમલેશ ભરવાડીયાDecember 21, 2015 at 11:23 AM

    જીવન જીવવાની ટીપ્સ ખુબ અસરકારક હતી.આમાંની એકાદ ટીપ પણ જો એકાદ જણ પણ પોતાના જીવનમાં ઉતારે તો તેનું જીવન સફળ થઈ જાય.

    ReplyDelete