Saturday, July 12, 2014

આટલું બધું હોવા છતાં...!!!


૧ આટલાં બધાં રંગો હોવા છતાં કાળો અને સફેદ ઉચ્ચ વર્ગીય ગણાય છે!

૨ આટલાં બધાં શબ્દોના અવાજ અને સંગીત છતાં મૌન શ્રેષ્ઠ ગણાય છે!

૩ આટલું બધું ખાવાનું પ્રાપ્ય હોવા છતાં ઉપવાસ આરોગ્યપ્રદ ગણાય છે!

૪ આટલું બધું ફરવાનું અને નવી નવી જગાઓ ખોળવાનું હોવા છતાં પર્વતની તળેટીમાં ઝાડ નીચે બેસી ધ્યાન ધરવાનું ઉચ્ચતમ છે!

૫ આટલું બધું જોવાનું હોવા છતાં બંધ આંખોથી અંતરતળમાં ઝાંકવું શ્રેષ્ઠતમ છે!

૬ બીજા બધાંને સાંભળવા કરતાં પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો શાશ્વત છે!

૭ ભૌતિક મોહમાયા ભર્યાં જીવનને બદલે શાંતચિત્ત આત્મા વધુ શાતાભર્યો અને દિવ્ય છે!

પ્રતિબિંબ ભ્રમણા છે...તમારી જ્ઞાનેન્દ્રિયોમાં વિશ્વાસ રાખો...

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment